વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો
ભરૂચ જિલ્લામાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો હતો. વારસાઈના કામ માટે 8000ની લાંચ લેતા શુક્લતીર્થના તલાટી સહિત ત્રણ લોકો ACBના હાથે ઝડપાયા હતા. ફરિયાદી દોઢ વર્ષથી વારસાઈના કામ માટે ધક્કા ખાઈ રહ્યા હતા. તલાટી ઉમેશ પટેલે ફરિયાદીને VCE કેનિલભાઈને મળવા જણાવ્યું હતું. ફરિયાદીએ લાંચ આપવાની ના પાડતા ACBનો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.