નાના બાળકોના માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલના ડોક્ટરોએ પેટના દુખાવાથી પીડાતી ૧૪ વર્ષની છોકરીના પેટમાંથી ૨૧૦ સેમી લાંબો ટ્રાઇકોબેઝોઅર (વાળનો ગુચ્છો) સર્જરી દ્વારા દૂર કર્યો છે. ડોક્ટરોનો દાવો છે કે આ દુનિયાનો સૌથી લાંબો ટ્રાઇકોબેઝોઅર છે.

આગ્રાના બરારા ગામની ૧૪ વર્ષની છોકરી એક એવી બીમારીથી પીડાતી હતી જેમાં દર્દી ચાક, દોરો, માટી, લાકડાના ટુકડા વગેરે ગળી જાય છે. આ એક માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ અખાદ્ય વસ્તુઓ પણ ખાઈ જાય છે.