Gujarat: દરેક સ્કૂલ ઓટો રીક્ષા, વાનમાં ફાયર સેફટી સર્ટિ.ફરજિયાત કરાયું.
અગ્રિકાંડ બાદ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળે જાગ્યું
સર્ટિફિકેટ ન લેનારાઓ સામે RTO વિભાગ કરશે કાર્યવાહી
રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગે RTO કચેરીઓને કર્યો પરિપત્ર
રાજકોટ ગેમઝોન અગ્રિકાંડ બાદ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળે જાગ્યું છે. જેમાં દરેક સ્કૂલ ઓટો રીક્ષામાં ફાયર સેફટી સર્ટિ. ફરજિયાત કરાયુ છે. તેમજ સર્ટિફિકેટ ન લેનારાઓ સામે RTO વિભાગ કાર્યવાહી કરશે. તેમજ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગે RTO કચેરીઓને પરિપત્ર આપ્યો છે. સ્કૂલ રીક્ષા અને રીક્ષા ફિટનેસ મામલે RTOનું નિવેદન સામે આવ્યું છે. તેમા જૂન 2019માં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
RTOએ જણાવ્યું છે કે આ માટે એક ગાઇડલાઇન કરવામાં આવી છે. તેમાં 12 જેટલા મુદ્દાઓની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે. સર્ટિફિકેટ ન લેનારાઓ સામે શાળા ખુલતાની સાથે RTO કચેરીએ ટિમ બનાવી તપાસ કરવા સૂચના છે. જેમાં અમદાવાદ RTO કચેરીએ ટિમ તૈયાર કરી છે. તેમાં સ્કૂલ રીક્ષા અને રીક્ષા ફિટનેસ મામલે RTOનું નિવેદન છે કે જૂન 2019માં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો,આ માટે એક ગાઇડલાઇન કરવામાં આવી છે. તેમાં 12 જેટલા મુદ્દાઓની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.