મોરબીના માથાભારે શખ્સને પાસા હેઠળ મોરબી એલસીબી ટીમે ડીટેઈન કરી અમદાવાસ સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે..

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સંબધી,સરકારી કર્મચારીની ફરજ રુકાવટ, ધાક ધમકી સહિતના ગુન્હામાં સંડોવાયેલા ઇસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી એલસીબી પી આઈ ડી એમ ઢોલના માર્ગદર્શન હેઠળ પી એસ આઈ કે જે ચૌહાણ સહિતની ટીમે માથાભારે ઇસમ નવઘણભાઈ મોહનભાઈ બાંભવા રહે-મોરબી શનાળા બાયપાસ તુલસીપાર્ક સોસાયટી વાળાને ડીટેઈન કરી પાસા હેઠળ કાર્યવાહી કરી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે