આ સનાતન ધર્મ પર હુમલો: પૂજારી સત્યેન્દ્રદાસ શું તિરુપતિથી અયોધ્યામાં મોકલાયા હતા એક લાખ લાડુ : વિવાદની આગ વધુ ભડકી”. – સુરેશ વાઢેર.

“તિરુપતિ બાલાજીના પ્રસાદ લાડુમાં પશુની ચરબી અને માછલીના તેલ હોવાના રિપોર્ટે દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે આ વર્ષની શરૂઆતમાં અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પણ તિરુપતિના એક લાખ લાડુ મોકલવાયા હતા.

ત્યારે આ લાડુને લઇને વિવાદ જાગ્યો છે અને રામ જન્મભૂમિના મુખ્ય પૂજારીએ આ મામલે પ્રતિક્રિયા આપી કહ્યું હતું કે, આ સનાતન પર હુમલો છે, સરકાર આ મામલાને ગંભીરતાથી લે. જો કે હજુ એ વાતની પુષ્ટિ નથી થઇ કે તિરુમાલા તિરુપતિ દેવાસ્થાનને રામ મંદિર ઉત્સવ દરમિયાન લાડુ મોકલ્યા હતા કે નહીં.

રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસે જણાવ્યું હતું કે, જે તપાસ કરાવાઇ તેનાથી સ્પષ્ટ છે કે માછલીના તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બધુ ક્યારથી થઇ રહ્યું છે તે હજુ સુધી બહાર નથી આવ્યું. તેમણે જણાવ્યું હતું કે, આ એક કાવતરુ છે અને આ સનાતન ધર્મ પર હુમલો છે.”

Suresh vadher

9712193266

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *