*મોરોક્કો દેશમાં કુમકુમ મંદિરના સંતો સૌપ્રથમ વખત સત્સંગ પ્રચાર અર્થે પધાર્યા…*
*શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. ૧૯૪૮થી વિદેશમાં જવાનો પ્રારંભ કર્યો છે.- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ*
સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર – અમદાવાદના સંતો મોરોક્કો દેશમાં સૌપ્રથમ વખત શ્રાવણ માસના પ્રારંભે પધાર્યા છે.આપણા ગુજરાતમાંથી મોરોક્કો આવેલા હરિભક્તોના ઘરે સંતોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પધરામણી કરીને પૂજન અર્ચન કર્યું હતું. ત્યાં સત્સંગ સભા પણ યોજાઇ હતી.
*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી જણાવ્યું હતું કે*, ઈ.સ. ૧૯૪૮માં સૌપ્રથમ વખત સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આફ્રિકા પધાર્યા હતા. ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિદેશની ભૂમિ પર જતા થયા છે. જેના કારણે આજે સારા વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો સ્થપાયા છે અને અસંખ્ય માણસો સત્સંગી પણ બન્યા છે.