પાણીના કારણે જન જીવન મુશ્કેલીમાં
નવસારીમાં પૂર્ણા નદીને કારણે 5થી 10 ફૂટ સુધીના પાણી ભરાયા છે. શાંતાદેવી વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરાયા છે. ફાયરની ટીમ લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. ઘણી દુકાનોમાં પાણી ઘૂસ્યું છે. પૂર્ણા નદીના પાણીના કારણે જન જીવન મુશ્કેલીમાં છે. વીજપુરવઠો ખોરવાયો છે. સાથે 31 વર્ષીય ભૂમિકા શાહનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. હવે આ પાણી ક્યારે ઉતરશે, તેની રાહ ખાસ શાંતાદેવી વિસ્તારના લોકો જોઈ રહ્યા છે.