તિરુપતીથી પચાસ માઈલ દુર આવેલ શ્રીકાલહસ્તિ મંદિર વાયુતત્વલિંગને સમર્પીત છે, તે પંચભુત લિંગમાંનું એક છે જે બ્રહ્માંડના પાંચ મુળ તત્વોનું પ્રતિનીધિત્વ કરે છે. આ મંદિર સ્વમામુખી નદીના કાંઠે સ્થિત છે. શ્રીકાલહસ્તિ એક શક્તિ-પીઠ પણ છે.
ઘણી દંતકથાઓ મંદિરની મહાનતાને પ્રસ્તુત કરે છે, જેમાં ની સહુથી જાણીતી (મહત્વપુર્ણ) નીચે મુજબ છે. તિનાડુ ભગવાન શિવનો દૃઢ ભક્ત હતો. તેમણે પવિત્ર મન થી ભગવાન શિવની અર્પણ આરાધના કરી.
એક દિવસ તેમણે પોતાની એક આંખ અર્પણ કરી. અને જ્યારે તેઓ પોતાની બીજી આંખ અર્પણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ તેની સામે પ્રગટ થયા અને તેમને રોક્યા. તિનાડું ની આવી દૃઢ ભક્તિ થી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને તેમની આંખો પરત આપી અને મોક્ષ આપ્યો. તે દિવસ થી તિનાડુ કન્નપા નયનાર તરીકે ઓળખાય છે જેનો અર્થ થાય છે ભગવાન શિવ ને આંખો અર્પણ કરનાર.
Suresh vadher