રન ફોર યુવા’ દ્વારા તા.16-06-2024 રવિવારે સાંજે અમદાવાદ રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે નિ:શુલ્ક ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિવિધ દેશોમાં યોગનું ઓનલાઇન શિક્ષણ આપવાની સાથે જરૂરિયાત મંદને કપડાનું વિતરણ કરતી સંસ્થા ‘રન ફોર યુવા’ દ્વારા તા.16-06-2024 રવિવારે સાંજે અમદાવાદ રિવરફ્રન્ટના ઇવેન્ટ સેન્ટર ખાતે નિ:શુલ્ક ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું

હતું.ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ,મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, ડેપ્યુટી મેયર શ્રી,સ્થાનિક કોર્પોરેટર શ્રીઓ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહીને સ્પર્ધકોને પ્રોત્સાહન આપ્યું હતું.ઉંમર પ્રમાણે ચાર વય જૂથમાં યોજાયેલી આ ચિત્ર સ્પર્ધાનું પરિણામ મુખ્ય નિર્ણાયક શ્રી ડૉ.હેમંતકુમાર પંડ્યા પ્રાધ્યાપક શ્રી રાજેશભાઈ બારૈયા,ગુજરાત રાજ્ય કલાશિક્ષક સંઘના જીગ્નેશભાઈ લીમ્બાચીયા સહિત જાણીતાં ચિત્રકારો-શિક્ષિકો નાં સહકારથી તૈયાર કરવામાં આવ્યું હતું.સ્પર્ધામાં દરેક વિભાગમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ઇનામ માં રૂપિયા 11000,5500 અને 2500 આપવામાં આવ્યા હતા.ઉપરાંત,મેડલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
સ્પર્ધાના સ્પોન્સર તરીકે અમેરિકાથી ઉમાબેન દવે,ઈશાબેન દવે અને સની ભાઈ શાહ વગેરે એ સેવા આપી હતી.’છાશવાલા’ ગ્રુપ તરફથી પોતાની બ્રાન્ડની છાશ તમામ સ્પર્ધકો,મહેમાનો,વાલી મિત્રોને આપવામા આવી હતી. સ્પર્ધાનું આયોજન શ્રીહરેશ કૈલા અને તેમની ટીમ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *