સિસોદિયાની જામીન અરજી ટળી, જજ કેસથી અલગ થયા

આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ પુરી થવાનું નામ નથી લેતી. આજે સુપ્રીમ કોર્ટમાં સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. સિસોદિયા લગભગ 16 મહિનાથી જેલમાં છે અને તેમણે ઘણી વખત જામીન માટે અરજી કરી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલ સિસોદિયાની અરજી પર સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ આ કેસથી અલગ થયા છે.