રથયાત્રાના રુટ પરથી દબાણો કરાશે દૂર
રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આગામી 7 જુલાઈના રોજ અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે રથયાત્રાના રૂટ પર આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ડ્રાઇવ કરી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
જમાલપુર દરવાજાથી લઈ ખમાસા, આસ્ટોડિયા, સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા.