સુરતની 12 હોસ્પિટલ સીલ

સુરતની 12 હોસ્પિટલ સીલ

રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ જાણે કે તમામ શહેરોમાં તંત્રને સદ્દબુદ્ધિ આવી છે. સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં તંત્ર દ્વારા 12 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે. સુરતના ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અનેક નોટિસ બાદ પણ આ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા નહોતી કરાઇ તેવી વાત સામે આવી છે. જે વોર્ડમાં દર્દીઓ દાખલ હોય તેને છોડીને બાકીના બધા વોર્ડ સીલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *