સ્વાતિ માલિવાલનો AAP મંત્રીઓ પર ગંભીર આરોપ, કહ્યું: બધા જૂઠાણા માટે કોર્ટમાં લઈ જઈશ.
પાર્ટીના દરેક લોકોને ફોન કરીને કહેવામાં આવી રહ્યું છે કે સ્વાતિનો કોઈ પર્સનલ વીડિયો હોય તો મોકલો લીક કરવો છો: સ્વાતિ માલિવાલ
નવી દિલ્હી, 21 મે: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ પર હુમલાનો મામલો સતત જોર પકડી રહ્યો છે. દિલ્હી પોલીસે આરોપી બિભવ કુમાર (કેજરીવાલના ભૂતપૂર્વ PA)ની ધરપકડ કરી છે અને કોર્ટે તેના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. હવે સાંસદ સ્વાતિ માલિવાલે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતાઓ પર તેમના પર લાગેલા તમામ આરોપોને લઈને વળતો પ્રહાર કર્યો છે. માલિવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ લખી છે. જેમાં તેણે આમ આદમી પાર્ટી અને દિલ્હીના મંત્રીઓ પર નિશાન સાધ્યું છે. જેમાં તેણીએ લખ્યું છે કે, “આખી ટ્રોલ આર્મીને મારા પર છોડવામાં આવી હતી અને પાર્ટીના દરેક લોકોને ફોન કરીને કહેવામાં આવી રહ્યું છે કે સ્વાતિનો કોઈ પર્સનલ વીડિયો હોય તો મોકલો લીક કરવો છો. તમારા ફેલાવેલા દરેક જૂઠાણા માટે હું તમને કોર્ટમાં લઈ જઈશ.”
કેસની તપાસ કરી રહેલી પોલીસ એક પછી એક કડીઓ જોડી રહી છે. આ કેસમાં સોમવારે પોલીસ બિભવ કુમારને સીએમ કેજરીવાલના ઘરે લઈ ગઈ હતી. પોલીસે અહીં ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો હતો. બીજી તરફ આરોપોને લઈને આમ આદમી પાર્ટી સ્વાતિ માલિવાલ પર સતત પ્રહારો કરી રહી છે. પાર્ટીએ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે.
સ્વાતિ માલિવાલે પોતાના ટ્વિટમાં AAPના નેતાઓ પર શું આરોપ લગાવ્યા?
ટ્વિટમાં સ્વાતિ માલિવાલે લખ્યું છે કે, “ગઈકાલથી દિલ્હીના મંત્રીઓ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે મારી સામે ભ્રષ્ટાચારની FIR દાખલ કરવામાં આવી છે, મેં આ બધું ભાજપના ઈશારે કર્યું છે. આ FIR 8 વર્ષ પહેલા 2016માં નોંધાઈ હતી, ત્યારબાદ બંને સીએમ અને LGએ મને વધુ બે વખત મહિલા આયોગના અધ્યક્ષની નિમણૂક કરી હતી, આ કેસ સંપૂર્ણપણે નકલી છે જેના પર માનનીય હાઇકોર્ટે 1.5 વર્ષ માટે સ્ટે આપ્યો છે, જેમણે સ્વીકાર્યું છે કે પૈસાની કોઈ લેવડદેવડ થઈ નથી.” સ્વાતિ માલિવાલે આગળ લખ્યું, “જ્યા સુધી મેં બિભવ કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, ત્યાં સુધી હું તેમના અનુસાર “લેડી સિંઘમ” હતી અને આજે હું બીજેપીની એજન્ટ બની ગઈ છું? આખી ટ્રોલ આર્મીને મારા પર છોડવામાં આવી હતી, કારણ કે મેં સાચું કહ્યું હતું. પાર્ટીના દરેક લોકોને ફોન કરીને કહેવામાં આવી રહ્યું છે કે સ્વાતિનો કોઈ પર્સનલ વીડિયો હોય તો મોકલો લીક કરવો છો. મારા પરિવારની ગાડીઓના નંબરથી તેણી વિગતો ટ્વિટ કરાવીને તેમની ઝીંદગી ખતરામાં નાખી રહ્યા છે. ઠીક છે, જુઠ્ઠાણું વધુ સમય સુધી ટકી શકતું નથી. પરંતુ સત્તાના નશામાં કોઈ નીચું દેખાડવાના ઝૂનૂનમાં એવું ન થઈ જાય કે જ્યારે સત્ય સામે આવે તો તમે તમારા પરિવાર સાથે પણ નજર ન મિલાવી શકો. તમારા ફેલાવેલા દરેક જૂઠાણા માટે હું તમને કોર્ટમાં લઈ જઈશ.”
બિભવ કુમાર દિલ્હી પોલીસની કસ્ટડીમાં
મહત્ત્વપૂર્ણ છે કે, AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલ પર હુમલો અને ગેરવર્તણૂક કરવાના કેસમાં આરોપી બિભવ કુમાર દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. 18 મેના રોજ તીસ હજારી કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. શનિવારે બપોરે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પછી સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ બાદ સાંજે 4.15 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે તીસ હજારી કોર્ટમાં વચગાળાની જામીન અરજી પણ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.