વહુ-દીકરાની અંગત પળો વાયરલ કરતા હાઇકોર્ટ લાલઘૂમ
રાજકોટમાં પૈસાની લાલચમાં દીકરા-વહુની અંગત પળોને રેકોર્ડ કરી પોર્ન સાઇટ પર અપલોડ કરવાના કેસમાં હાઇકોર્ટે લાલ આંખ કરી છે. હાઇકોર્ટે આરોપી પતિ અને સાસુ સસરાની કવોશીંગ પિટિશન ફગાવી છે. ક્વોશીંગ એટલે સામાધાન થઇ જતા ફરિયાદ રદ કરવાની અરજી. કોર્ટે ફરિયાદ રદ કરવાની ચોખ્ખી ના પાડી છે. આરોપીઓ વીડિયો અપલોડ કરી ક્રિપ્ટોમાં કમાણી કરતા હતા અને વૉટ્સએપ ગૃપમાં પણ મુકતા.