લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે કયો પક્ષ કેટલી સીટ જીતશે, તે જાણવા સૌ કોઈ આતુર છે, ભાજપ અબકી બાર 400 પારના નારા સાથે પ્રચાર કરી છે. ત્યારે એવું કહેવાય છે કે જે વલસાડ લોકસભા બેઠક જીતે છે તે દેશ ચલાવે છે. આ બેઠક જે પક્ષનો ઉમેદવાર જીતે છે પક્ષની સરકાર દિલ્હીમાં સરકાર બનાવે છે. હવે આ વખતની ચૂંટણીમાં કોણ આ બેઠક જીતશે, તે જાણવું ખાસ રસપ્રદ બની રહેશે.