રાહુલ ગાંધી 27-28 ફેબ્રુઆરીએ પ્રવચન આપવા માટે આજે યુકે જવા રવાના થયા અને કહેવાતા ખેડૂતોએ 29-ફેબ્રુઆરી સુધી તેમનો વિરોધ અટકાવ્યો.
યાદ હોય તો… ડિસેમ્બર 2020 આ મા દીકરો
બંને યુએસ જવા રવાના થયા હતા. તે પછી અને 26 જાન્યુઆરી 2021 ના રોજ જે બન્યું હતું તે કોઈ ભૂલી શકે નહીં,
પરંતુ,
નાગરિક અશાંતિ અને ગૃહયુદ્ધ ઊભું કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતાં.
સંયોગ ?
અત્યાર સુધીમાં તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ વિરોધીઓ ના તાર કોણ ગૂંથી રહ્યું છે અને 10 જનપથ ની એમાં શું ભૂમિકા છે.
1. સૌપ્રથમ “ખેડૂતો” એ કેટલીક મનસ્વી માંગણીઓ મૂકી જેને સરકારે સૌહાર્દપૂર્ણ રીતે સાંભળી અને સામે યોગ્ય માંગણીઓ સ્વીકારવા પહેલ કરી, પણ, “ખેડૂત ટોળકી” તરફ થી દેખીતી રીતે અસ્વીકાર થયો અને ઉલટું અવાસ્તવિક માંગણીઓ ઉમેરવાનું ચાલુ રાખ્યું. બદઇરાદો માત્ર વિરોધ, અરાજકતા અને ચૂંટણી પહેલા મત એકત્રીકરણનો છે… પરંતુ, સરકાર અહીં સારી રીતે રમી અને વિરોધીઓ વધુ ખુલ્લા પડી ગયા.
2. જો તમે નોંધ્યું હોય તો… આ વખતે, છેલ્લા વિરોધની જેમ, AAP સહિત અન્ય કોઈ રાજકીય પક્ષો આક્રમક રીતે ભાગ લઈ રહ્યા નથી.
આ વખતે આ માત્ર કોંગ્રેસનો પ્રોજેક્ટ છે.
3. વિરોધીઓએ હરિયાણા પોલીસને ઉશ્કેરવાનો સખત પ્રયાસ કર્યો જેથી તેઓ પ્રતિક્રિયા આપે અને ઇકોસિસ્ટમને સમગ્ર કેનવાસ પર “મોદી દમનકારી” શેડ પેઇન્ટ કરવાની તક મળે…પરંતુ, હરિયાણા એ પરિસ્થિતિને ખૂબ સારી રીતે હલ કરી.
4. પછી “ખેડૂતો” એ એક હળવાશથી ખાલિસ્તાની ભાવનાઓને આહવાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે તે કામ કરશે નહીં. યાદ રાખો, અમૃતપાલ નિષ્ફળ પ્રોજેક્ટ, વિદેશી સ્થિત ખાલિસ્તાન નેતાઓ પર ક્રેકડાઉન, મિલકત જપ્તી, નાણાકીય નેટવર્ક ફ્રીઝિંગ .. ઘણું બધું થયું. રાજ્ય અને કેન્દ્ર સરકારે સારી કામગીરી બજાવી.
5. છેલ્લે, આ ઉપદ્રવીઓ ને જનતા તરફથી સંપૂર્ણ જાકારો મળ્યો, કેમ કે, સાચું શું છે તે હવે લોકો સમજે છે.
પહેલાં એમણે એ સમયે હઠાગ્રહ કર્યો હતો કે સરકાર ફાર્મ બિલ પાછું લે. તે થઇ ગયું.
હવે આ નિયમિત રીતે ચક્કા જામ, અંધાધૂંધી, કારણ વગર વિક્ષેપ આ બધું સામાન્ય લોકોને પરેશાન કરી રહ્યું છે,
એટલે, લોકો તરફ થી કોઈ જ સહકાર કે કૂણી લાગણી આ વખતે નથી મળી રહી.
તેથી, કોંગ્રેસ જે ચૂંટણી પહેલા જ લડવા માટે “દારૂગોળો” ગુમાવી રહી છે, તે વ્યૂહરચના પુનઃજીવિત કરવા તલપાપડ છે.
INDI જોડાણ પહેલેથી જ નિષ્ક્રિય છે. કોંગ્રેસ નેતૃત્વ પર કોઈ પ્રાદેશિક પક્ષ દાવ લગાવવા તૈયાર નથી.
10 જનપથ ના ગાંધી પાસે જૂની યુક્તિઓ.. એટલે કે OBC/ST/SC કાર્ડનો આશરો લેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.. પણ, કોંગ્રેસ ના રાજકીય પંડિતો ભૂલ્યા કે
ભારતના રાજકીય મેદાનો જુદા જુદા પ્રદેશો પર અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. તમે સમગ્ર ભારતમાં જાતિ કાર્ડ રમી શકતા નથી. જો તે એક પ્રદેશમાં થોડો ફાયદો લાવશે, તો તે જ અન્ય પ્રદેશમાં વિપરીત અસર કરશે.
ખેડૂત રમતમાં નિષ્ફળ થતાં, રાહુલ ગાંધી લોકોને વ્યવસાયો કબજે કરવા અને અદાણી, અંબાણી વગેરેને બહાર ફેંકી દેવા માટે ઉશ્કેરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં ANCએ જે કર્યું તેની આ પ્રતિકૃતિ છે જ્યાં સત્તામાં એક કાયદો બનાવ્યો કે બોર્ડમાં સ્થાનિક અશ્વેત (કાળા) હોવા જોઈએ.
પણ, રાહુલ ગાંધીના જાતિ કાર્ડ પર સરકાર પ્રતિક્રિયા જ નથી આપી રહી.
“જ્યારે તમારો દુશ્મન ભૂલ કરે છે ત્યારે તેને ક્યારેય અવરોધશો નહીં.” ~ નેપોલિયન
છેલ્લે,
LS2024 પહેલાં યુકેની મુસાફરી એ 10 જનપથ માટે છેલ્લી તક છે. જો કોંગ્રેસ આ ચૂંટણીમાં પ્રદર્શન નહીં કરી શકે, તો, ચૂંટણી પરિણામો તેમને વધુ 50 વર્ષ પાછળ ફેંકી દેશે.
ગાંધી માટે આ રાજકીય વંશ વારસો દાવ પર છે.
કોંગ્રેસમાં વિભાજન માત્ર સમયની વાત છે.
આગામી દિવસોમાં કેટલીક હાઇ પ્રોફાઇલ ક્લોઝ ડોર મીટિંગ્સ, વ્યૂહરચનાની અપેક્ષા સહજ રહેશે.
શું તે કામ કરશે ?
સમય કહેશે.
તા.ક. :- જ્યારે જયરામ રમેશ કહે છે કે 3જી માર્ચે તમે રાહુલને નવા અવતારમાં જોશો,
ત્યારે સતર્ક રહો … સચેત રહો અને ભાવનાત્મક રીતે તૈયાર રહો.