ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના ઉપક્રમે રાજપીપલા ખાતે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવાશે
આર એમ કોમર્સ કોલેજ, રાજપીપલા અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપલા ખાતે માતૃભાષા દિવસ અંતર્ગત વ્યાખ્યાન યોજાશે.
રાજપીપલા :તા 19
21મી ફેબ્રુઆરીએ ગુજરાત. સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના ઉપક્રમેપ્રેરક ગુજરાત સાહિત્ય અકાદમીના
અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જ્હા તેમજ નિમંત્રક મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવના સહયોગથી નર્મદાના રાજપીપલા ખાતે માતૃભાષા નું ગૌરવ વધે એ માટે બે વ્યાખ્યાનના કાર્યક્રમ યોજ્યા છે.જેમાં 1)રત્નસિંહ મહિડા કોમર્સ કોલેજ, રાજપીપલામા સવારે 9થી 10 વક્તા તરીકે લાલસીંગભાઈ વસાવા અને શ્રીમતી રુચિબેન ત્રિવેદીતેમજ સંયોજક ડૉ. હિતેશ ગાંધી, પ્રિન્સિપાલ, કોમર્સ કોલેજ રાજપીપલા દ્વારા વ્યાખ્યાન કાર્યક્રમ યોજેલ છે
તોબીજો કાર્યક્રમ 2)જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, બીએડ કોલજ,હરસિધ્ધિ માતા મન્દિર સામે બીએડ કોલેજ, રાજપીપલા ખાતે સવારે 11થી 1નો દરમ્યાનકાર્યક્રમના સંયોજક દીપક જગતાપ અને વક્તા પ્રા. સુરેશ. કે પટેલ, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, એમ આર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપલા, અને વક્તા ડૉ. વિમલ મકવાણા, પ્રિન્સિપાલ સ્ત્રી અધ્યાપન મન્દિર, રાજપીપલા વક્તવ્ય રજૂ કરશે.મુખ્ય મહેમાન તરીકે એમ. જી. શેખ.
પ્રાચાર્ય અને નાયબ નિયામક, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપલા ઉપસ્થિત રહેશે.
આ બન્ને કાર્યક્ર્મમા નર્મદા સાહિત્ય સંગમ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ અને સદસ્યોં ઉપસ્થિત રહેશે. તેમજ ગુજરાતી માતૃભાષાનું ગૌરવ વધે એ માટે “મારાં હસ્તાક્ષર, મારી માતૃભાષા “અંતર્ગત સૌના હસ્તાક્ષર લઈ
માતૃભાષામા હસ્તાક્ષર અભિયાન ચલાવશે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા