“તમિલ સૌરાષ્ટ્ર સંગમ” * “એક ભારત- શ્રેષ્ઠ ભારત”

*આજ રોજ સાંજે 6.30 કલાકે, કાલુપૂર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નમ્બર -1 ખાતે* તમિલ સૌરાષ્ટ્ર સંગમ કાર્યક્રમ અંતર્ગત ટ્રેનમાં મહિલા શક્તિ આવવાની હોવાથી કર્ણાવતી મહાનગર મહિલા મોરચા દ્વારા સ્વાગત માટે વિશિષ્ઠ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુલાબી રંગના પરંપરાગત પોશાક ઓઢીને શ્રીફળ આપીને પધારનાર તમામ મહિલા શક્તિનું સ્વાગત કરવામાં આવશે.
રાજ્યના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી ડૉ દિપીકાબેન સરડવા, પ્રદેશ મહિલા મોરચાના વિવિધ પદાધિકારીશ્રીઓ, મહિલા ધારાસભ્યશ્રીઓ, મહાનગરના ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન પટેલ, મહાનગરના મહિલા મોરચાના અધ્યક્ષા ડૉ પ્રો. શ્રીમતી સ્મિતાબેન સહીત મહાનગર મહિલા મોરચાની ટિમ ઉપસ્થિત રહી સ્વાગત સત્કાર કરશે.

સંપર્ક સૂત્ર:- ડૉ પ્રો. શ્રીમતી સ્મિતાબેન જોશી
M :- 99980 34016

આભાર,
વિક્રમ જૈન,
સંયોજક,
મીડિયા વિભાગ,
કર્ણાવતી મહાનગર,
ભાજપ
(M):- 7820078000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *