ઉતરાણ પર્વે મામા ભાણેજને શેરડી દાન કરવાનો અનોખો રિવાજ

નર્મદા જિલ્લામાં ઉતરાણ પર્વે મામા ભાણેજને શેરડી દાન કરવાનો અનોખો રિવાજ

ઉતરાણ પર્વે મામા ભાણેજને શેરડી દાન કરવાથી પુણ્ય મળે છે.

શેરડી દાન કરવાથી મામા ભાણેજ વચ્ચેના સંબંધોમાં મીઠાશ આવે છે.

નર્મદા જિલ્લામાં ટન બંધી શેરડીનું ધૂમ વેચાણ

રાજપીપલા,તા.13

14મીએ ઉતરાણનું પર્વ છે ત્યારે અત્યારથી જ
રાજપીપળા અને નર્મદા જિલ્લામાં પતંગ રસીયાઓમાં પતંગ પર્વ ઉજવવામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ નર્મદા જિલ્લામાં ઉતરાણ પર્વે શેરડીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
ખાસ કરીને અહીં નર્મદા જિલ્લામાં આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન કરવાનો અનોખો રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે.
ઉતરાણ પર્વને આગલે દિવસે આદિવાસીઓ પોતાના ભાણેજ માટે શેરડી ખરીદે છે.અને ઉતરાણ પર્વે મામા ભાણેજને શેરડી દાન કરે છે.

એવું કહેવાય છે કે શેરડી દાન કરવાથી પુણ્ય મળે છે.અને શિરડીનો મીઠાશ અને કારણે
મામા ભાણેજ વચ્ચેના સંબંધ મીઠા બને છે.
હાલ નર્મદા જિલ્લામાં ટનબંધી શેરડીનું વેચાણ થઈ રહ્યું છે
જોકે શેરડીનો એક સાંઠો 30 થી 40 રૂપિયે વેચાઈ રહ્યો છે.
આ પ્રસંગે વેપારીએ જણાવ્યું હતું કેઉતરાણ પર્વે આદિવાસીઓમાં મામા ભાણેજને શેરડી દાન આપવાનો રિવાજ આજે પણ પ્રચલિત છે.એ ઉપરાંત ગાય કે અન્ય ચીજ વસ્તુઓ પણ ભેટ આપે છે.આ મકરસંક્રાંતિ પર્વ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. શેરડી મીઠાસનું પ્રતીક છે. એનાથી સબંધોમાં મીઠાસ આવે છે અને કડવાશ દૂર થાય છે.

તસવીર :દીપક જગતાપ,રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *