સંજીવ રાજપૂત
દાંતા-બનાસકાંઠા
બનાસકાંઠાના દાંતા તાલુકાના નવાવાસની ની અજીબ ઘટના
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અજીબ ઘટના સામે આવી છે. વાલ્મિકી સમાજના લોકો શમશાનના અભાવે મૃતદેહ લઈ દાંતા મામલતદાર કચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે તંત્ર વિરુદ્ધ દેડબોડીને ન્યાય આપો અને તંત્ર મુરદાબાદના નારા લગાવી જગ્યા આપે કે શમશાન ન બને ત્યાં સુધી મૃતદેહ નહીં ઉપાડવા સાથે બેસી ગયા હતા.
છેલ્લા 2 વર્ષથી વારંવાર સરકાર અને તાલુકાના સરપંચ અને અધિકારીઓ સમક્ષ દાંતા તાલુકાના નવાવાસના વાલ્મિકી સમાજના લોકો મૃતકના અંતિમ સંસ્કાર માટે ગામમા જગ્યા ન ફાળવતા તેઓ મૃતદેહ સાથે દાંતા મામલતદાર કચેરીએ પહોચ્યાં હતા અને જિલ્લા તંત્ર, કલેક્ટર, તલાટી, મામલતદાર અને સરપંચ વિરુદ્ધ ડેડ બોડીને ન્યાય આપો અને હાય હાયના નારા લગાવ્યા હતા અને અંતિમ સંસ્કાર માટે જ્યાં સુધી જગ્યા ન મળે ત્યાં સુધી કચેરીએ મૃતદેહ મૂકી રાખવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા.
વાલ્મિકી સમાજના એક વ્યક્તિ સોમાભાઈ મકવાણાનું ગઈ કાલે રાત્રે આકસ્મીક મોત થતાં ગામમાં દફનવિધિ કરવા ન મળતા પરિવારજનો મૃતદેહ લઈને મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા. ગામમાં જગ્યા ન મળતા ગ્રામજનો પંચાયત કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તે સમયે તલાટી અને સરપંચ પંચાયતમાં હાજર ન હતા. એકાએક સમાચાર મળતા જ બંને દાંતા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમની રજુઆત સાંભળી હતી અને સરપંચને બોલાવી પ્રશ્ન બાબતે જાણકારી મેળવતા સરપંચનો જાણે આ બાબતે કોઈ ખબર ન હોય તેવું જોવા મળી રહ્યું હતું. આ બાબતે દાંતા મામલતદાર દ્વારા તાત્કાલિક માહિતી મંગાવી અને તેમને ટૂંક સમયમાં જ યોગ્ય ન્યાય સાથે જગ્યા ફાળવવામાં આવશે તેની ખાતરી આપી હતી.