*અમદાવાદ શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે સભા યોજાઈ.*
*31 ડિસેમ્બરની ઉજવણી અંગે સાધુ પ્રેમવત્સલદાસજી માર્ગદર્શન આપ્યું.*
સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ – કુમકુમ – મંદિર – મણિનગર – અમદાવાદ
ખાતે સત્સંગ સભા યોજાઈ હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી અને ત્યારબાદ સત્સંગ સભા યોજાઈ હતી. જેની અંદર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ શ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતોની પારાયણ કરવામાં આવી હતી.
*આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ સભાને સંબોધતા કહ્યું હતું કે*, હવે, ૩૧ ડીસેમ્બરની ઉજવણીનો માહોલ જામવા લાગ્યો છે. ત્યારે યુવાનોએ ખાસ સાવધાન થવાની જરૂર છે, અને વડીલોની પણ ફરજ છે કે, યુવાનો તેની ઉજવણી કેવી રીતે કરે છે તેનું ધ્યાન રાખે.
હે યુવાનો ! આપણે ભારતીય સંતાનો છીએ. તેથી આંધળુ અનુકરણ ના કરવું જોઈએ. ૩૧ ડીસેમ્બરની ઉજવણી પ્રસંગે આપણે દારૂ ના પીવો જોઈએ. કારણ કે દારૂ પીવાનો નિષેધ દરેક શાસ્ત્રોમાં કરવામાં આવેલો છે. તમારે ઉજવણી કરવી હોય તો કરો,પરંતુ તે ઉજવણી સાત્વિક હોવી જોઈએ. તમો મંદિરમાં જાવ,ત્યાં કીર્તન ગાઈને ગાન કરો ને, તમારા મિત્રોની સાથે ત્યાં જઈને પ્રસાદથી મોઢું મીઠું કરો, મા બાપને પગે લાગો. તેમના આશીર્વાદ લો. તેમને જમાડો. એ રીતે ઉજવણી કરો. દારૂ પીશો, તો તે તમારું જીવન બરબાદ કરી નાંખશે.
સોક્રેટીસનું તમોએ નામ સાંભળ્યું હશે. તેઓ પણ દારૂ નહોતા પીતા અને તમો ભારતીય થઈને દારૂ પીવો તે કેટલું યોગ્ય છે?
યુવાન કોને કહેવાય ખબર છે ?
યુવાનો પાપને પંપાળે નહિ,કુસંગથી છેટે રહે,વિષયોમાં લેવાઈ ના જાય, પ્રલોભનમાં આવી ન જાય, ભષ્ટાચારમાં ફસાઈ ના જાય, વિઘ્નોમાં ગભરાઈ ન જાય,આળસુ કે એદી ના બની જાય, વ્યસનોની જુગાલમાં ફસાઈ ના જાય તે ખરા અર્થમાં શૂરવીર યુવાન કહેવાય.
યુવાની એ મોક્ષની નિસરણી છે,પરંતુ જો સજાગ ન રહેવામાં આવે તો તે નરકના દરવાજે પણ લઈ જાય તેમ છે,તેથી યુવાનોએ અને વાલીઓએ સજાગ રહેવાની જરૂર છે.
યુવાનો વધુ પડતાં ધન, ટી.વી., મોબાઈલ અને મિત્રોના સંગથી બગડી જાય છે.તેથી યુવાની અવસ્થામાં દોષો અને દુર્ગુણોથી બચવું જોઈએ.જેનાથી આપણું મન બહેકી જાય,તેવા સંગ, સ્થાન અને વાતાવરણથી યુવાનોએ દૂર રહેવું જોઈએ.
જન્મ અને મરણ એ બે બિંદુની વચ્ચેના અસ્તિત્વને જીવન કહેવાય છે. યુવાનો ! તેને આપણે શણગારવું,દિપાવવું,તેની જ્યોત દૂર દૂર સુધી પોંહચે તેમ કરવું,તેમ કરશો તો શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા તમારા ઉપર ઉતરશે, અને તમો સુખી થશો.
ખરેખર, આજે દરેક યુવાને જાગવાની જરૂર છે. અને દરેક માતા – પિતાએ પોતાના સંતાનોને જગાડવાની જરૂર છે.
– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ
– મો.૯૮૯૮૭૬૫૬૪૮
– વોટ્સએપ – ૬૩૫૨૪૬૬૨૪૮