સાલારની અભિનેત્રીએ ગુપચુપ લગ્ન કર્યા?
સાઉથ એક્ટ્રેસ શ્રુતિ હાસન પોતાની ફિલ્મ સાલારને કારણે ખૂબ ચર્ચામાં છે. આ સિવાય તે પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં આવી છે. તે લાંબા સમયથી શાંતનુ હજારિકાને ડેટ કરી રહી છે. એવું પણ કહેવાય છે કે બંને લિવ ઈનમાં રહે છે. હવે ઇન્ટરનેટ સેન્સેશન ઓરીએ તેની પોલ ખોલી દીધી છે. એક ઈન્ટરવ્યુમાં તેણે શ્રુતિના બોયફ્રેન્ડને તેનો પતિ ગણાવ્યો છે. જે બાદ તેના ચાહકોમાં ગભરાટ છે.