ડોરીના કલાકારો અમદાવાદના બન્યા મહેમાન..

અમદાવાદ

ડોરીના કલાકારો અમદાવાદના બન્યા મહેમાન..

કલર્સ પર આવી રહેલ સોશિયલ સિરિયલ ‘ડોરી’ના પિતા-પુત્રીની જોડી અમર ઉપાધ્યાય અને માહી ભાનુશાલી અમદાવાદના મહેમાન બન્યા હતા

કલર્સ દ્વારા તાજેતરમાં શરૂ થયેલ શો ‘ડોરી’ એ લોકોમાં ખૂબ ઉત્સાહ જગાવ્યો છે. જેમાં કૈલાશી દેવી ઠાકુર તરીકે સુધા ચંદ્રન, ગંગા પ્રસાદ તરીકે અમર ઉપાધ્યાય, અને ડોરી તરીકે માહી ભાનુશાલી ભાગ ભજવી રહ્યા છે. હાલમાં પુત્રી હોવી તેમજ તેના પાલન માટે પિતા દ્વારા અથાગ સ્નેહનો સંગમ બંને ના સુમેળ હૃદયસ્પર્શી મજબૂત સંબંધ અહીં જોવા મળે છે. પાલક પિતા તરીકે ભૂમિકા કરતા અમર ઉપાધ્યાય અને બાળકીની ભૂમિકા ભજવતી માહી આ શો ને પ્રમોટ કરવા અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આ શો વિશેના તેમના અનુભવો રજૂ કર્યા હતા.

અમર ઉપાધ્યાયનું અમદાવાદ જન્મસ્થળ છે તેઓ અમદાવાદ આવી ખૂબ જ ઉત્સુક જોવા મળ્યા હતા. ડોરીની આખી ટીમનું ખૂબ જ પ્રેમ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ શો માત્ર છોકરીના ત્યાગને સંબોધિત કરતું નથી પણ એક સુંદર પિતા પુત્રીના બંધનને પણ દર્શાવે છે.અમદાવાદની પ્રથમ મુલાકાત વિશે માહી પણ ખૂબ આનંદિત જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *