માઇન્ડ વોર્સ નેશનલ સ્પેલ બી કોમ્પિટિશન-૨૦૨૩ માટે તૈયાર થઈ જાઓ!

 

 

વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીમાં પોતાની કુશળતા બતાવવાની એક શ્રેષ્ઠ તક

 

મુંબઈ –ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ ( ઝીલ) દ્વારા ભારતની અગ્રણી શૈક્ષણિક પહેલ માઈન્ડ વોર્સ ભારતની તમામ મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓની વચ્ચે સ્પેલિંગનો શોખ રાખનારા માટે સારા સમાચાર લઈને આવી છે. માઇન્ડ વોર્સ પ્રથમવાર પોતાની નેશનલ સ્પેલિંગ સ્પર્ધા ‘સ્પેલ બી ૨૦૨૩’નું આયોજન કરવા માટે તૈયાર છે. આ અદ્ભુત અખિલ ભારતીય સ્પર્ધા હવે ભારતમાં ધોરણ ૪ થી ધોરણ ૯ સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન થઈ છે, જેમાં તેઓને અંગ્રેજીમાં પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળશે.

 

 

‘માઈન્ડ વોર્સ સ્પેલ બી ૨૦૨૩’નું અનોખું ફોર્મેટ મલ્ટી-સ્ટેજ હશે. સ્પર્ધાની શરૂઆત ભાગ લેનારી શાળાઓમાં ઇન્ટ્રા-સ્કૂલ રાઉન્ડથી થશે અને વિદ્યાર્થીઓ ત્રણ કેટેગરીમાં સ્પર્ધા કરશે. ત્યારબાદ દરેક ઝોનના ચેમ્પિયન અને રનર્સ-અપ ગ્રાન્ડ ફિનાલેમાં આગળ વધશે, જે માઇન્ડ વોર્સની યુટ્યુબ ચેનલ પર બતાવવામાં આવશે. ગ્રાન્ડ ફિનાલેમાં દરેક કેટેગરીના ટોપના ત્રણ વિદ્યાર્થીઓને વિજેતા, પ્રથમ રનર અપ અને સેકન્ડ રનર -અપના ટાઇટલ મળશે.

 

 

માઈન્ડ વોર્સ સ્પેલ બી ૨૦૨૩ના વિજેતાઓ માટે આકર્ષક ઈનામો હશે, જેમાં ૧૦ લાખ રૂપિયા સુધીના રોકડ ઈનામો, ટ્રોફી, પ્રમાણપત્રો અને અન્ય મૂલ્યવાન ઈનામોનો સમાવેશ થાય છે. વધુમાં આ ઉપરાંત સહભાગીઓ સમગ્ર સ્પર્ધા દરમિયાન અમૂલ્ય અનુભવો અને તકો મેળવશે, જે તેમની વ્યક્તિગત અને શૈક્ષણિક જર્નીને આગળ વધારશે.

 

 

ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ઉમેશ કુમાર બંસલે કહ્યું કે , “અમને સમગ્ર ભારતમાં અભૂતપૂર્વ અવતારમાં માઇન્ડ વોર્સ સ્પેલ બી લૉન્ચ કરવામાં આનંદ થાય છે. આ સ્પર્ધા દ્વારા અમારો હેતુ વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાના

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *