ભારતભરમાંથી ૯૦ જેટલી નૃત્યાંગનાઓએ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને આપણી કુ. પ્રશિતા સુરાના અને કુ.વેણુ અયાચિતે ઉત્કૃષ્ટ કુચીપુડી નૃત્યો પ્રસ્તુત કરી ને ઈનામો જીત્યા હતા.
આપણી બે બહુમુખી પ્રતિભાશાળી કુચીપુડી નૃત્યાંગનાઓએ દિલ્હી ખાતે યોજાયેલા ઈન્દ્રપ્રસ્થ મહોત્સવમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.
અમદાવાદ ની વિખ્યાત કુચીપુડી અને ભરતનાટ્યમ નૃત્ય શૈલીની ઉત્કૃષ્ટ તાલીમ આપતી નતૅન સંસ્થાનાં ગુરુ શ્રીમતી સ્મિતા શાસ્ત્રીની બહુમુખી પ્રતિભાશાળી શિષ્યાઓ કુ. પ્રશિતા સુરાના અને કુ.વેણુ અયાચિતે નવી દિલ્હી ખાતે ઓલ ઈન્ડિયા ડાન્સસૅ એસોસિયેશન દ્વારા યોજાયેલા *ઈન્દ્રપ્રસ્થ* *મહોત્સવમાં* સમગ્ર ગુજરાત નું નામ રોશન કર્યું છે.
આ ઉપરાંત કુ.પ્રશિતા અને કુ. વેણુ એ ઈન્દ્રપ્રસ્થ મહોત્સવમાં કુચીપુડી નૃત્ય શૈલીમાં *Solo* *પ્રસ્તુતિ* કરી હતી. જેમાં તેમને” *નૃત્ય*શ્રેષ્ઠ* “નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મહોત્સવનું આયોજન દિલ્હીની વિખ્યાત
કલા આકૃતિ આટૅસ અને ભિલાઈની વિખ્યાત ગુરુ ડૉ. રથિશબાબુની નૃત્યાતિ કલાક્ષેત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.
આપણી આ બંને નૃત્યાંગનાઓએ કુચીપુડી નૃત્ય શૈલીમાં *duet* પ્રસ્તુતિમાં ભાગ લીધો હતો અને તેમાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કર્યું હતું.
આ ઈન્દ્રપ્રસ્થ મહોત્સવમાં વિવિધ નૃત્ય સ્પર્ધામાં ભારતભરમાંથી લગભગ ૯૦ કલાકારોએ ભાગ લીધો હતો.