નર્મદાની યુવતી સાથે શારીરિક છેડતી ધમકી પ્રકરણમાં આરોપીને સજા

નર્મદાની યુવતી સાથે શારીરિક છેડતી ધમકી પ્રકરણમાં
આરોપીને ૦૩ વર્ષની કેદ અને રૂ.૧૦૦૦/- દંડની સજા

નર્મદા જીલ્લાએડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ નો ચુકાદો

ફરિયાદીનું મોઢું દબાવી છાતી પર હાથ મૂકી સંભોગ કરવાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

રાજપીપલા, તા.11

નર્મદાની યુવતી સાથે શારીરિક છેડતી ધમકી પ્રકરણના પોક્સો કેસમાં તિલકવાડા તાલુકાના ઉંચાદ ગામના આરોપ મહીન ઉર્ફે મહેન્દ્રભાઈ જેન્તીભાઈ તડવીને ૦૩ વર્ષની કેદ અને રૂ.૧૦૦૦/- દંડની સજા થઈ છે.નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટે સજાનો હુકમ કર્યો છે.

કેસની વિગત અનુસાર ફરીયાદી બહેન પોતાના ઘરની પાછળ રહી ઘરે જતા હતા ત્યારે તેમના ઘરની પાછળ રહેતાઆરોપી મહીન ઉર્ફે મહેન્દ્રભાઈ જેન્તીભાઈ તડવી,
રહે.ઉંચાદ તા.તિલકવાડાએ ફરીયાદી બહેનનો હાથ પકડી ખેંચી તેમના ઘરમાં લઈ ગયેલો હતો અને કહેતો
હતો કે મારે તારી સાથે શરીર સંભોગ કરવો છે તેવી વાત કરતા ફરીયાદી બહેને ના પાડતા આરોપીએ ફરીયાદી બહેન સાથે જબર જસ્તી કરવા લાગેલ અને ફરીયાદી બહેનના શરીરે તથા
છાતીના ભાગે હાથ ફેરવી તેનું મોઢું દાબી રાખી અને ફરીયાદી બહેનને જણાવેલ કે શરીર સંભોગ નહી કરવા દે તો હું તારું લગ્ન પણ બીજે નહીં કરવા દઉ. તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જબર જસ્તી કરી ગુનો કરેલ.
આ કેસ રાજપીપલાની એડી.સેસન્સ કોર્ટના જડજ એન.એસ. સીદ્દીકીની કોર્ટમાં
ચાલી ગયો હતો. જેમાં પોલીસ અધિક્ષક, નર્મદા તથા ના.પો.અધિ. કેવડીયાના માર્ગદર્શન
હેઠળ પો.સબ.ઈન્સપેકટર એમ.બી.ચૌહાણ, તિલકવાડા પો.સ્ટે.ની તપાસની ચાર્જશીટના
આધારે ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહીલે ફરીયાદપક્ષે સાહેદો
તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા
મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે પુરાવાઓને ધ્યાનમાં રાખી ઈ.પી.કો. કલમ-૩૫૪ માં
૦૧ વર્ષની કેદ તથા રૂ.૫૦૦– ના દંડની સજા, કલમ-૩૫૪(ક) માં ૦૧ વર્ષની કેદની સજા તથા
રૂ.પ૦૦|– ના દંડની સજા, ૫૦૬(૨)માં ૧ વર્ષ કેદ તથા રૂ.૫૦૦|– દંડની સજા તથા પોકસો
અધિનિયમ કલમ–૮ માં ૦૩ વર્ષ કેદ અને રૂ.૧૦૦૦/- દંડ અને કલમ-૧૨ માં ૦૧ વર્ષ કેદની
સજા તથા રૂ.પ૦૦|– દંડની સજાનો હુકમ કરેલ છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *