અંબાજીમાં પૂનમ મેળામાં આવ્યું વિઘ્ન.. ભક્તો માં અંબાના દર્શન કરવા મક્કમતા સાથે પ્રયાણ

સંજીવ રાજપૂત
અંબાજી

અંબાજીમાં પૂનમ મેળામાં વરસાદનું વિઘ્ન ભક્તો માં અંબાના દર્શન કરવા મક્કમતા સાથે પ્રયાણ

અંબાજી ખાતે ભારે વરસાદના પગલે માર્ગો પર પાણી ભરાતા માઈ ભક્તોને ભારે તકલીફ પડતી જોવા મળી હતી. એકાએક વરસાદી વાતાવરણ બનતા વરસાદ તૂટી પડ્યો હતો અને અંબાજી પોલિસ સ્ટેશન પાસે ઘૂંટણ સમા પાણી ભરાયાં હતા. વરસાદના કારણે ભક્તોને ચાલતા અટકી સ્ટોલ નીચે જઈ ઉભા રહ્યા હતા. અંબાજી હાઈવે માર્ગ પર દુકાન સ્ટોલ આગળ પાણી ભરાયાં હતા જયારે અમૂક સ્ટોલ આગળ બાઈકો અડધા પાણીમાં ડુબેલા નજરે જોવા મળ્યા હતા. થોડાક સમયમાં પડેલા ધોધમાર વરસાદ બાદ વરસાદ રોકાતા ફરી યાત્રાળુઓ પોતાના લક્ષ્ય માં અંબાના દર્શને આગળ વધ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *