ગાંધીનગર. તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ : સૂર્ય રથ યાત્રા ભારતીય શહેરોમાં રૂફટોપ સોલાર અપનાવવા માટે જાગૃતિ ફેલાવાનો અભૂતપૂર્વ પ્રયાસ છે જેને ગુજરાત ની અંદર ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે સૂર્ય રથ યાત્રા નું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય ના વન અને પર્યાવરણ , કલાઈમેટ ચેન્જ , જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પી.ડી.પી.યુ) ગાંધીનગર ખાતે કરવામાં આવ્યુ હતુ.
સૂર્ય રથ યાત્રા ની કલ્પના આહા સોલાર દ્વારા નેશનલ એનર્જી ફેડરેશન ઓફ ઇન્ડિયા અને બીજા સોલાર ઇન્ડસ્ટ્રી ના પાર્ટનર જેવા કે ઈકો ફાઈ, ઈવવો ઇન્વર્ટર, ઈસીઈ પેનલ, સાંઈ કેબ ટેક, યુવાન એનર્જી, ઝોડીયાક એનર્જી, મેક પાવર, એરોકોમ્પેક્ટ અને સનઅનાલાયઝર દ્વારા ગ્રીન ઉર્જાને પ્રમોટ કરી સરકાર શ્રી ના સમગ્ર દેશ માં સૌર ઉર્જા અપનાવાના મિશનને સરળ બનાવવાનું લક્ષ્ય રાખે છે
ચાર સૂર્ય રથ ગોવા થી ગુજરાત ની યાત્રા પર નીકળ્યા છે , અને ત્યાંથી રાજસ્થાન, હરિયાણા , દિલ્હી , ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યો માં ફરશે. આ સૂર્ય રથ ગુજરાત માં અંદાજે 20 જેટલા દિવસો ફરશે અને ગુજરાત માં તેને દરેક શહેરો માં ઘણો સારો પ્રતેસાદ મળી રહ્યો છે . તે લગભગ 30 થી 40 જેટલા શહેરો માં ફરવાની અપેક્ષા રાખે છે , સૂર્ય રથ યાત્રા સૌર ઉર્જા અપનાવાના ઉદ્દેશ્ય ને ઝડપી બનાવ માટે એક આકર્ષક માધ્યમ તરીકે સેવા આપે છે . જે રૂફ ટોપ સોલાર સિસ્ટમ લગાવ માટે લોકો માં જાગૃતિ લાવાનું કામ કરે છે .
અનેક સમુદાયો, વ્યવસાયો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સીધી રીતે જોડાય યાત્રા પર્યાવરણીય જવાબદારી ની ભાવનાને ઉતેજના આપશે અને લોકો ને સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય તરફ જવા માટે પ્રેરણા આપશે. સૂર્યરથ યાત્રા ગુજરાતમાં દ્વારકા, રાજકોટ, મહેસાણા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સુરત, વાપી જેવા શહેરોને તથા ઇજનેરી કૉલૅજો ની મુલાકાત લેશે અને આવનારી પેઢીઓને સ્વચછ અને હરિયાળી ઉર્જા ની વિસેસ્તાઓ વિશે માહિતગાર કરશે
સૂર્યરથ યાત્રા નો મુખ્ય ઉદેશ્ય લોકોને સૂર્ય ઉર્જા વિશે માહિતી પૂરી પાડી જાગૃકતા લાવાનો છે , આ યાત્રા લોકો ને સોલાર પી વિ સિસ્ટમ ના ખર્ચ સામે તેની વેસેસ્તાઓ અને ફાયદાઓ બતાવી પ્રોત્સાહન આપવાનો છે જેથી વધુ માં વધુ લોકો આ સ્વચછ ઉર્જા નો ઉપયોગ કરે.
જે રીતે ભારત આબોહવા પરિવર્તન સામે જજુમી રહ્યું છે અને તેના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે સૂર્યરથ યાત્રા જેવી પહેલો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત નો ઉપયોગ કરવાની પ્રેરણા આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે . મોબાઈલ માહિતી હબ તરીકે સૂર્ય રથ યાત્રા નો નવીન ઉપાય કરી ગુજરાત સરકાર અને તેના ભાગીદા
રોની ગ્રીન