ગુરુના હાથોથી કામ કરે છે,ગુરુના મુખથી રસ લે છે અને ગુરુના માધ્યમથી જ બોલે છે,સાંભળે છે.
આઝાદીના અમૃત મહોત્સવના સમાપન વખતે યોજાયેલી રામકથા દિલ્હીથી બીજા દિવસે બોલતા બાપુએ કહ્યું કે અમીય મુરીમય ચૂરણ ચારુ-નો અર્થ એવું ચૂર્ણ જે ગોળી કરતા વધારે સારું હોય અને એ વિશ્વાસનું ચૂર્ણ છે.મારી મા એ એવું ચૂર્ણ મને બતાવેલું.ગુરુના વચનામૃતને કિરણ કહે છે એ આપણા ફાયદા માટે છે.કારણ કે આપણે સૂરજની નજીક નહીં જઈ શકીએ.સૂરજના કિરણને આપણી પાસે આવતા ૮-૯ મિનિટ લાગે છે,આટલું અંતર આપણા જેવા લોકો કઈ રીતે કાપી શકે! ગુરુરૂપી પુરા સૂર્યને જોવાની કોશિશ કરવામાં આપણે નજીક જઈશું,વધારે જઈશું અને કોઈ નિશ્ચિત અંતર નહીં રાખીએ તો એની આગમાં ખાખ થઇ જાશું. આપણા માટે પૂરો સુરજ નહીં એક કિરણ જ કાફી છે.
જાસુ બચન રવિ કર નીકર-એવું કહ્યું છે. ગુરુ સાથે આંખ નહીં મેળવી શકીએ. સૂરજની રોશની જ સૂરજને દેખતો બંધ કરી દે;ગુરુનો પ્રભાવ જ ગુરુને દેખતો બંધ કરી દે એ ખોટનો ધંધો છે.એટલે ગુરુના ઘરેથી કિરણ આવે છે.
બિનુ પદ ચલઇ,સુનઇ બિનુ કાના;
કર બિનુ કરમ કરઇ બિધિ નાના.
આનન રહિત સકલ રસ ભોગી;
બિનુ બાની બક્તા બડ જોગી.
તન બિનુ પરસ નયન બિનુ દેખા;
ગ્રહઇ ઘ્રાન બિનુ બાસુ અસેષા.
પરમાત્મા ઇન્દ્રિયોથી બહાર-ગોતિત છે,ઇન્દ્રિયાતિત છે.એ ગુરુઓના કદમોથી ચાલે છે,ગુરુને માધ્યમ બનાવે છે.એ કહે છે તારી પાસે આવ્યો એ હું જ છું.
આપણે ઘણું ચૂકી જઈએ છીએ,પહોંચતા પહોંચતા પડી જઈએ છીએ.
જો સહી દુઃખ પરછિદ્ર દુરાવા;
બંદનીય જેહિ જગ જસ ભાવા.
એ ધન્ય વંદનીય છે જેને યશ માંગ્યો નથી,યશ મેળવ્યો છે.બીજાના છિદ્ર છુપાવ્યા છે.
ઈશ્વર ગુરુના માધ્યમથી જ સાંભળે છે.ગુરુના હાથોથી કામ કરે છે,મુખ નથી;ગુરુના મુખથી રસ લે છે અને ગુરુના માધ્યમથી જ બોલે છે અને સાંભળે છે.
કોઈપણ યજ્ઞમાં છ વસ્તુની પૂજા થવી જોઈએ: આચાર્ય,રાજા,ઋત્વિજ,પરિજન એટલે કે નાતીલા અને મહાપુરુષ વડીલ.મહાભારતમાં યુધિષ્ઠિર મોટો યજ્ઞ કરે છે ત્યાં બધા જ આવેલા છે એ વખતે પૂછવામાં આવે છે કે માર્ગદર્શન આપો અગ્ર પુજા કોની થવી જોઈએ? ગુરુ,પરિજન,આચાર્ય,રાજા પિતા ઋત્વિજ બધા જ છે.સહદેવ નિર્ણય કરીને કહે છે કે આ બધા જ-છ અહીં હાજર હોવા છતાં કૃષ્ણની પૂજા થવી જોઈએ.એ વખતે શિશુપાલ ખૂબ બોલે છે.બાપુએ કહ્યું કે તમે ખુદ વાંચી લેજો કારણ કે મોરારીબાપુ બોલશે તો ફરી ખોટા અર્થ કાઢવામાં આવશે અને નેટવર્ક બનાવી બનાવી અને ખૂબ જ ખોટી રીતે એને મોટું સ્વરૂપ આપવામાં આવશે.જેણે મહાભારત જોયું નથી,હજી પારણામાં જ ઝૂલી રહ્યા છે એવા લોકોએ કોઈ શાસ્ત્ર જોઈને કોમેન્ટ કરવી જોઈએ.શિશુપાલમાં ત્રણેય દેખાય છે એની આંખમાં ઈર્ષા,મનમાં દ્વેષ અને જીભ ઉપર નિંદા છે. શ્રીમદ ભાગવતનો પાઠ પણ જોઈ લેશો મારી યાત્રામાં મે ઘણા રોગ જોયા પણ ત્રણ રોગ પકડ્યા છે:ઈર્ષા નિંદા અને દ્વૈષ ક્યારેક કોઈ એક જ વ્યક્તિમાં આ ત્રણેય હોય છે.શિશુપાલ ખૂબ બોલ્યો છે અને સુદર્શન ચાલ્યું શિશુપાલનું તેજ કૃષ્ણમાં ભળી જાય છે શિશુપાલ પામી ગયો. ત્રણ જન્મમાં વેરી બનીને ઈશ્વર મળશે એવો શ્રાપ હતો.પરમાત્મા ઇન્દ્રિયોથી મુક્ત છે પણ ગુરુના માધ્યમથી એ સ્પર્શે છે જુએ છે એટલે જ કિરણ માગો આખેઆખો સૂરજ ન માંગો. ગુરુના વચનામૃત પણ અમૃત છે ગુરુનું ચરણામૃત પણ અમૃત છે પણ આપણી એટલી પણ ઓકાત નથી એ જ કૃપા કરે છે. કૃષ્ણ આખી ગીતામાં વચનામૃતને અંતે ચરણામૃત અર્જુનને આપે છે.ચરણામૃતનો અર્થ ચરણ રજ પ્રાપ્ત કરવાની જે આપણા ભવ રોગનું શમન કરે છે.
મારા દાદાજીના ચરણની રજ મારી મા કહેતી કે એક ડબ્બીમાં ભરી લેવી અને એ જ અમારું વિશ્વાસ ચૂર્ણ છે અને એનું પ્રમાણ તમારી સામે રહેલો મોરારીબાપુ છે.ન દેખાય એવું ગુરુનું ભજનામૃત પણ અમૃત છે.ભારતનો અર્થ કહેતા બાપુએ કહ્યું ભ એટલે નભ.ભગવાન કૃષ્ણ અર્જુનને ભારત કહીને ઘણી વખત સંબોધન કરે છે.ભારત વૈશ્વિક શબ્દ છે.શકુંતલાનો ભરત,અવધૂત શિરોમણી શ્રીમદ ભાગવતના જડભરત અને રામચરિત માનસના પ્રેમ મૂર્તિ ભરત.ભ-નો એક અર્થ જ્ઞાન થાય છે જે જ્ઞાનમાં રત છે,જ્ઞાનમાં જ સર્વસ્વ છે એ ભારત છે. ટાગોરે ઠીક કર્યું ભારત ભાગ્ય વિધાતા કહ્યું. રામ જાનકીજીને કહે છે કે પુષ્પક મારા સંકલ્પથી ચાલે છે ક્યારેક દેવગતિથી ક્યારેક તીવ્ર ગતિ ક્યારેક ગરુડ ગતિથી ઉડે છે.જેની રતિ પ્રીતિ જ્ઞાનમાં વિજ્ઞાનમાં છે એ ભારત છે.ભ-નો મતલબ નભ થાય છે ર-એટલે પૃથ્વી અને ત-એટલે પાતાળ.જે આકાશ ધરતી અને પાતાળ સુધી વિચાર દ્વારા સંસ્કાર દ્વારા સમર્પણ દ્વારા ઘેરી રાખે છે એ ભારત છે.કથામાં નામ મહિમાનું ગાન કરવામાં આવ્યું.
Box
અમૃત શેર:
બુરે વક્ત મેં ભી જો તુમસે જુદા ન હો;
ગૌર સે દેખના કહીં ખુદા ન હો!
અદબ કીજીએ હમારી ખામોશી કા;
આપકી ઔકાત છીપાયે ફિરતે હૈ!
મેરી તલબકે તકાજે પે થોડા ગૌર તો કર!
મેં તેરે પાસ આયા હું ખુદા કે હોતે હુએ ભી!
હાદસે રોજ,હરરોજ હી કતરા કે ગુજર જાતે હૈ; જાને કૌન હૈ વો જો મુજકો દુઆ દિયે જાતે હૈ!
મેરા અખલક કહેતા હૈ મેં ઉસકે હાથ ધૂલવાઉં;
સુના હૈ ઉસને મેરે નામ પે કિચડ ઉછાલા થા!
મેં ઝૂક જાઉં તો મસલા હલ હો જાયેગા;
મગર ઈસ સે મેરે કિરદાર કા કત્લ હો જાયેગા. રસ્તામાં સુતેલા પથ્થર આવે છે,
મને થાય કે એને કહું: સીતાવર આવે છે.
બહુ ઝીણી જાળી બાંધી છે બારીએ,
એમાંથી પણ ઝીણા મચ્છર આવે છે.
લાગે છે બહુ ડર એને કંઈ પૂછવામાં,
એનો કેવળ હા માં જ ઉત્તર આવે છે.
લંકામાં પણ આગ નહીં લાગે,
લંકામાં પણ સાધુના ઘર આવે છે.