નો – ફેનોક્સિએથેનોલ’ અને ‘૧૦૦ ટકા વેજીટેરિયન ઓરિજીન’ ચિક્કો બેબી મોમેન્ટ્સ કોસ્મેટિક્સ એ ગુજરાતમાં નવા યુગના માતા-પિતાનું નવું પસંદગીદાર

બાળકોના સંભાળ માટે દુનિયામાં પ્રસિદ્ધ નામ ‘’ચિક્કો’’ જે બાળકો માટે સલામત અને અદ્યતન ઉત્પાદનો ઓફર કરીને નવીનતામાં સૌથી આગળ છે. એટલું જ નહીં ૧૬૦ થી વધુ દેશોમાં પોતાની ઉપસ્થિતિ સાથે ચિક્કો નાના બાળકો માટે શ્રેષ્ઠ પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતા માટે જાણીતું પણ છે.

ચિક્કો બેબી મોમેન્ટ્સે એક દાયકા પહેલા ભારતમાં પેરાબેન્સ મુક્ત બેબી કોસ્મેટિક્સની લોન્ચ  કરીને સલામતી અને સંભાળ માટે એક નવું માનક સ્થાપિત કર્યું હતું. ગયા વર્ષે ચિક્કોએ ફરી એકવાર બેબી મોમેન્ટસ કોસ્મેટિક્સની અદ્યતન ‘નો-ફેનોક્સિએથેનોલ’ રેન્જ લોન્ચ કરીને નવીનતા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરી છે જે બાળકની સંભાળની દુનિયામાં નોંધપાત્ર માઇલ્ડસ્ટોન છે.

પરંતુ સુરક્ષા પ્રત્યે ચિક્કોની પ્રતિબદ્ધતા અહીં અટકતી નથી. ચિક્કો બેબી મોમેન્ટ્સ પ્રોડક્ટ્સ ફેનોક્સિએથેનોલ અને પેરાબેન્સથી મુક્ત હોવા ઉપરાંત તેઓ ટ્રોપોલોન, એસએલએસ, એસએલઇએસ, ડાયઝ અને આલ્કોહોલથી પણ મુક્ત છે, જે સુનિશ્ચિત કરે છે કે માત્ર સૌથી કોમળ તત્વો જ પોતાના બાળકની નાજુક ત્વચાને સ્પર્શે છે.

ચિક્કો બેબી મોમેન્ટ્સને જે વસ્તુ અલગ પાડે છે તે ૧૦૦ ટકા શાકાહારી મૂળના સામગ્રીનો ઉપયોગ કરવા પ્રત્યેનું સમર્પણ છે, જે બાળકોને જરૂરી પોષણ પૂરું પાડવા માટે જાણિતું છે. સલામતી અને પ્રકૃતિ બંનેને પ્રાથમિકતા આપતા ઉત્પાદનોની ડિલિવરી કરવા માટે ચિક્કોની અતૂટ પ્રતિબદ્ધતાનો આ એક પ્રમાણ છે.

ગુજરાતની પોતાની તાજેતરની મુલાકાત દરમિયાન શ્રી રાજેશ વોહરાએ બાળકો માટે શ્રેષ્ઠ પ્રદાન કરવા માટે ચિક્કોમાં ચાલી રહેલા સમર્પણ પ્રત્યે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “ચિક્કોમાં અમે આધુનિકતાની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે અમારા ૬૫ + વર્ષના વૈશ્વિક અનુભવ અને વૈજ્ઞાનિક જ્ઞાન દ્વારા પ્રેરિત છીએ. એક વર્ષ પહેલાં અમે કુદરતી ઘટકોથી ભરપૂર નો-ફેનોક્સિએથેનોલ બેબી કોસ્મેટિક્સ રજૂ કરીને બાળકની સંભાળમાં આગળ વધવાની સફર શરૂ કરી હતી. અમને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર ભારતમાં અને વિશેષ રૂપથી ગુજરાતમાં અમારા ગ્રાહકોને વાસ્તવમાં આ વિકાસને પસંદ કર્યો છે અને અમારો બિઝનેસ અહીં અનેકગણો વિકાસ પામ્યો છે. આ અમારા ગ્રાહકોના અમારા પરના વિશ્વાસનું પ્રમાણ છે અને અમે ખરેખર તેમના આભારી છીએ.”

કોસ્મેટિક ઉત્પાદનોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા પ્રિઝર્વેટિવ ફેનોક્સિથેનોલએ વિવિધ દેશોમાં ચિંતા વધારી છે. યુરોપીયન નિયમો ૧ ટકાના મહત્તમ પર તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે અને જાપાનમાં આને ૧ ટકાના વપરાશ સુધી મર્યાદિત ‘પ્રતિબંધિત ઘટક’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.

શ્રી વોહરા કહે છે કે, ” આને હાલમાં પણ સીમિત માત્રામાં મંજૂરી આપી શકાય છે, પણ આ ઘટક વિશેની વધતી ચિંતાએ ચિક્કોને આજના નવા યુગના ગ્રાહકો માટે સંપૂર્ણપણે ફેનોક્સિએથેનોલ -મુક્ત રેન્જ લોન્ચ કરવા માટે પ્રેરિત કર્યા.”

બેબી મોમેન્ટ્સ કોસ્મેટિક્સ રેન્જમાં ત્રણ કેટેગરીનો સમાવેશ થયો છે, જેમાં જેન્ટલ બોડી વોશ અને શેમ્પૂ, સાબુ અને શેમ્પૂ, મોઇશ્ચરાઇઝિંગ લાઇન, બોડી લોશન, મસાજ ઓઇલ, રિચ ક્રીમ અને બેબી ક્રીમ, ચેન્જિંગ પ્રોડક્ટ્સ, ટેલ્કમ પાવડર અને ડાયપર રેશ ક્રીમનો સમાવેશ થાય છે. આ રેન્જ સ્પર્ધાત્મક મૂલ્ય પર અસાધારણ ગુણવત્તા પ્રદાન કરે છે અને ફાર્મસીઓ, બેબી સ્ટોર્સ, સુપરમાર્કેટ અને ઓનલાઈન પોર્ટલ પર સરળતાથી ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *