ડેડિયાપાડાનો શિક્ષક સાયબર હની ટ્રેપનો ભોગ બન્યો
૧.૧૩ લાખ ગુમાવ્યા
વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો
ટોળકીએ શિક્ષકના ન્યૂડ
વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઇ રૂપિયા ૧.૧૩ લાખ
વસૂલી લીધા
દેડિયાપાડા પોલીસ મથકે
મહિલા સહિત ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવી
રાજપીપલા, તાં13
નર્મદા જિલ્લાની દેડિયાપાડાની સરકારી સ્કૂલનો
શિક્ષક સાયબર હની ટ્રેપનો ભોગ બન્યો છે. યુવતી
સાથે મધમીઠી ગોષ્ઠિ ક૨વામાં ટોળકીએ શિક્ષકના ન્યૂડ
વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઇ રૂપિયા ૧.૧૩ લાખ
વસૂલી લીધા હતા.
દેડિયાપાડા તાલુકાની એક સરકારી શાળાનો ૪૬
વર્ષિય શિક્ષક ચુનીલાલ ગામીયાભાઇ વસાવાના
મોબાઇલ ૫૨એક મહિલાના મેસેજઆવ્યા હતા. જે બાદ બન્ને વચ્ચે મેસેજિંગ અને વીડિયોકોલિંગ શરૂ થયું હતું. ધીમે ધીમે શિક્ષક મહિલાની
મોહજાળમાં ફસાઇ ગયો હતો અને મહિલાના નિર્દેશ
પ્રમાણે વિડીયો કોલિંગ દરમિયાન નિર્વસ્ત્ર થઇ જતા
તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લેવાયું હતું.
બાદમાં તેની પાસે વિડીયો ડીલીટ કરવાના
મહિલાએ પ્રથમ ૫૦૦૦/- માંગ્યા હતા. જે બાદ
દિલ્હી સાયબર ક્રાઇમના ઓફિસર તરીકે રામકુમાર
પાંડે એ એન્ટ્રી કરી હતી. જેને યૂ ટ્યૂબ પરથી
શિક્ષકનો ન્યૂડ વિડીયો હટાવવા સંજય સિંઘ નામના
શખ્સ દ્વારા અને અન્ય આશુતોષ સાહુએ ફોન કરી
૨ વખત એકાઉન્ટમાં ૩૭ હજાર, એક વખત ૨૦
હજાર અને એક વખત ૧૭૭૦૦ નવડાવી કુલ
૧.૧૩ લાખ ખંખેરી લેવાયા હતા. શિક્ષક પૈસા આપી
થાકી ગયા બાદ અંતે દેડિયાપાડા પોલીસ મથકે
મહિલા સહિત ૪ શખ્સો સામે ફરિયાદ નોંધાવી
છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા