કુંદનબહેનની કહાની. – લેખિકા. ભાવિની નાયક.

કુંદન બહેનને સમજણ આવી ત્યાં જ એમની માતા એમને મૂકીને દુનિયામાંથી ચાલી નીકળી. એટલે પિતા ને બે ભાઈની તેમજ ઘરની જવાબદારી કુંદનબહેન પર આવી પડી. તેઓ તેમની જવાબદારી ખુબજ પ્રામાણિકતાથી નિભાવતા હતા. સમયની સાથે તેઓ યુવાન થયા ને તેમના પિતાએ એક સાધારણ ઘરના યુવાન કેતનભાઈ સાથે તેમના લગ્ન કરાવ્યા. કેતનભાઈનો સ્વાભાવ ખુબજ શંકાશીલ.લગ્નના થોડા જ સમયમાં તે કુંદનબહેન પર શંકા કરવા લાગ્યા હતા. લગ્નના બે વર્ષ થયા ત્યાં એમના ત્યાં એક પુત્રનો જન્મ થયો. કુંદનબહેનની ખુશીનો પર ન રહ્યો. પણ કેતનભાઈ હવે પોતાની જવાબદારીમાંથી છટકવા લાગ્યા. પોતાની કમાણી પોતાનામાં વાપરે. ઘરમાં એક રૂપિયો ન આપે. છોકરો મોટો થતા કુંદનબહેને તેણે શાળામાં મુક્યો. અને પોતે રસોઈ બનાવવા જવા લાગ્યા. હવે ઘરમાં કંકાસ વધવા લાગ્યો. કેતનભાઈ એક રૂપિયો ઘરમાં આપે નહીં ને કુંદનબહેન કામ કરવા જાય એ એમને ગમે નહીં એટલે તે રોજ કુંદનબહેનને માનસિક તેમજ શારીરિક ઇજા પહોંચાડે. કુંદનબહેન આ બધું સહન કરે. થોડા વર્ષોમાં એમના ઘરે એક દીકરીનો જન્મ થયો.કુંદનબહેનની જવાબદારી વધી એ ચાર ઘરે રસોઈ કરીને પોતાના બાળકોને ભણાવતા અને પતિનો ત્રાસ સહન કરતા. સમયની સાથે દીકરો મોટો થયો ને સિવિલ એન્જીનીયર બન્યો. તેને સારી નોકરી મળી. તેણે કુંદનબહેનને કહ્યું કે “મમ્મી તે બહુ કર્યું અમારા માટે હવે મારો વારો છે. ” કુંદનબહેને રસોઇનું કામ છોડી દીધું ને ખુશીથી જીવન પસાર કરવા લાગ્યા પણ એ ખુશી માત્ર એક જ વર્ષની હતી. એક સાંજે સમાચાર આવ્યા કે તેમના દીકરાનું એક અકસ્માતમાં અવસાન થયું છે. ફરી એક વાર કુંદનબહેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. તેમણે પરિસ્થિતિ સ્વીકારીને ફરીથી રસોઇ કામ શરુ કર્યું. હવે કેતનભાઈનો ત્રાસ વધી ગયો. તે કુંદનબહેનને ગમેતેમ બોલવા લાગ્યા અને એક રૂમ રસોડાના ઘરમાં જવાન છોકરીની હાજરીમાં તે રાતે છોકરાની માંગણી કરી કુંદનબહેનને શારીરિક અડપલાં કરતા. કુંદનબહેનને ઘણી વાર થતું કે એ ઘર છોડીને જતા રહે,પણ જાય ક્યાં ?પિયરમાં ભાઈઓ પોતાનું માંડ પૂરું કરતા હતા.જો ભાડે રહેવા જાય તો છોકરીની કોલેજની ફી,ઘરનો ખર્ચ કેમ કાઢે?આ વિચારે એ આ બધું જ મૂંગા મોઢે સહન કરી રહ્યા છે. આજે તેઓ ચાર ઘરના રસોડા કરીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે અને કેતનભાઈ એક પણ રૂપિયો આપ્યા વગર ખાઈ રહ્યા છે.આ બધામાં એમની છોકરીનો શું વાંક ??
એક પ્રયત્ન કોઈ જરૂરિયાતમંદને મદદ મળી સકે તે જ.

3 thoughts on “કુંદનબહેનની કહાની. – લેખિકા. ભાવિની નાયક.

  1. You actually make it seem so easy together with your presentation but I in finding
    this topic to be actually something which I believe I’d never understand.
    It kind of feels too complicated and very wide for me. I’m taking a look ahead for your next publish,
    I will attempt to get the cling of it!

  2. Nice post. I learn something totally new and challenging on blogs I stumbleupon everyday.
    It’s always exciting to read articles from other authors and practice a
    little something from their websites.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *