જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે શુક્રવાર સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય જવાનોએ અંતિમશ્વાસ લીધો હતો. આ ત્રણ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ શહિદ થયા છે. જોકે આજે તેમની પત્નીને ડિલેવરી થવાની હોવાથી તેમને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક તરફ તેમનું સંતાન દુનિયામાં આવવાની તૈયારીમાં છે અને બીજીબાજુ મહિપાલસિંહે દુનિયાને અલવિદા કહી દીધું
જમ્મુ-કાશ્મીરમાં આ ત્રણ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહવાળા શહિદ થયા. જવનની પત્નીએ તે જ દિવસે પુત્રને આપ્યો જન્મ.
