રામનું જ્ઞાન,રામનું નામ અને રામનું કામ-ત્રણે થવું જોઈએ.

 

આ યાત્રામાં આખું ભારત ફુલો વરસાવી રહ્યું છે.દક્ષિણના અખબારો કોઈની નોંધ ન લે,એ પણ આપણી યાત્રા(સમાચારો)થી ભરેલા છે,અંગ્રેજી અખબારો પણ આપણી યાત્રાની નોંધ લે છે.

૧૧મો દિવસ તા-૫ ઓગસ્ટ શનિવાર મહાકાલેશ્વર(ઉજ્જૈન).સવારે૧૦થી૧:૩૦

ત્રણ યોગ સમજમાં આવી રહ્યા છે:કર્મયોગ કુંભજનો,ભક્તિયોગ નારદ દ્વારા અને જ્ઞાનયોગની પ્રતીતિ માંધાતાએ કરાવી છે.

નાગરઘાટની પાવન ભૂમિ મમલેશ્વર જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરમ(મ.પ્ર.)ખાતે દસમા દિવસની કથાનો આરંભ કરતા બાપુએ કહ્યું કે બ્રહ્મસત્ય,જગત મિથ્યા એવો ઉદઘોષ કરનાર શંકરાચાર્ય રેવા નદીના તટ ઉપર આવ્યા,બધું જ ભૂલી અને નર્તન કરવા લાગ્યા.ભારતની નદીઓનો આ મહિમા છે,દરેક નદીને ઇતિહાસ છે,પોતાની ગતિ છે,પોતાનો સ્વભાવ છે-એવા આ સ્થાનમાં જ્યાં પ્રગટ અને અપ્રગટ જ્યોતિ બિરાજમાન છે.એક ને આપણે જોઈ શકીએ છીએ,એક અપ્રગટ છે એના દર્શન માટે કોઈ આંખની જરૂર પડે છે.મહાપુરુષો જોઈ શકે છે.એક છે બુદ્ધ પુરુષની નખજ્યોતિ-જેના આપણે દર્શન કરી શકીએ છીએ.આપણા ગ્રંથોમાં એવું પણ લખ્યું છે ગુરુ કુનખ નહીં હોવો જોઈએ,નખપાદની મહદ પૂજા કરીએ છીએ.બીજી છે ગુરુની નેત્રજ્યોતિ કોઈપણ ને મળી જાય… અને ત્રીજી જ્યોતિ આત્મજ્યોતિ છે જે અપ્રગટ છે,એના માટે નવા ચક્ષુ જોઈએ.તુલસીજીએ સાધન બતાવ્યું:ગુરુની નખજ્યોત,જો તેનું સ્મરણ કરો તો-અર્જુનને કહેવું પડ્યું કે તને ચક્ષુ પ્રદાન કરું છું,ગુરુની માત્ર નખજ્યોતિનું ધ્યાન કરવાથી ચિંતન કરવાથી અર્જુનને ગીતા કથન પછી જે મળ્યું એ આપણને એમજ શિઘ્ર મળી જાય.અહીં બે રૂપમાં-એક ઓમકાર રૂપ અને બીજું પાર્થિવ મમલેશ્વર છે,આ જ્યોતિર્લિંગ છે.હું કહેતો હોઉં છું કે મંદિરમાં આપણે બે દીવા પ્રગટાવવા જોઈએ.અહીં પરમતત્વએ બે જ્યોતિ પ્રગટાવી છે.સાધના,તપસ્યા,અનુષ્ઠાન અને પ્રયોગની આ ભૂમિ છે.અહીંનો થોડો મહિમા સંતોથી, ગ્રંથોના અવલોકનથી,વિશેષ ગુરુકૃપાથી તેમજ ભજન પ્રભાવથી કહું તો ત્રણ પાત્ર જોડાયેલા છે:બે રામાયણના અને એક વંશ કે કુળના રૂપમાં પણ જોડાયેલું છે.એક ઋષી અગત્સ્ય.બીજું પાત્ર છે ભગવાન કૃષ્ણની વિભૂતિ દેવર્ષિ નારદ અને ત્રીજું પાત્ર છે માંધાતા.આ શોધનો વિષય છે કે ક્યારે અન્નનો આહાર ક્યારે માંસાહાર શરૂ થયો.એક યુવક અને ઋષિકુમારની કથા અને એ વિદ્યાવાન બ્રહ્મચારી ઋષિકુમાર અગસ્ય છે.અગનો અર્થ થાય છે:અચલ. અહીંયા આવીને સાધના કરી.રામનું જ્ઞાન હોવું જોઇએ,રામનું નામ લેવું જોઈએ અને રામનું કામ પણ કરવું જોઈએ.અહીં એક જ્ઞાન સાથે,એક કર્મ સાથે એક ભક્તિ સાથે જોડાયેલી કથા છે.વિંધ્યાચળ-એક નાસ્તિકવાદ-વધતો જ ગયો અને કુંભજે એને રોક્યો છે. કર્મથી બધાને પ્રવૃત્ત કરીને સંપન્ન સમાજ નિર્માણ કર્યો અને સુખ સમૃદ્ધિ અને ભૌતિકતાને કારણે સમાજ ભાવ અને ભગવદ સ્મરણ ભૂલી ગયો.અગત્સ્યે મહાદેવને યાદ કર્યા મહાદેવ એક પ્રણવ રૂપમાં એક પાર્થિવરૂપમાં આવ્યા ભાવનું સર્જન કેમ કરવું?મહાદેવએ કહ્યું કે હવે હું ભક્તિયોગ માટે નારદને મોકલું છું.નારદ આવ્યા, જોયું આખો સમાજ ભૌતિકતામાં ડૂબી ગયો છે. અતિભૌતિકતા ભાવને ચૂસી લે છે.વિંધ્યાચળ પર્વતમાળામાં નારદ આવ્યા.શિવની આરાધના કરી,શિવ પ્રગટ્યા અને કહ્યું કે ગામડે-ગામડે જાઓ, ભજન ભક્તિ ફેલાવો.એ જ નારદના કદમ ઉપર આપણે આજની સુવિધાનો સ્વીકાર કરીને યાત્રા કરી રહ્યા છીએ.કોઈ કહે બાપુ તમારે પદયાત્રા કરવી જોઈએ!બાપુ કહે હવે તો પદયાત્રા પદ માટે થતી હોય છે!!આ યાત્રામાં આખું ભારતે ફુલ વરસાવી રહ્યું છે.દક્ષિણના અખબારો કોઈની નોંધ ન લે,એ પણ આપણી યાત્રા(સમાચારો)થી ભરેલા છે,અંગ્રેજી અખબારો પણ આપણી યાત્રાની નોંધ લે છે.

નારદે યાત્રા કરી શિવોભૂત્વા શિવંયજેત જયાં પૂજા શિવની,પૂજા કરનાર પણ શિવ છે. અહીં બે છે જ નહીં એ જ્ઞાન છે. ભાવ આવી ગયો પણ સમજ અને જ્ઞાનની જરૂર હતી.એ જ વખતે દસ્યુ સમાજ આવ્યો.ભારત ઉપર હુમલો કર્યો.અનેક વિચારધારાઓએ એને સમર્થન આપ્યું.આપણી દૈવી સંપદાઓ લૂંટવા લાગ્યા અને એ વખતે જ્ઞાનની જરૂર પડી.જ્ઞાન બનીને માંધાતા આવે છે. એ કહે છે કે તું શિવ બનીને શિવની પૂજા કર! માત્ર ભારત,માત્ર મહાદેવ જ કહી શકે કે તું પણ શિવ છો. માંધાતાનો એક અર્થ છે હું મને જ ભજુ છું.જેના બે પુત્ર-મુચકુંદ અને અમરીશ થયા.આમ ત્રણ યોગ સમજમાં આવી રહ્યા છે:કર્મયોગ કુંભજનો,ભક્તિયોગ નારદ દ્વારા અને જ્ઞાનયોગની પ્રતીતિ માંધાતાએ કરાવી છે.

કથાયાત્રા પ્રાચિન અને વિશ્વવિખ્યાત મહાકાલની નગરી ઉજ્જૈનમાં આજે ૧૧માં દિવસની કથાનો શ્રવણલાભ લેશે.

કથાવિશેષ:

વિશિષ્ટ ભસ્મ આરતી માટે વિખ્યાત મહાકાલનું અનોખું છે મહત્વ:

મહાકાલેશ્વર એક આદરણીય હિંદુ મંદિર છે અને ભગવાન શિવને સમર્પિત બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે.તે ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના પ્રાચીન શહેર ઉજ્જૈનમાં આવેલું છે. આ મંદિર ભારતના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંનું એક છે અને ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.

મહાકાલેશ્વર મંદિર રુદ્ર સાગર સરોવરના કિનારે આવેલું છે અને તે તેના અનન્ય સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે. મંદિરની ઉત્પત્તિ પ્રાચીન સમયથી શોધી શકાય છે, અને તે સદીઓથી અનેક નવીનીકરણ અને વિસ્તરણમાંથી પસાર થયું છે.

મહાકાલેશ્વર મંદિરમાં મુખ્ય દેવતા ભગવાન શિવ છે, જે બ્રહ્માંડના શાશ્વત પ્રકાશનું પ્રતિનિધિત્વ કરતા જ્યોતિર્લિંગના રૂપમાં પૂજાય છે. લિંગ, ભગવાન શિવનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ,મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવ્યું છે.

મંદિર તેની વિશિષ્ટ ભસ્મ આરતી માટે જાણીતું છે, એક ધાર્મિક વિધિ જ્યાં પૂજારીઓ દ્વારા ભગવાન શિવને અર્પણ તરીકે લિંગને પવિત્ર રાખ (ભસ્મ)થી શણગારવામાં આવે છે. ભસ્મ આરતી વહેલી સવારે થાય છે અને મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષે છે.

ઉજ્જૈન, શહેર જ્યાં મહાકાલેશ્વર આવેલું છે, તે હિંદુ ધર્મમાં સાત પવિત્ર શહેરો (સપ્ત પુરી) પૈકીનું એક માનવામાં આવે છે.તે સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે, અને મંદિર સિવાય, મુલાકાતીઓ શહેરના અન્ય પ્રાચીન મંદિરો અને ઐતિહાસિક સીમાચિહ્નોનું અન્વેષણ કરી શકે છે.

મંદિરની ભવ્યતા,આધ્યાત્મિક વાતાવરણ અને તેના ઉપાસકોની ભક્તિ મહાકાલેશ્વરને દેશભરના અને બહારના યાત્રાળુઓ માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનાવે છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *