કાંટા સુગંધી કવચ પહેરી પહોંચ્યા તાજે પુષ્પો બિચારાં અનાથ ડાળીએ સડે છે -મિત્તલ ખેતાણી

મહદનાં સ્વપ્નસૂર્ય તો મળસ્કે ઢળે છે

નદીઓ સમુદ્રને મળ્યાં વિના જ વળે છે
કૌરવો પાંડવોને કળિયુગે ખૂબ ભળે છે

ધ્યેય,પુરુષાર્થ કે કર્તવ્ય નથી થતાં પૂર્ણ
મહદનાં સ્વપ્નસૂર્ય તો મળસ્કે ઢળે છે

કૃષ્ણ તો કૃષ્ણત્વ કરશે જ એ સાચું પણ
દ્વારપાળો તો સુદામાને હજી ય નડે છે

મૂર્તિનો ઈશ્વર તો વ્યાપ્ત છે દરેક શેરીએ
માણસ સાચો ક્યાં દરેક શહેરે મળે છે

કાંટા સુગંધી કવચ પહેરી પહોંચ્યા તાજે
પુષ્પો બિચારાં અનાથ ડાળીએ સડે છે

-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *