5 ઓગસ્ટ 2019
કલમ 370 અને 35A હટાવવાની પડદા પાછળની વાત.
1950 થી શરૂ થયેલ અને ઈતિહાસ માં ઓઝલ થયેલ સંઘર્ષગાથા ની વાત.
[04/08, 11:13] Dr Kanan. Wrighter: એક ભારત શ્રેષ્ઠ ભારત… “એક દેશ એક વિધાન” … 1950 ના દશક થી અનેક રાષ્ટ્રપ્રેમીઓ નાં અવિરત પરિશ્રમ, લોહિયાળ સંઘર્ષ અને સર્વોચ્ચ બલિદાન …. દશકો નાં સંઘર્ષ પછી આજે એ ધ્યેય પૂર્ણ થયેલ છે.
આવતી કાલ… તા. 5 ઓગસ્ટ.
ભારત નાં ઈતિહાસ માં સુવર્ણાક્ષર થી અંકિત દિવસ.
આ જ દિવસે એક ઝાટકા માં પ્રધાનમંત્રી મોદી જી, ગૃહમંત્રી શાહ જી અને કેન્દ્રીય સરકારે દ્રઢ નિર્ધાર શક્તિ, સૂક્ષ્મ વ્યૂહ રચના સાથે ધારા 370 દૂર કરી એક નવો ઈતિહાસ રચેલ છે.
સંઘર્ષ થી સફળતા સુઘી ની ગાથા, પણ, આજે એક દીવો એ શહીદો ના નામ સાથે તમે જરૂર પ્રગટાવજો… જેઓ એ “એક દેશ એક વિધાન” માટે ત્યારે 1950-51 માં માભોમ માટે સર્વોચ્ય બલિદાન આપેલ.
પ્રજા પરિષદ ચળવળ( વર્ષ ૧૯૫૦-૫૧) નાં શહીદોની યાદી:
1. મેલા રામ, છમ્બ, તાલુકો – અખનૂર
2. નાનક ચંદ, જોડિયાં, તાલુકો – અખનૂર
3. બસંત ચંદ, જોડિયાં, તાલુકો – અખનૂર
4. બલદેવ સિંહ, જોડિયાં, તાલુકો – અખનૂર
5. સાઈ સિંહ, જોડિયાં, તાલુકો – અખનૂર
6. બર્યમ સિંહ, જોડિયાં, તાલુકો – અખનૂર
7. ત્રિલોક સિંહ, જોડિયાં, તાલુકો – અખનૂર
8. ક્રિષ્ન લાલ, સુંદરબની, તાલુકો – નૌશેરા
9. બાબા રામજીદાસ, સુંદરબની, તાલુકો – નૌશેરા
10. બેલી રામ, સુંદરબની, તાલુકો – નૌશેરા
11. બિહારી લાલ, હીરા નગર, તાલુકો – હીરા નગર
12. ભીષ્મ સિંહ, હીરા નગર, તાલુકો – હીરા નગર
13. શિબ્બા, બલ્લીહોટ, તાલુકો – રામબન
14. દેવીશરણ, બલ્લીહોટ, તાલુકો – રામબન
15. ભગવાન દાસ, કાંઠી, તાલુકો – રામબન
5 ઓગસ્ટ 2019
કલમ 370 અને 35A હટાવવા ની પડદા પાછળ ની વાત.
તે 4 ઓગસ્ટ 2019 નો દિવસ હતો, દરેક ભારતીય માટે રાબેતા મુજબ દિવસ ઉગ્યો હતો… પણ , ભવિષ્ય માં સુવર્ણ અક્ષરો થી અંકિત થનાર ઈતિહાસ વિધી વિધાન થી લખાઈ રહ્યો હતો.
દેશ ના પાટનગર દિલ્હી ના સંસદીય સંકુલમાં જબરદસ્ત ચહલ પહલ હતી, ગૃહમંત્રીએ એક ગોપનીય અને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, હતી જેમાં એનએસએ અજીત ડોભાલ જી, ગૃહ સચિવ, RAW અને IBના વડાને બોલાવવામાં આવ્યા હતાં.
મીટિંગ નું કારણ 2 ઓગસ્ટ 2019ના રોજ તત્કાલિન યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી થઈ હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, “તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવા માટે તૈયાર છે.” તેનો અર્થ હતો… ભારત ના આંતરિક મુદ્દા માં ત્રીજા દેશ નું આમંત્રણ વગર નું આગમન!
શાહ જી અને ડોભાલ જી આ ભાષણ અને અમેરિકા નું વલણ પચાવી શક્યા ન હતા.
IB અને RAW ચીફ સાથે કેટલીક મહત્વની વાતચીત થઈ અને પછી 4 ઓગસ્ટ ની એ ગોપનીય અને સંવેદનશીલ મીટિંગ પૂરી થઈ.
છેલ્લા 3-4 દિવસથી મીડિયા અને સોશિયલ મીડિયામાં ગુસપુસ થઈ રહી હતી કે ‘કાશ્મીરમાં કંઈક મોટું થવાનું છે’.
બીજા દિવસે,
5મી ઓગસ્ટ 2019ના રોજ સવારે 9:30 કલાકે CCS (કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટી)ની બેઠક વડાપ્રધાન જી ના નિવાસસ્થાને યોજાઈ હતી…ત્યાર બાદ લગભગ સવારે 10:30 વાગ્યે ગૃહમંત્રી જી સંસદ જવા રવાના થયા હતા. …મીડિયા અને વિપક્ષને લાગતું હતું કે લોકસભામાં કંઈક થશે, પરંતુ અમિત શાહ જી બ્રાઉન કલર નું જેકેટ પહેરીને રાજ્યસભામાં પ્રવેશ્યા… અને, આજે શું થવાનું છે તેની કોઈને ખબર નહોતી.
લગભગ 11 વાગે અમિત શાહ જી ઉભા થયા, અને તેમણે પહેલા કલમ 370 અને 35A ના વિવાદિત ભાગોને નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો
અને
પછી તેમણે જમ્મુ અને કાશ્મીર રાજ્યને 2 નવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો.
વિપક્ષ, મીડિયા અને સરકારના સમર્થકો પણ સમજી શક્યા નહીં કે શું થયું ?!?
વિપક્ષે હોબાળો મચાવ્યો, જ્યારે કેટલાક નિષ્ણાતોએ આ પગલાં ને ” શાસકીય સરકાર ની આત્મઘાતી પ્રતિક્રિયા” કહી અથવા તૈયારી વિના લેવાયેલું પગલું ગણાવ્યું…
પરંતુ,
5 ઓગસ્ટ 2019ના રોજ જે થયું તેની તૈયારીઓ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી હતી.
આજે આપણે તેની તૈયારી વિશે વાત કરીશું, શું થયું, કેવી રીતે થયું, કોણે કર્યું…👇👇
આઝાદી પછીથી જમ્મુ-કાશ્મીર આપણા માટે મુસીબતનું કારણ રહ્યું છે, યુદ્ધો પણ કાશ્મીરને કારણે થયા છે, ત્યારબાદ આ પ્રદેશ આતંકવાદનું કારણ પણ બન્યો છે. જમ્મુ-કાશ્મીરમાં માત્ર 2 પરિવારોનું શાસન રહ્યું : મુફ્તી અને અબ્દુલ્લા…
આ સિવાય કોંગ્રેસે પણ સત્તા મેળવી, પરંતુ તેમનો પ્રભાવ વધારે નહોતો. આ તમામ પક્ષોએ એક વણકહી વ્યવસ્થા બનાવી દીધી હતી કે રાજ્યમાં કોઈ બહારનો પક્ષ ખીલી ન શકે, દરેક વખતે આ લોકો ચાલાકી કરીને સત્તામાં આવતા હતા. કાશ્મીર ખીણમાં વધુ બેઠકો છે, તેથી જેણે ખીણ પ્રદેશ પર લગામ રાખી તેણે તેના પર શાસન કર્યું.
પરંતુ આ બધું બદલાવાનું હતું, અને પરિવર્તન 1લી માર્ચ 2015 ના રોજ શરૂ થયું….જ્યારે ચૂંટણી પછી ભાજપ અને પીડીપી એક સાથે આવ્યા અને સરકાર બનાવી….આર્ટિકલ 370 હટાવવાનો શિલાન્યાસ તે દિવસે જોરાવર સિંહ સ્ટેડિયમમાં કરવામાં આવ્યો. જ્યારે મુફ્તી મોહમ્મદ સઈદે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે વડાપ્રધાન મોદી જી પણ ત્યાં બેઠા હતા.
બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને આ સાથે જ ખાસ કરીને પક્ષ સમર્થકો દ્વારા ભાજપનો વિરોધ પણ શરૂ થયો. એ પણ સ્પષ્ટ હતું કે પીડીપી એક એવી પાર્ટી છે જેણે પાકિસ્તાનને લઈને નરમ વલણ અપનાવ્યું છે, આતંકવાદ ફેલાવનારા લોકોને સમર્થન આપવું પણ આ લોકોનું કામ હતું… ભાજપ ના પાયા ના કાર્યકરો અને નીચલી હરોળ ની નેતાગીરી ની નારાજગી અને આક્રોશ સહજ હતો.
પરંતુ રાજકીય શતરંજ ની એ ચાલ થી હવે કેટલાક ફેરફારો આવવા લાગ્યા હતા, જમ્મુ-કાશ્મીરમાં ભાજપ ના પ્રવેશ સાથે કેટલાક એવા કામો થયા હતા, જેના કારણે 5 ઓગસ્ટ 2019નું મોટું કામ થયું.
2016-2017 વચ્ચે કાશ્મીર ખીણમાં NIA પ્રવેશ સૌથી પહેલી વાત હતી.
NIA એ કાશ્મીરી અલગતાવાદીઓ અને આતંકવાદી સમર્થકો, ઓવર ગ્રાઉન્ડ વર્કર્સના ભંડોળના સ્ત્રોતો પર તોડફોડ કરી અને કાશ્મીરમાં દાયકાઓથી કાર્યરત હવાલા નેટવર્ક પર પણ કાર્યવાહી કરવાનું શરૂ કર્યું.
સેના અને અર્ધલશ્કરી દળોને આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મુક્ત હાથ આપવામાં આવ્યો હતો… જો તમે ડેટા પર નજર નાખો, તો તમે જોશો કે સેનાએ ઘણા બધા એન્કાઉન્ટર કર્યા છે અને દરરોજ નવી રીતે આતંકવાદીઓને મારવાનું શરૂ કર્યું હતું.
રામ માધવ જી ના નેતૃત્વમાં આરએસએસે પણ કાશ્મીરમાં જગ્યા બનાવવાનું શરૂ કરી દીધું હતું, જોકે ધીમે ધીમે, પરંતુ તેઓ સામાન્ય લોકો સાથે જોડાવા લાગ્યા હતા. આરએસએસે પંચાયત સ્તરે કામ કર્યું, જેનો ફાયદો આગામી પંચાયત ચૂંટણીમાં દેખાયો.
આ તમામ ઘટનાઓએ પીડીપી અને ભાજપ વચ્ચે અણબનાવ શરૂ કરી દીધો, આ દરમિયાન કોંગ્રેસ અને એનસીપીએ પણ પીડીપી સાથે સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી. હવે જો આવી સરકાર બની હોત તો ભાજપ ફરીથી સિસ્ટમમાંથી બહાર થઈ જાત અને કલમ 370 હટાવવાનું સપનું ક્યારેય પૂરું ન થયું હોત.
વાસ્તવિક રમત 20 જૂન 2018 ના રોજ થઈ હતી, જ્યારે રાજ્યપાલ વોહરાજી એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જાહેરાત કરી હતી. વિરોધ પક્ષો અવાચક, ચોંકી ગયા હતા… આ તેમના માટે અણધાર્યું રાજકીય પગલું બની રહ્યું.
તે પછી કેટલાક મુખ્ય હોદ્દા પર નિમણૂકો કરવામાં આવી હતી, બીવીઆર સુબ્રમણ્યમ જી ની મુખ્ય સચિવ તરીકે નિમણૂક… નક્સલવાદી નિષ્ણાત વિજય કુમાર જી અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય સચિવ બીબી વ્યાસ જી ને રાજ્યપાલના સલાહકાર બનાવવામાં આવ્યા. આ પછી સત્યપાલ મલિક જી ને જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા. આ બધી નિમણૂકો ખાસ વિચાર અને ચર્ચાઓ પછી ચોક્કસ હેતુઓ પૂરા કરવા માટે કરવામાં આવી હતી.
દરમિયાન, રમઝાન દરમિયાન પણ આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી માટે રોક લગાવવાની વાત નકારી કાઢવામાં આવી હતી અને આતંકવાદીઓ લગભગ સંપૂર્ણપણે ખતમ થઈ ગયા હતા. કાશ્મીર ખીણમાં હજારો અર્ધલશ્કરી દળો મોકલવામાં આવ્યા હતા, એનએસજીને પણ તાલીમના નામે સુરક્ષા ગ્રીડના ભાગરૂપે મોકલવામાં આવી હતી.
ઓક્ટોબર 2018 માં જ J&K બેંક પર કાર્યવાહી શરૂ થઈ હતી, જ્યાં ભ્રષ્ટાચાર અને નાણાકીય અનિયમિતતાના ઘણા પુરાવા પણ મળ્યા હતા… અને સરકાર ની પૂર્વ સાથીદાર મહેબૂબા મુફ્તીને પણ નોટિસ આપવામાં આવી હતી.
તૈયારીઓ જોરશોર થી ચાલી રહી હતી અને વિપક્ષ પાસે એવો સંકેત પણ હતો કે 2019ની લોકસભા ચૂંટણી પહેલા કાશ્મીર પર કોઈ મોટું પગલું ભરવામાં આવી શકે છે. તેની યોગ્ય તૈયારી પણ શરૂ થઈ ગઈ હતી, અને સરકારના કેટલાક મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને ડ્રાફ્ટ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું,
આ ડ્રાફ્ટ માત્ર કલમ 370 અને 35A હટાવવાનો હતો.
પરંતુ તેના પહેલા 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલો થયો અને કાશ્મીરની સમગ્ર ગતિશીલતા બદલાઈ ગઈ. આપણા જવાનો માર્યા ગયા, અને સરકાર પર તેનો બદલો લેવાનું દબાણ હતું. બદલામાં, બાલાકોટ પર હુમલો કરવામાં આવ્યો, અને 1971 પછી પ્રથમ વખત, આપણી એરફોર્સે એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી.
બાલાકોટ પછી બદલાયેલી પરિસ્થિતિમાં સરકારે આ ડ્રાફ્ટને ત્યાં રોકવાનો નિર્ણય કર્યો અને ચૂંટણીમાં સારી બેઠકો જીત્યા બાદ આ મુદ્દે કંઈક પગલાં લેવાનું વિચાર્યું.
2019 માં, મોદી જી વધુ સારા જનાદેશ સાથે ફરીથી વડા પ્રધાન બન્યા, અને આ વખતે અમિત શાહ જી ને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા, જાણે કોઈ વિશેષ મિશન પાર પાડવાનું હતું.
જૂન મહિનામાં જ 5 ટીમો બનાવવામાં આવી હતી, જૂના ડ્રાફ્ટ પર ફરીથી કામ શરૂ થયું…
તમને ખબર હોવી જોઇએ કે આ ખાસ ટીમમાં કોણ કોણ હતા.
પ્રથમ ટીમ વડાપ્રધાન, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીની હતી, આમાં વડાપ્રધાન કેપ્ટન હતા, જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જી અને અમિત શાહ જી આ ટીમના ખાસ સભ્યો હતા. આ ટીમમાં જે પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, તે ફક્ત આ ત્રણ જ જાણતા હતા.
બીજી રાજકીય ટીમની રચના કરવામાં આવી, જેમાં પીયૂષ ગોયલ જી, ધર્મેન્દ્ર પ્રધાન જી ,ભૂપેન્દ્ર યાદવ જી, પ્રહલાદ જોશી જી, જિતેન્દ્ર કુમાર જી અને હેમંત બિશ્વા સરમા જી સહિત 6 અન્ય નેતાઓ હતા, જેનું કામ વિપક્ષને કેળવવાનું હતું અને આવી સ્થિતિમાં તેને મેનેજ કરવાનું હતું. રાજ્યસભામાં બહુમતી, કારણ કે હજુ પણ ભાજપ કે એનડીએ પાસે રાજ્યસભામાં સાદી બહુમતી નહોતી.
આ નેતાઓને 5મી ઓગસ્ટના રોજ સવારે 10:30 વાગ્યે જ ખબર પડી હતી કે “આ કાયદો આજે જ રાજ્યસભામાં લાવવામાં આવશે”…આવી હતી ગુપ્તતા 😊😊
ત્રીજી એક એક્ઝિક્યુટિવ ટીમ હતી, જેનું કામ કાયદામાં ફેરફાર કરવાનું અને જમીન પર પ્રતિકૂળ પગલાં નો સામનો કરવાનું હતું….આ ટીમના સભ્યો હતા NSA ડોભાલ જી, RAW ચીફ સામંત ગોયલ જી, IBના ડિરેક્ટર અરવિંદ કુમાર જી, ગૃહ સચિવ રાજીવ ગૌબા જી, જ્ઞાનેશ કુમાર જી (અતિરિક્ત સચિવ-જમ્મુ અને કાશ્મીર પ્રભાર)….આ તમામનું કામ ચીન અને પાકિસ્તાન તરફ થી સંભવિત પ્રતિક્રિયા રોકવાનું અને આતંકવાદી ઘટનાઓને રોકવાનું હતું અને જમ્મુ અને કાશ્મીરની દરેક જરૂરિયાત પૂરી કરવાનું હતું.
ચોથી કાનૂની ટીમ હતી, જેમાં અરુણ જેટલી જી, સોલિસિટર જનરલ તુષાર મહેતા જી ,એટર્ની જનરલ વેણુગોપાલ જી, કાયદા અને ન્યાય સચિવ આલોક શ્રીવાસ્તવ જી અને અધિક સચિવ (કાયદો) આરએસ વર્મા જી નો સમાવેશ થતો હતો. આ ઉપરાંત કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ જી આ ટીમના કાયદાકીય સલાહકાર હતા, આ ટીમનું કામ કાયદાકીય રીતે સાઉન્ડ ડ્રાફ્ટ બનાવવાનું હતું, જેથી સુપ્રીમ કોર્ટ દ્વારા પણ તેને હટાવી ન શકાય. આ ટીમે જૂન અને જુલાઈ દરમિયાન અસંખ્ય બેઠકો યોજી હશે, લાઇન બાય લાઇન, કલાકો અને કલાકો સુધી વિચાર-વિમર્શ કર્યો હશે અને અંતિમ ડ્રાફ્ટ તૈયાર કર્યો હશે. આ ટીમનું કાર્ય મુખ્યત્વે 370 અને 35 A હટાવ્યા પછી કાનૂની પ્રતિક્રિયા સામે લડવાનું હતું, કારણ કે વિપક્ષ પાસે વકીલોની ભીડ હતી, તેમજ ન્યાયતંત્રમાં ઓછા લોકો હતા જેઓ આવા કોઈપણ કેસમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરી શકે.
પાંચમી અને છેલ્લી ટીમ વિદેશ મંત્રાલયની હતી, જેમાં વિદેશ મંત્રી જયશંકર જી અને વિદેશ રાજ્ય મંત્રી મુરલીધરન જી હતા. તેમનું કામ વિશ્વને આ પરિવર્તન વિશે જાણ કરવાનું, ભારતનો પક્ષ લેવાનું અને કોઈપણ પ્રકારના રાજદ્વારી હુમલાને તોડી પાડવાનું હતું.
મે મહિનામાં સરકારની રચના પછી, NSA ડોભાલ જી એ કાશ્મીર ખીણની ઘણી મુલાકાત લીધી હતી અને તમામ પ્રકારની માહિતી મેળવી હતી. સરકારની યોજના હતી કે આ કાયદો આગામી સત્રમાં લાવવામાં આવે, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાનના કેટલાક નિવેદનો આવ્યા હતા, જેના કારણે સરકારને એવું લાગી રહ્યું હતું કે કોઈ વિલંબ કરવો દેશ હિત માં નહીં હોય, આ કારણોસર, 25 જુલાઈએ, ચોમાસુ સત્ર 7 ઓગસ્ટ સુધી લંબાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો…પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ નહોતી કે
આપણે ઈતિહાસ રચી રહ્યાં છીએ.
2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો, કારણ કે ટ્રમ્પે અણધારી રીતે કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થીની વાત કરી હતી, આ વાત ભારત સરકાર અને ગુપ્તચર એજન્સીઓ સ્વીકારી રહી ન હતી. વડા પ્રધાન અને ગૃહ પ્રધાન વચ્ચે ફોન ઉપર વાત થાય છે, અને આગળ વધવા સંકેત મળેલો.
તમામ પાંચ ટીમોને સક્રિય કરવામાં આવી હતી, અમિત શાહ જી નો વોર રૂમ સંસદ કાર્યાલયમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેઓ PMO અને સોલિસિટર જનરલ સાથે 24*7 ઓપન લાઇન પર હતા.
ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરના તત્કાલીન મુખ્ય સચિવ (ગૃહ) શાલીન કાબરા જી સાથે વાત કરી અને તરત જ અમરનાથ યાત્રા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો, તમામ શ્રદ્ધાળુઓને તાત્કાલિક પરત ફરવાનું કહેવામાં આવ્યું. મુસાફરોની મદદ માટે સિવિલ સર્વિસ અને સેનાને બોલાવવામાં આવી હતી.
સેના અને અન્ય અર્ધલશ્કરી દળોને એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઈ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું, કાશ્મીર ખીણના સંવેદનશીલ વિસ્તારોમાં અનેક એકમો પોઝીશન લઈ રહ્યા હતાં. આ સાથે એલઓસી પર ભારે હથિયારોની પોઝિશનિંગ પણ કરવામાં આવી હતી, ઉત્તર ભારતના તમામ એરફોર્સ સ્ટેશન હાઈ એલર્ટ પર રહ્યાં, જ્યારે નેવીના ઘણા યુદ્ધ જહાજોએ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સચેત થયેલ. એક રીતે સેના યુદ્ધ માટે તૈયાર હતી.
2 ઓગસ્ટના રોજ, ગૃહ મંત્રાલય અને PMO સવારે 3 વાગ્યા સુધી કામ કરવાનું ચાલુ રાખ્યું. આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન 3જી અને 4થી ઓગસ્ટે પણ કરવામાં આવ્યું હતું, અને શુક્રવારે આ સંદેશ ખૂબ જ મહત્વપૂર્ણ લોકોને આપવામાં આવ્યો હતો કે “5 ઓગસ્ટનો એ નિર્ધારિત દિવસ છે.”
ભાજપના નેતૃત્વને 3 અને 4 ઓગસ્ટના રોજ તમામ સાંસદોને ટ્રેનિંગ આપવાનું કહેવામાં આવ્યું હતું કે આવા કોઈપણ ફેરફાર પછી સંસદમાં, મીડિયા સામે અને જાહેર પ્લેટફોર્મ પર શું બોલવું અને તેમનું સ્ટેન્ડ કેવી રીતે રજૂ કરવું, અને આ ટ્રેનિંગ થઈ, જેમાં કેટલાક મહત્વપૂર્ણ સાંસદોએ પણ ભાગ લીધો.
તે શુક્રવારે અમરનાથ યાત્રા રોકવાના આદેશ બાદ સોશિયલ મીડિયામાં વાતાવરણ ગરમાયું હતું. દરેકને એવો અંદાજ હતો કે કંઈક થવાનું છે, વિવિધ સિદ્ધાંતો અને માસ્ટરસ્ટ્રોક સાથેની વાર્તાઓ સામે આવી રહી હતી.
રવિવાર 4 ઓગસ્ટની રાત્રે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી, અને વડા પ્રધાન મોદી, અમિત શાહ જી અને અજીત ડોભાલ જી એ ફોન પર વાત કરી હતી, અને બીજા દિવસે સવારે CCSની બેઠક પછી, રાજ્યસભામાં આ બિલ રજૂ કરવા માટે સંમત થયા હતા…કારણ કે ટીમ નં. 2 એ કહ્યું હતું કે વિપક્ષ મેનેજ થઈ ગયો છે….હવે બિલ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, લોકસભામાં સંપૂર્ણ બહુમતી છે.
4 ઓગસ્ટની રાત વિદેશ મંત્રાલય માટે પણ મુશ્કેલ હતી, આખી રાત કોમ્યુનિકેશન ડ્રાફ્ટ પર કામ કરવામાં આવ્યું, દુનિયાના દરેક દેશની સરકાર સાથે સંપર્ક કરવાની તૈયારી કરવામાં આવી. કેટલાક મોટા દેશોની સરકારોને જાણ કરવામાં આવી હતી કે અમે…ભારત…વિશેષ પગલાં લેવાના છીએ, અને વિશ્વ ના દેશો તરફ થી ભારત સમર્થનની ખાતરી પણ આપવામાં આવી હતી.
સીસીએસની બેઠક બાદ અમિત શાહ જી રાજ્યસભા પહોંચ્યા અને સવારે 11 વાગ્યાની આસપાસ ઐતિહાસિક ભાષણ આપીને તેમણે આ જોગવાઈઓને હંમેશ માટે બદલી નાખી અને આ 70 વર્ષ જૂની બીમારીનો અંત આવ્યો.
અમિત શાહ જી આ મુદ્દે ભાષણ આપવાનું શરૂ કર્યું કે તરત જ વિદેશ મંત્રાલય એક્શનમાં આવી ગયું અને તમામ દેશોને સંદેશાવ્યવહાર મોકલવામાં આવ્યો. મોટા દેશોને યોગ્ય કોલ કરીને જાણ કરવામાં આવી હતી, આ કાયદાના દરેક પાસાઓ પર માહિતી આપવામાં આવી હતી, જેથી કોઈપણ પ્રકારની રાજદ્વારી પ્રતિક્રિયાને દૂર કરી શકાય.
જ્યારે ટીમ 3 ને આદેશો આપવામાં આવ્યા, જમ્મુ અને કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કલમ 144 લાગુ કરવામાં આવી હતી, અજીત ડોભાલ જી થોડા દિવસો માટે કાશ્મીર ખીણમાં રહ્યા હતા. શિયાળા માટે તૈયારીઓ કરવામાં આવી હતી, લોજિસ્ટિક્સ, રેશનિંગ વગેરે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. તે જ સમયે, રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી, જે લોકો રમખાણોના જોખમમાં હતા તેમની ધરપકડ કરવામાં આવી અને હરિયાણા અને ઉત્તર પ્રદેશની જેલમાં ધકેલી દેવામાં આવ્યા… તેથી જ 5 ઓગસ્ટ પછી કાશ્મીર ઘાટીમાં કોઈ હંગામો થયો નહોતો.
તે જ સમયે, ટીમ 5 ના પ્રયત્નો પણ ફળ્યા, કારણ કે તમામ મોટા દેશો, UN ના 5 સ્થાયી સભ્યો, નાટો દેશો, યુરોપિયન યુનિયન દેશો, OIC અને અન્ય ઇસ્લામિક દેશોએ કાં તો આ બાબતે ભારતને સમર્થન આપ્યું હતું, અથવા મૌન રહ્યા હતા.
ટીમ 4ની કાનૂની તૈયારી એટલી મજબૂત હતી કે આ કાયદાની વિરુદ્ધ કોઈ કંઈ કરી શકે તેમ ન હતું, ન્યાયતંત્ર પણ આ કાયદામાં કોઈ છટકબારી શોધી શક્યું ન હતું.
ટીમ 2, જેનું કામ રાજકીય સમર્થન મેળવવાનું હતું, તેણે એક સરસ કામ કર્યું, અને અમુકને બાદ કરતાં, લગભગ દરેક પક્ષે આ બિલોની તરફેણમાં મતદાન કર્યું. આમ આદમી પાર્ટીમાં પણ તેમનો વિરોધ કરવાની હિંમત નહોતી.
તો આ તૈયારી અનુચ્છેદ 370 અને 35A હટાવવાની હતી, આ કોઈ ઘૂંટણિયે ઝાટકો મારવાની પ્રતિક્રિયા નહોતી, જે રાતોરાત લેવામાં આવી હતી,
તેની પાછળ ખૂબ મોટું આયોજન હતું, જેને સાકાર થતાં 3-4 વર્ષ લાગ્યાં, આ દરમિયાન વડાપ્રધાન પર સવાલો ઉભા થયા, PDP સાથે સરકાર બનાવવા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા, પરંતુ તેઓ પહેલા દિવસથી જ જાણતા હતા કે આ સમસ્યાને કેવી રીતે હલ કરવી.
તેમણે તે કરી બતાવ્યું.
હવે આને મુત્સદ્દીગીરી કહો, માસ્ટરસ્ટ્રોક કહો કે બીજું કંઇક કહો, પરંતુ એક વાત ચોક્કસ છે કે આટલી ઝીણવટભરી ચોકસાઇથી આયોજન કરવું અને તેને અમલમાં મૂકવું એ માત્ર મોદીજી જ કરી શકે…નહીં તો છેલ્લા 70 વર્ષમાં કોઇએ આવું કરવાની હિંમત કેમ ન કરી???
*તા. ક.* – એક ઈતિહાસ … જે આજદિન સુધી આપણને કહેવામાં જ નથી આવ્યો… એક ગૌરવપૂર્ણ ગાથા જે સમય સાથે ઈતિહાસ માં ઓઝલ રહી.
આજે ધારા 370 નથી પરંતુ તેને દૂર કરવા માટે દશકો સુધી રાષ્ટ્રવાદીઓ નો અવિરત સંઘર્ષ, પરિશ્રમ રહ્યો છે… આઝાદ ભારત માં પણ દેશપ્રેમી નાગરિકો એ સર્વોચ્ય બલિદાન આપેલ છે.
1950 ના આઝાદ ભારત માં ” એક દેશ એક વિધાન એક પ્રધાન” માટે “પ્રજા પરિષદ આંદોલન” થયેલ અને તત્કાલીન પ્રધાનમંત્રી નેહરુ એ કશ્મીર ના અલગાવવાદી ધર્માંધ મુસ્લિમ શાસક શેખ અબ્દુલ્લા સાથે મૈત્રી નિભાવી ને એ આંદોલન ને કચડી નાંખેલ… એ સમયે પણ આઝાદ ભારત માં દેશ માં સમાન નાગરિક ધારા અને એક બંધારણ ની માંગણી માટે દેશ ના વીર પુત્રો એ પોતાનાં જીવન નું બલિદાન આપેલ.
મોદી જી અને કેન્દ્રીય સરકારે ધારા 370 દૂર કરવા નું અકલ્પનીય ભગીરથ કાર્ય પૂર્ણ કરી એ સમયે શહીદ થયેલ રાષ્ટ્રવાદી ને સાચી શ્રદ્ધાંજલિ આપી છે.
આજે એક દીવો એ શહીદો ના નામ સાથે તમે પણ જરૂર પ્રગટાવજો… માભોમ માટે શહીદ થયેલ આત્માઓ ને શાંતિ મળશે.
17 thoughts on “5 ઓગસ્ટ 2019 – કલમ 370 અને 35A હટાવવાની પડદા પાછળની વાત.”