ગઇ કાલે મારી નજરે, એક સત્ય જોયું મે, અવિશ્વાસ સામે વિશ્વાસ, ચડતો જોયો મે, – જિતેન્દ્ર નકુમ,

ગઇ કાલે મારી નજરે
એક સત્ય જોયું મે,
અવિશ્વાસ સામે વિશ્વાસ
ચડતો જોયો મે,
અસત્ય સામે સત્ય નો
વિજય જોયો મે,
ખોટું હંમેશા ખોટુ જ હોય
એ સાબીત થતું જોયું મે,
લાખ ખોટા મળે તો પણ
એક સાચુ ન હારે જોયું મે,
મહાન ભારત ની મહાનતા
કોણ ટકાવશે તે જોયું મે,
દેશની માઠી દશા કોણ કરે છે
એ પણ આજે જોયું મે,
અસત્ય ના ઇશારા સામે
સત્યનો પડકાર જોયો મે,
અક્કર્મી ની કંગાળતા સામે
કર્મયોગી ગરજતો જોયો મે,
દેશની જનતા ને ઠગતો પક્ષ
આજે ખુલ્લો પડ્તો જોયો મે,
હું કોઇ પક્ષનો નથી
પણ ભારતીય છું
નાગરીક ની વાચા નો
પરિચય જોયો મે,
એક ચંદ્ર અંધકાર હરે
ભલે લાખો તારા નભમાં ફરે
વિરોધ કરો પણ આવો નહીં
દેશ હિતના કામ કરો તો જનતા જય જય કાર કરે..
નકુમ કદીના નકામું લખતો
નજરે જોયું આજ લખે,
સત્ય મોદી ની રાષ્ટ્ર ભક્તિ
જેને જન જન આજ નતમસ્તક નમન કરે….!!!
જિતેન્દ્ર નકુમ,અમદાવાદ 21/7/2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *