રામકથાના છઠ્ઠા દિવસે પ્રારંભે એક મંત્ર:
આશ્ચર્યમ મયી અનંત મહાનબોધિ જીવ વિચય: ઉદ્યંતિ ધ્વનતિ ચ ખેલંતિ ચ સ્વભાવ્યતમ.
દ્રષ્ટા કહે છે કે મને અનંત આશ્ચર્ય થાય છે જ્યારે મહાબોધિ મહાન સાગરને જોઉં છું તો;એમાં તરંગો પરસ્પર એકબીજા સાથે લડતી દેખાય છે,એ એકબીજા સાથે રમત કરે છે અને વિલીન થઈ જાય છે.પણ આ બધું સ્વાભાવિક થઈ રહ્યું છે.શ્રોતાના કાન સમુદ્ર હોય તો વક્તા શું છે?વક્તા ચંદ્રમાં છે. પરીક્ષિતના કાન સમુદ્ર છે,શુકદેવજીનું મુખ ચંદ્ર છે જનકના કાન સાગર છે,અષ્ટાવક્રનું મુખ ચંદ્ર છે. ઋષિઓના કાન સમુદ્ર છે,શોનક મુનિનું મુખ ચંદ્ર છે. કોઈનો ચહેરો જોતા જ કાન તરંગિત થાય છે. આપણે કોઈ બુદ્ધપુરુષના વચન સાંભળવા માટે પ્રબળ બનીએ ત્યારે આપણા કાન તરંગિત થતા હોય છે.દ્ષ્ટા કહે છે કે ત્યાં તરંગો ઊઠે છે,લડે છે,સમાઈ જાય છે,એકબીજા સાથે રમે છે;આ બધી જ ક્રિયા દ્રષ્ટાના રૂપમાં લેવી જોઈએ. ઓશો રજનીશ કહેતા કે મુલ્લા નસરુદ્દીન એક જહાજમાં જઈ રહ્યા હતા ભયંકર તોફાન આવ્યું અને જહાજ ડૂબવા માંડ્યું. કોઈએ પૂછ્યું કે જહાજ ડૂબી રહ્યું છે તમને ચિંતા નથી?મુલ્લાએ કહ્યું કે ડૂબવું હોય તો ડૂબી જાય! જહાજ ક્યાં મારા બાપનું છે! થોડુંક શ્રવણ વિજ્ઞાન આવડી જાય તો આપણે દ્રષ્ટા બની જઇશું.હું શ્રોતા કે યજમાનની પ્રસન્નતા માટે નહીં,સમગ્ર વિશ્વની પ્રસન્નતા માટે કથા કહી રહ્યો છું.શુકદેવની સામે પરીક્ષિત,અષ્ટાવક્રની સામે જનક કે તુલસી એના મનને જ કથા નથી કહેતા,આ ત્રિભુવનનીય ગ્રંથ બની ગયો છે.
જ્યારે શ્રવણની વિદ્યા આવે છે ત્યારે કોઈ પણ ઘટના સંસાર સાગરમાં ઘટે છે એના ઉપર સાક્ષી ભાવ-દ્ષ્ટા ભાવ આવે છે.કાનથી ભગવાનની કથા સાંભળો એ જ ભજન છે. આ વિસ્મિત થવું આશ્ચર્યચકિત થવું એ સારી વાત છે. આપણે આપણી કાનની શ્રવણ વિદ્યાને દીક્ષિત કરીએ. તુલસીજી લખે છે જીનકે શ્રવણ સમુદ્ર સમાના… સમુદ્ર સાત છે:શેરડીના રસનો સાગર,દૂધનો,દહીંનો, મધનો સાગર,ખાંડનો સાગર.સિંધુને તો પાર નહીં કરી શકીએ પરંતુ શ્રવણ વિદ્યા માટે સાત-સપ્તબિંદુની ચર્ચા કરી શકશું.
ચૈન અગર આસમાનમેં હોતા તો પંખીઓ કે પાંવ ક્યુ હોતે!
મેરી આંખો મેં આંસુ નહીં સિર્ફ નમી હૈ;
વજહ તું નહીં તેરી બસ કમી હૈ.
મજહબ,દોલત,જાત,ધર્મ,સરહદ,અહંકાર,ખુદ્દારી એક મહોબ્બત કી ચાદર કો કિતને ચૂહેને કતરલડાલા હે!
ન શિક્ષા દેતા હું ન કિસી કો દીક્ષા દેતા હું મે કેવલ આપશે ભિક્ષા લેતા હું ઓર ફીર બાંટ દેતા હું
બાપુએ કહ્યું કે:
શાસ્ત્રવિદ્યા,મધુરવાણી,જળ,દાન,માન જેટલું પણ વહેંચીએ એનાથી વધારે ને વધારે વધતું જાય છે.
ત્રાપજકર દાદા કહેતા:
તન તિરથ મંદિર મન,આંસુ ગંગા સ્નાન;
ભાગીશ નહી ભગવાન વયો આવીશ વિઠ્ઠલા.
હવે પછીના વર્ષે ૧૫ જૂનથી ૨૩ જૂન રુદ્રપ્રયાગમાં કથા આપી છે જ્યાં સુધી શક્ય બને.
બાપુએ કહ્યું કે સપ્તબિંદુમાં:
એક-અસંગભાવ.બીજુ બિંદુ-અદંભભાવ-દંભ મુક્ત થઈને કથા સાંભળો.ત્રણ-અગેહ-કોઈ ઘર નહીં.અહીં જ બેસવું એવો આગ્રહ નહીં.આશ્રિતનું કોઈ ઘર નથી હોતું ગુરુનું ઘર જ એનું ઘર છે. ચાર-અનેહ બનીને સાંભળો.કોઈ ઈચ્છા નહીં. કામની પણ નહીં મોક્ષની પણ નહીં.પાંચ-અક્રીય થઈને કથા સાંભળો. મોર કો ધ્યાન લાગ્યો ઘનઘોર, ડોર કો ધ્યાન લગો નટકી;
દીપક ધ્યાન પતંગ લાગ્યો,પનિહારી કો ધ્યાન લાગ્યો મટકી.
છ-અહંકાર છોડીને સાંભળો.સાત-અનિંદ અને અનિંદ્ય એટલે કે નિંદરથી પણ મુક્ત અને નીંદાથી પણ મુક્ત થઈ અને કથા સાંભળો.નામકરણ સંસ્કરણ વિદ્યા પ્રાપ્તિની કથાનું ગાન થયું.
સાંપ્રત ઘટના પર બાપુનો વિનયી પ્રતિભાવ
રામાયણ ઉપાસના અને સાધનાનો ગ્રંથ છે.
ચલચિત્રનો નહીં અચલ ચરિત્રનો ગ્રંથ છે.
બાપુએ આજે સાંપ્રત વિષયના પ્રશ્ન વિશે ઇશારો કરતા જણાવ્યું કે કેટલાય એવા ચલચિત્ર, નવલકથાઓ,નાટકો,ફિલ્મો નીકળી રહ્યા છે કે જે પોતાના પાત્ર પાસે કંઈનું કંઈ બોલાવે છે.એટલો જ વિનય કરું કે તમારે રામાયણ વિશે,કોઈ નાટક કથા ફિલ્મ બનાવવી હોય તો કમ સે કમ વાલ્મિકી અથવા તુલસીનો આધાર લ્યો!અરે તમારા મોરારીબાપુને પૂછો!! તમને થશે કે આ અહંકાર છે, પણ મેં આના ઉપર ૬૫-૭૦ વર્ષથી વધારે કામ કર્યું છે.રામાનંદ સાગરને યાદ કરતા બાપુએ જણાવ્યું કે એ જ્યારે રામાયણ બનાવતા હતા ત્યારે પંડિત રામકિંકરજી મહારાજ પાસેથી પ્રેરણા લેતા અને તલગાજરડા આવી અને મારી સાથે પણ ચર્ચા કરતા હતા.અરે વાલ્મિકીજીને પણ પૂછો તુલસીજીના ત્રિભુવનીયગ્રંથને પૂછો. કદાચ તમારું ધન તો નહીં વધે પણ પરમ ધન મળી જાશે.ઘણા લોકો કહે છે કે બાપુ તો કંઈક કોમેન્ટ કરશે જ,કેમ ચૂપ છે! શા માટે આટલા મોટા વિવાદ ઊભા કરો છો? રામાયણ ઉપાસના અને સાધનાનો ગ્રંથ છે.ચલચિત્રનો નહીં અચલ ચરિત્રનો ગ્રંથ છે. હરિ અનંત હરિકથા અનંતા આ લોકો પાસે કાન હોય તો સાંભળો!!
દુનિયાભરના રામાયણ અને રામાયણ ઉપરના પ્રસંગો વાર્તાઓ,પુસ્તકો હજારોની સંખ્યામાં મને મળે છે પણ બધામાં કંઇને કંઈ પોતાનું ઉમેરે છે. કોણે અધિકાર આપ્યો!આ કલી પ્રભાવ છે,આનાથી બચો.