રાજપીપલા શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું.

રાજપીપલા, તા.16

રાજપીપળા શહેરમાં આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રાધાકૃષ્ણ મંદિરથી કોર્ટ ત્રણ રસ્તા, લાલ ટાવર, દરબાર રોડ, જુના પોલીસ સ્ટેશન, કાછીયાવાડ, માછીવાડ ગેટ, નાગરિક બેંક, સ્ટેશન રોડ, સફેદ ટાવર થઈ રાધાકૃષ્ણ મંદિર સુધીના રૂટ પર થઈને પરત થનાર છે. જેના અનુસંધાને વાહન વ્યવહાર પર કોઈ અસર ન થાય અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુસર તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકથી સાંજે ૦૮:૦૦ કલાક દરમિયાન ખાનગી નાના/મોટા વ્હીકલને ઉપરોક્ત રૂટ પરથી પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધી દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામાની અમલવારી તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ કરવાની રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા

13 thoughts on “રાજપીપલા શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું.

  1. Pingback: dultogel gacor
  2. Pingback: LOTTOVIP
  3. Pingback: fox888
  4. Pingback: pk789
  5. Pingback: free chat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *