જ્યોતિ મહિલા મંડળ ગાંધીનગર દ્વારા મહિલાઓને થતા ગર્ભાશયના કેન્સર તથા સ્તન કેન્સર ની જનજાગૃતિ અંગે પ્રદર્શન ,તે અંગેનો ચેકઅપ કેમ્પ,મેમોગ્રાફી અને પેપ્સ મિયર ટેસ્ટનું તદ્દન નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા કેમ્પમાં વિશાળ સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટી ના સહયોગથી આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર રોહિણી દ્વારા ખુબ સારો સહયોગ સાંપડ્યો હતો. કેમ્પ ની શરૂઆતમાં ગર્ભાશય અને સ્તનના કેન્સરને રોકવા માટે ડોક્ટર્સની ટીમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રાથમિક તપાસ બાદ બહેનોને સ્તન કેન્સર ની તપાસ માટે મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ માટે પેપ્સ મિયર ટેસ્ટનું તેમજ તદ્દન નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. જરૂરિયાત મંદ બહેનો પૈસાના અભાવે, અતિ વ્યસ્ત શિડયુલ ના લીધે, આ ટેસ્ટ ન કરાવી શકે તેમજ શરમ સંકોચને કારણે ગર્ભાશય અને સ્તનની તપાસ માટે દુર્લક્ષ સેવનાર બહેનો માટે આ કેમ્પ આશીર્વાદ રૂપ નિવડ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કેન્સર સોસાયટીના ડોક્ટર રોહિણી અને જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ડોક્ટર ચેતના અરુણ બુચ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું .આ તબક્કે સર માઉન્ટ હોસ્પિટલના ડોક્ટર હાર્દિક પટેલ દ્વારા સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો .આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે સર્વશ્રી હર્ષાબા ધાધાલ ,નીરૂબેન નાયક, પાર્થ ઠક્કર ,ઇલાબેન વોરા, પૂજાબેન પેશવાની, ફોરમ ગજ્જર, કિન્નરી દવે એ ભારે જહેમત ઉઠાવી હતી.
Related Posts
*आज का राशिफल*
- Tej Gujarati
- May 25, 2023
- 0