શ્રોતાનાં ચાર લક્ષણો છે: સુમતિ, સુશીલ, કથારસિક,હરિદાસ. શ્રોતાનું મુખ્ય લક્ષણ છે એ શ્રોતા જ હોવો જોઇએ. હું અને તમે અલગ નથી આપણે અવિભાજ્ય છીએ:મોરારિબાપુ.

 

એક પરમહંસ સમગ્ર અસ્તિત્વને સાંભળે છે,સમગ્ર અસ્તિત્વ પરમહંસને સાંભળે છે.

બેલુર મઠથી પ્રવાહિત રામકથાના પાંચમા દિવસે બાપુએ જણાવ્યું કે આપણે કેવા શ્રોતાની અપેક્ષા કરીએ છીએ?એક વ્યવસ્થાના રૂપમાં આવેલા પરમહંસની ખોજ હતી કે એને વિવેકાનંદ જેવો શ્રોતા મળે.અષ્ટાવક્રને ખોજ હતી તેના જેવો જ કોઈ પરમહંસ મળી જાય.આટલા વર્ષોથી ગાઇ રહ્યો છું, સાત દશકથી સનાતની-વૈદિક પરંપરા માટે મારી વ્યાસપીઠ ગાઇ રહી છે ત્યારે મારી પણ થોડીક અપેક્ષા કહું તો એમાં ખોટું નથી.રામચરિત માનસમાં શ્રોતાના લક્ષણો કહેલા છે:સુમતિ,સુશીલ,કથા રસિક,હરિદાસ.આવા શ્રોતા મળી જાય તો ગુપ્તથી પણ ગુપ્ત રહસ્ય વક્તા ખોલી દેતો હોય છે.આમાં એક વધારાનું ઉમેરી રહ્યો છું જોકે એ પહેલેથી જ છે મારું પોતાનું નથી,એ છે- શ્રોતા શ્રોતા હોવો જોઈએ. વ્યવસ્થાપક પણ શ્રોતા હોવો જોઈએ,આયોજક પણ શ્રોતા હોવો જોઈએ,સ્વયંસેવક,સિક્યુરિટી ગાર્ડ, આરતી કરનાર,વગાડનારા,અરે તમારો મોરારીબાપુ પણ શ્રોતા હોવો જોઈએ! પૂર્ણતઃશ્રોતા બનીને આવ્યા છીએ કે નહીં? આપણે આપણી જાતને જ પૂછીએ!સૌરવ ગાંગુલી બેટિંગ કરવા જાય તો મોબાઈલ લઈને નથી જાતો.એક પ્રશ્ન એવો પણ હતો કે જ્યારે તમે રામની કથા કરતા કરતા કૃષ્ણ વિશે,ગુરુ વિશે કે બુદ્ધ પુરુષ વિશે બોલો ત્યારે આપની આંખમાં આંસુ કેમ આવે છે?બાપુએ કહ્યું કે કારણ કે હું અને તમે અલગ નથી આપણે અવિભાજ્ય છીએ. ભગવાન બુદ્ધને બુદ્ધત્વ-પરમહંસી પ્રાપ્ત થઈ એ વખતે એ બોલ્યા કે મને એકલાને નહીં મારી સાથે સાથે પશુ પંખીઓને પણ બુદ્ધત્વ મળી ગયું છે.બધું જ અવિભાજ્ય છે,આકાશમાંથી ફૂલો વરસ્યા કે નહીં એ ખબર નથી પણ આકાશને પણ બોધત્વ પ્રાપ્ત થયું,હવા ને પણ બુધ્ધત્વ પ્રાપ્ત થયું છે.પરંતુ ક્યારેક ક્રોધરૂપી તમસ,ક્યારેક કામનાના વાદળાઓ,ક્યારે રજોગુણ ક્યારેક લોભના વાયુથી આપણે એક ઢાંકી દઈએ છીએ.એક પરમહંસ સમગ્ર અસ્તિત્વને સાંભળે છે સમગ્ર અસ્તિત્વ પરમહંસને સાંભળે છે.૧૯મી સદીમાં અમેરિકામાં એક માણસ થયો જે આધુનિક પાશ્ચાત્ય સંગીતનો પિતા માનવામાં આવે છે.શરૂઆતમાં એને પ્રિસ્ટ-પાદરી ધર્મગુરુ થવું હતું પણ પક્ષઘાતનો હુમલો આવ્યો. ડોક્ટરે એને કહ્યું કે થોડોક સમય લાગશે એક થેરામાંથી આપને પસાર થવું પડશે. અને એ થેરાપી હતી પગની કસરત માટે. તાલ સાથે તાલબધ્ધર રીતે સંગીત દ્વારા ધીમે ધીમે નર્તન કરવાનું,અને ધીમે ધીમે એ માણસ નૃત્યકાર-નર્તક બની ગયો. નર્તનની સાથે સાથે જીવનનો ઉદ્દેશ મળી ગયો. કહેવાય છે કે નર્તન ઉપર એણે એક પુસ્તક લખ્યું:ધ ગોડ વ્હૂ ડાન્સ. ઈશ્વર જે નાચે છે.નૃત્ય એક એવી અવસ્થા છે કે જેમાં અધ્યાત્મની ઊંડાઈને મૌખિક કે લેખિત માત્રા કરતા પણ વધારે સારી રીતે પ્રસ્તુત કરી શકાય છે. આથી જ ઠાકૂર નાચ્યા છે.ક્યારેક ક્યારેક હું પણ વ્યાસપીઠથી નીચે ઉતરી અને નૃત્ય કરી લઉં છું અને ક્યારેક મારી ઝૂંપડીમાં એકલો એકલો નાચવા અને ગાવા લાગુ છું.કોઈ કહે કે હું જ્ઞાની તો એ પાગલ છે. કોઈ કહે હું સિદ્ધ તો એ પાગલ નહિ તો બીજું શું! આ રીતે નૃત્યની વાતો કરતા કરતા ગુજરાતી સૌરાષ્ટ્રનું તળ પ્રદેશનું લોકનૃત્ય,રાસ સાથે આંખો કથામંડપ તાલ-ભાવમય થયો.બાપુએ કહ્યું કે એક પરમહંસ જનક બીજા પરમહંસ અષ્ટાવક્ર સાથે સંવાદ કરે છે એ અષ્ટાવક્રી ગીતાનો એક મંત્ર જે પરમહંસનાં ૧૨ લક્ષણો બતાવે છે:

આત્મસાક્ષી વિભૂ: પૂર્ણ: એકો મુક્તચિત્ત ક્રિયાત અસંગો નિસ્પૃહ: શાંતો ભ્રમાત્ સંસારવહનિવ: કૂટસ્થં બોધ અવૈનં આત્માનં પરિભાવય આભાસો ભ્રમં મુક્તવા ભાવં બાહ્યમથાંતરં

અમૃતબિંદુઓ:

હું તો શ્રોતાઓને જોઉં છું તો પણ આંખમાં આંસુ આવે છે.

સવાર-સવારમાં મારી પોથી જોઉં છું તો પણ આંસુ આવી જાય છે.

ઠાકૂર રામકૃષ્ણ પરમહંસ બન્યા ત્યારે કંકર-કંકર કણ-કણને બુધ્ધતત્વ મળી ગયું છે.

સત્યને જ્યારે તમારી વાણી સાંભળે છે ત્યારે વાણીનું શ્રોતા સત્ય બની જાય છે.

નદીને આજ સુધી ખબર નથી કે મારું નામ નદી છે

પરમહંસને ખબર નથી કે એ પરમહંસ છે.