કોઈપણ પ્રકારની કળા,કવિતા,વિશેષતા અને આપણી આંતરિક પ્રસન્નતા પ્રસાદથી મળે.
દરેક સંબંધ બંધન છે પણ પ્રેમ સંબંધ નથી.પ્રેમ સંબંધમુક્ત સંબંધ છે.
લંગકાવી મલેશિયાથી પ્રવાહિત રામકથાના આઠમા દિવસે બાપુએ કહ્યું કે કાગભુશુંડીએ ઉત્તરકાંડમાં રામચરિત માનસની કથા ખૂબ જ સંક્ષિપ્ત કરી છે પરંતુ પોતાના ગુરુ બુદ્ધપુરુષની કથા,પોતાનું આત્મવૃતાંત અને એનો અનુભવ ખૂબ જ વિસ્તારથી વર્ણવ્યો છે. અનુભૂતિને અભિવ્યક્ત કરવાની કોઈ વ્યવસ્થા નથી.અનુભવ જ સંભળાવી શકાય છે.
નીજ અનુભવ અબ કહેઉં ખગેસા;
બિનુ હરિ ભજન ન જાહિ કલેસા
અનુભૂતિ માત્ર મહેસુસ થઈ શકે છે,અને ઘણી વાતો કહેવાની હોતી નથી,કહેવી સારી પણ નથી.એક બાળકે પૂછેલું કે આપણે બીજાઓને શું-શું ન કહેવું જોઈએ?એ પણ પૂછ્યું કે બાપુ તમને સૌથી વધુ પ્રિય કોણ છે?મને સૌથી વધારે પ્રિય બાળકો છે, એમાં પણ અતિશય પ્રિય કુમાર અવસ્થા વાળા બાળકો,એનાથી અતિ યુવાનો- હું તેમને યંગ ફ્લાવર્સ કહું છું અને કથા સાંભળતા સાંભળતા પ્રૌઢ અને વૃદ્ધ પણ મને પ્રિય છે.
તાપસ બેસ બિસેષ ઉદાસી
ચૌદહૂં બરિસ રામ વનવાસી.
ઉદાસિન નિત્ય રહું છું.
બીજાને શું શું ન કહેવું જોઈએ?બીજાને ક્યારેય ખોટું ન કહેવાય,બીજાની સામે આપણી વિશેષતા ન કહેવી,કોઈને મદદ કરી હોય તો બધાને ન કહેવું, પોતાના ગુરુને કહેવું અને કોઈ સારું સપનું જોયું હોય તો પોતાના ગુરુ સિવાય કોઈને ના કહેવું.
બાપુએ કહ્યું કે હું મારું પોતાનું વૃતાંત ખોલું છું.આપ એનો અન્યથા અર્થ ન લગાવતા.મારી સાવિત્રી માતાની જન્મતિથિ અમને ખબર ન હતી.સાવિત્રી માતાના પિતા ભગવાનદાસ બાપા જેને અમે દાદા કહેતા,હકીકતમાં એ મારા નાના થાય.એની પાસે પાંચ સાત ભેંસો હતી અને વારંવાર અમને બાળકોને ઘી-દૂધ ખવડાવવા માટે એના ગામડે બોલાવતા.પોતે ભેંસો ચરાવતા એ બુદ્ધ કાલીન ગુફાની આજુબાજુ, ત્યારે એક વખત અમે ત્યાં ગયેલા.ભેંસો ચરાવતા હતા હું રામચરિતમાનસનો પાઠ કરતો હતો. પિતાજીની જન્મતિથિ છે કારણ કે શાળામાં પ્રવેશ કરાવે એ તિથિને જ જન્મ તારીખ લખી નાખે છે. મારી જન્મ તારીખ પણ ખોટી લખી છે. મારી સાચી જન્મ તારીખ શિવરાત્રી છે જે બધાને ખબર છે.અને અચાનક મને કોઈ સંકેત કરી રહ્યું હતું.વારંવાર માનસનો પાઠ કરતો હતો વારંવાર સંકેત થયો કે કેલેન્ડરમાં જો!અને મેં પાઠ પડતા મૂકી અને કેલેન્ડર જોયું.ત્યાં લખ્યું હતું પૂર્ણિમા.નીચે લખેલું હતું સાવિત્રીપૂર્ણિમાં.મેં બધાને કહ્યું કે માતાની તિથિ આ છે.
ત્રણ વસ્તુ પ્રસાદથી મળે છે: કોઈપણ પ્રકારની કળા, કવિતા,વિશેષતા અને આપણી આંતરિક પ્રસન્નતા પ્રસાદથી મળે.
હોઇહિ સોઇ જો રામ રચિ રાખા;”
કો કરી તરક બઢાવન સાખા.
બાપુએ કહ્યું કે વારંવાર અમે ગાઈએ છીએ: અનુભવીને એટલું આનંદમાં રહેવું સમરવા શ્રી હરિ કોઈને કંઈ ન કહેવું…. .દરેક સંબંધ બંધન છે પણ પ્રેમ સંબંધ નથી.દાદાએ આશ્રય અને માંથી આંસુ મળ્યા છે.પોતાનું દર્દ અન્ય કોઈને ના કહેવું.અધ્યાત્મ યાત્રામાં શંભુ ગતિ આપે છે એ પ્રસાદ છે અને અત્યંત ગોપનીય રામ રહસ્ય શંભુ પ્રસાદથી મળે છે.પ્રેમથી ભગવાન પ્રગટ થાય છે પણ પ્રેમ કઈ રીતે પ્રગટ થાય છે એના આઠ પડાવ રૂપ ગોસ્વામીએ કહ્યા છે.જેનો શ્લોક છે:
આદૌ શ્રધ્ધા તત: સાધુસંગાથ ભજનક્રિયાત્ત તોનર્થ નિવૃત્તિ: સ્યાત તતો નિષ્ઠ રૂચિસ્તત: અથાસક્તિ સ્તતો ભાવસ્તત પ્રેમાભ્યુદય પાદુર્ભવેત સાધનામયં ભવેતક્રમ:
એ મુજબ ગુણાતિત શ્રદ્ધા-સ્વભાવિક શ્રદ્ધા જ્યાંથી શરૂ થાય છે એ પછી સાધુસંગ,ભજન ક્રિયાથી અનર્થોની નિવૃત્તિ થાય,નિષ્ઠા આવે,રૂચી પ્રગટ થાય, ભગવત કથામાં આસક્તિ આવે એ પછી ભાવ જાગે અને એ પછી પ્રેમનો અભ્યુદય થાય છે.આવતિકાલે કથાની પૂર્ણાહૂતિ હોઇ કથા સવારે સાત વાગ્યે શરુ થશે એથી ભારતમાં અઢી કલાક આગળથી જીવંત યુ-ટ્યુબ પ્રસારણ જોઇ શકાશે.
અમૃતબિંદુઓ:
અનુભૂતિને અભિવ્યક્ત કરવાની કોઈ વ્યવસ્થા નથી.
અનુભવ જ સંભળાવી શકાય છે,અનુભૂતિ મહેસુસ કરી શકાય.
આ સૂત્ર યાદ રાખજો કે કોઈને કંઈ ના કહેવું.
પ્રેમ સંબંધમુક્ત સંબંધ છે.