ઓલિવર બ્રાઉને ચોકલેટ બેઝ્ડ ડ્રિંક અને ડેઝર્ટ માટે ભારતમાં અમદાવાદના પેલેડિયમ મોલમાં પોતાનું ફર્સ્ટ એક્સક્લૂસિવ કાફેનો પ્રારંભ કર્યો
અમદાવાદ: ઓલિવર બ્રાઉને ચોકલેટ બેઝ્ડ ડ્રિંક અને ડેઝર્ટ માટે ભારતમાં અમદાવાદના પેલેડિયમ મોલમાં પોતાનું ફર્સ્ટ એક્સક્લૂસિવ કાફેનો પ્રારંભ કર્યો છે. જે બેલ્જિયન ચોકલેટની અનોખી ફ્લેવર સ્વાદ રસિકો સુધી પહોંચાડશે.
તાજેતરમાં રિલીઝ થયેલી ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં સલમાન ખાન સાથે ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ પલક તિવારીની ઉપસ્થિતિમાં રવિવારે આ કાફેની શરૂઆત થઈ છે.
ઓલિવર બ્રાઉનના ફિલિપ ડિરેક્ટરે કહ્યું કે, ઓલિવર બ્રાઉનની યૂનિક અને ડિલિશિયસ ફ્લેવર અમદાવાદમાં લાવવા માટે અમે ઉત્સાહિત છીએ. ચોકલેટ પ્રત્યેના અમારો ઉત્સાહ સાથે ક્વોલિટીને લઇને અમારી પ્રોમિસ અને સિવ્ટ ટુથ ધરાવનાર તેમજ ચોકલેટના રસિકોએ આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઇએ. અમદાવાદના લોકો સ્વિટ કાર્વિંગ માટે ખૂબ જાણીતા છે. એટલા જ માટે અમદાવાદ શહેર અમારી પસંદગીની રહ્યું છે અને એટલે જ ભારતમાં અમદાવાદના પેલેડિયમ મોલમાં પોતાનું ફર્સ્ટ એક્સક્લૂસિવ કાફેની શરૂઆત કરી છે.
2010માં શરૂ થયેલું ઓલિવર બ્રાઉન સમગ્ર ઓસ્ટ્રેલિયા અને અન્ય કેટલાક દેશોમાં ચોકલેટ રસિકો માટે એક લોકપ્રિય સ્થળ બની ગયું છે. આ કેફે ચેઇન તેની ડેકડન્ટ મેનૂ આઇટમ્સ બનાવવા માટે માત્ર શ્રેષ્ઠ બેલ્જિયન ચોકલેટનો ઉપયોગ કરવા પર ગર્વ અનુભવે છે. જેમાં સિગ્નેચર હોટ ચોકલેટ, વેફલ્સ, સ્પેશિયાલિટી કોફી, આઈસ્ડ બેવરેજીસ અને વધુનો સમાવેશ થાય છે. આ કોઈપણ સમયે આખો દિવસ બ્રેકફાસ્ટ અને નૉટી સ્વિટ ઉલલ્બધ કરાવે છે. પરંતુ ઓલિવર બ્રાઉન માત્ર સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવાની વાત નથી, આ એક સ્થાનિક હેંગઆઉટ સ્પોટ પણ છે અને સમૂહ માટે એક સાથે આવવા અને તેમના મનપસંદ આનંદ માણવા માટેનું કેન્દ્ર છે.
ઓલિવર બ્રાઉનના ડાયરેક્ટર ગૌરવ રાજ સિંહ રાઠોડે કહ્યું કે, અમે વિશ્વભરમાં બેલ્જિયમ પ્રેરિત ચોકલેટ અને મીઠાઈઓ પહોંચાડવાના મિશન પર પ્રીમિયમ અને બેલ્જિયમ ચોકલેટ પ્રેમીઓની ટીમ છીએ. સમગ્ર વિશ્વમાં ચોકલેટ અને ડેઝર્ટ પ્રેમીઓની જેમ અમદાવાદના લોકો પણ અમારા પ્રેમમાં પડશે એવો અમને વિશ્વાસ છે. ઓલિવર બ્રાઉન એમ્બિયન્સ અથવા વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થો અને પીણાના વિકલ્પોની દ્રષ્ટિએ શહેરના અન્ય કોઈપણ કાફેથી યૂનિત છે. તે માત્ર મોડી રાતની ચોકલેટની ઇચ્છા અથવા ગરમ ઉનાળોમાં બરફીલા પીણાને જ પૂરી કરશે નહીં પરંતુ સમૂને એકસાથે આવવા અને તેમના મનપસંદ આનંદમાં ભાગ લેવા માટે સ્થાનિક હેંગઆઉટ સ્પોટ અને હબ પણ પ્રદાન કરશે.
ઓલિવર બ્રાઉનના પ્રોજેક્ટ મેનેજર જીમીએ કહ્યું કે, અમારા અમદાવાદ કેફેમાં એ જ ઉચ્ચ ગુણવત્તાવાળી ચોકલેટ પ્રોડક્ટ્સ હશે જેણે ઓલિવર બ્રાઉનને વિશ્વભરમાં લોકપ્રિય બનાવ્યું છે. અમારું ધ્યાન માત્ર શ્રેષ્ઠ ઘટકોનો ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતા અને ઓલિવર બ્રાઉનને બેલ્જિયન ચોકલેટ્સના સમૃદ્ધ ફ્લેવર્સમાં રીઝવવા માંગતા કસ્ટમર્સ માટે એક લોકપ્રિય સ્થળ બનાવવા માટે તૈયાર છે.
ઓલિવર બ્રાઉન્સનું વિઝન એ અલ્ટિમેટ ચોકલેટ ડેઝર્ટ ડેસ્ટિનેશન રહેવાનું છે જે માત્ર ઉત્પાદન જ નહીં પરંતુ તેના સ્ટોર્સમાં કસ્ટમર્સ સેવામાં સાતત્ય અને ઉચ્ચ ધોરણો લાવવાનો પ્રયત્ન કરે છે. અમદાવાદમાં પ્રારંભ થયેલ આ કેફે સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ઓલિવર બ્રાઉન ટૂંક સમયમાં સુરત, જયપુર, હૈદરાબાદ અને બેંગ્લોરમાં પણ કાફેની શરૂઆત કરશે.