અત્યારનું વાતાવરણ જોઈએ તો એવું છે કે રાજ્યના અનેક શહેરમાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં પણ 3 દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 11 અને 12 મેના રોજ શહેરમાં ત્વચાને દઝાડતી ગરમીનો પ્રકોપ વધીને 43 ડિગ્રીએ પહોંચવાનો છે. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. અંબાલાલે ગરમીને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે.
અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે વાત કરીએ તો 12મેથી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે. આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે. 12 મેથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્યગુજરાતમાં આંધી-વંટોળ જોવા મળશે. આ સાથે 18 તારીખ સુધી ગુજરાતમાં ભારે ગરમી અનુભવાશે. તો વળી વરસાદની આગાહી કરતાં અંબાલાલે વાત કરી કે 22 થી 24 મે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આ સાથે 28 મે થી 10 જૂન અરબ સાગરમાં ચક્રાવાત ઉભુ થશે તેવું ઉમેર્યું હતું. અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શરૂઆતનુ ચોમાસુ સારુ રહેશે. જેથી ખેડૂતોમાં પણ રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં એપ્રિલ મહિનામાં માવઠાનો માર સહન કરવો પડ્યો હતો. જ્યારે મે મહિનામાં ગરમી પોતાના તેવર બતાવી રહી છે. સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે વલ્લભવિદ્યાનગર 44.1 ડીગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે સાતથી વધારે શહેરોમાં ગરમીનો પારો 43 ડીગ્રીને પાર થયો હતો.
તો બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, તાપમાન વધ્યુ છે. હવે આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છે. જોકે, આગામી બે દિવસમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યના બે જિલ્લા માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને પોરબંદરમાં 45 ડિગ્રીને પાર જઈ શકે છે.
સોર્સ. વાઇરલ.