જાણીતા સાહિત્યકાર વિજ્ઞાન લેખક દીપક જગતાપને “ગુજરાત સારવત સન્માન ૨૦૨૬”નો એવોર્ડ એનાયત થયો

જાણીતા સાહિત્યકાર વિજ્ઞાન લેખક દીપક જગતાપને “ગુજરાત સારવત સન્માન ૨૦૨૬”નો એવોર્ડ એનાયત થયો

ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે નો એવોર્ડ, ટ્રોફી, મેડલ અને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું

રાજપીપલા, તા 16

2026ના નૂતન વર્ષે જાણીતા સાહિત્યકાર,વિજ્ઞાન અને પૂર્વ આચાર્ય લેખક દીપક જગતાપને “ગુજરાત સારવત સન્માન ૨૦૨૬”નો એવોર્ડ એનાયત થયોછે.


તા. 11 જાન્યુઆરીના રોજ પાલનપુર ખાતે મહાનુભવોના વરદ હસ્તે “ગુજરાત સારવત સન્માન ૨૦૨૬”નો ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે નો એવોર્ડ, ટ્રોફી, મેડલ અને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ અને જાણીતા વિજ્ઞાન લેખક અને સાહિત્યકાર દીપક જગતાપને આ એવોર્ડ તેમની નિવૃત્તિ પછી પણ શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક પ્રવૃત્તિઓમાં અપ્રતિમ યોગદાન આપવા બડલ આ સન્માન મળ્યું હતું. દીપક જગતાપ હાલ નર્મદા જિલ્લા માં સાહિત્ય સંગમ ની વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવે છે જેના તેઓ પ્રમુખ છે. પોતે જાણીતા વિજ્ઞાન લેખક, કટાર
લેખક ઉપરાંત સાયન્સ ગ્રાફી વિજ્ઞાન માસિક નાં તંત્રી અને વોઇસ ઓફ નર્મદા નાં મેનેજીંગ તંત્રી પણ છે. જેમના 3000 થી વધુ લેખો અને 14જેટલાં મૌલીક પુસ્તકો અને 12 જેટલાં સંપાદિત પુસ્તકો પ્રકાશિત થયા છે જે માટે અનેક એવોર્ડ સન્માન એનાયત થયા છે.


તસવીર: દીપક જગતાપ, રાજપીપલા