રિઝર્વ બેંક અને ભારત સરકાર વચ્ચેનો વિવાદ: સંશોધક ડો. જયેશ શાહ.

આંતરરાષ્ટ્રીય બિઝનેસ ભારત વિશેષ સમાચાર

છેલ્લા કેટલાંક મહિનાથી વિચારધારાની લડાઈ મિડીયાના માધ્યમથી લડાઈ રહી છે. “લેફ્ટ-લિબરલ” વિચારધારા ધરાવતા વિદ્વાનો દેશમાં ફરી એક વખત તથ્યો સાથે ચેડાં કરીને લેખ લખી રહ્યા છે. જુદી જુદી વિચારધારાઓ વચ્ચે તંદુરસ્ત ચર્ચા થતી હોય અને તથ્ય આધારિત વિદ્વત્તાપૂર્ણ સંવાદ થતો હોય તો તે આવકાર્ય જ હોય. પરંતુ ભારતીય લોકશાહી અને અર્થતંત્રના આધારસ્તંભ ઉપર જ્યારે “જાણીજોઈને અજાણ બનીને” આક્રમણ થઈ રહ્યા હોય અને ભારતીય લોકશાહી અને અર્થતંત્રની મુખ્ય સંસ્થાઓને ઈરાદાપૂર્વક નબળી પાડીને તેની પ્રતિષ્ઠા ખરડવાના પ્રયાસ થઈ રહ્યા હોય ત્યારે હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે તેને લગતા વિવાદમાં સત્ય શું છે તે બહાર આવવું જ જોઈએ.
હવે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર વચ્ચેના વિવાદમાં સત્ય શું છે તેની તરફ એક દ્રષ્ટિ નાંખીએ. આ પોસ્ટ સાથે એક ટેબલ ફોટો તરીકે “એટેચ” કરેલ છે.

ટેબલમાં જે ડેટા આપવામાં આવ્યા છે તેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વાર્ષિક અહેવાલોમાંથી જ લેવામાં આવ્યા છે. ડેટા ૨૦૦૪-૦૫, ૨૦૦૯-૧૦, ૨૦૧૩-૧૪ (યુપીએ શાસનના વર્ષ) અને તે ઉપરાંત ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ (એનડીએ શાસનના વર્ષ) એમ કુલ સાત વર્ષના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આનાથી સરખામણી પણ થઈ શકશે.
પહેલો મુદ્દો
૨૦૧૩-૧૪ના નાણાકીય વર્ષમાં યુપીએ સરકારે જ શ્રી વાય. એચ. માલેગામના અધ્યક્ષપદ હેઠળ ટેકનિકલ સમિતિની રચના કરી હતી. આ ટેકનિકલ સમિતિએ Internal Reserves અને Surplus Distribution અંગે વિગતે અભ્યાસ કરીને વિસ્તૃત ભલામણો કરી હતી. આ ટેકનિકલ સમિતિએ ભલામણ કરી હતી કે “Since the balances in the Contingency Reserve (CR) and the Asset Development Reserve (ADR) are currently in excess of the buffers needed, there was no need to make any further transfers to CR and ADR”. આ ભલામણ અંતર્ગત ૨૦૧૩-૧૪, ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬ના ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન Contingency Reserve (CR) અને Asset Development Reserve (ADR)માં કોઈ રકમ ફાળવવામાં આવી ન હોતી. અચાનક ૨૦૧૬-૧૭માં ૧૩,૧૪૦ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪,૧૯૦ કરોડ Contingency Reserve (CR)માં ટ્રાન્સફર કરી દીધી. આવું કેમ કર્યું તેનો જવાબ ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લેવો જ પડે કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ યુપીએના શાસન દરમિયાન એટલે કે ૨૦૧૩-૧૪માં અને એનડીએના પ્રથમ બે વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૫-૧૬માં Contingency Reserve (CR) અને Asset Development Reserve (ADR)માં કોઈ રકમ ટ્રાન્સફર ન કરી તો પછી ૨૦૧૬-૧૭માં ૧૩,૧૪૦ કરોડ અને ૨૦૧૭-૧૮માં ૧૪,૧૯૦ કરોડ કેમ Contingency Reserve (CR)માં ટ્રાન્સફર કરી? હકીકતમાં આ રકમ એટલે કે ૧૩,૧૪૦ કરોડ અને ૧૪,૧૯૦ કરોડ એટલે કે કુલ ૨૭,૩૩૦ કરોડ ભારત સરકારને મળવાપાત્ર હતા તે Contingency Reserve (CR)માં ટ્રાન્સફર કરી દીધા. શું ભારત સરકાર તેનો જવાબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ન માંગે?
બીજો મુદ્દો
સાથે એટેચ કરેલ ટેબલ જુઓ. ૨૦૦૪-૦૫માં Total Reserves ૧,૦૦,૩૫૬ કરોડ હતી. ૨૦૦૯-૧૦માં યુપીએ ફરી વખત શાસનમાં આવી ત્યારે ૩,૨૮,૮૦૯ કરોડ હતી. યુપીએના શાસનના છેલ્લા વર્ષ ૨૦૧૩-૧૪માં તે ૮,૯૬,૧૭૦ કરોડ હતી. એનડીએના પ્રથમ વર્ષમાં એટલે કે ૨૦૧૪-૧૫માં તે ૮,૯૦,૫૦૩ કરોડ હતી જે ૨૦૧૭-૧૮માં ૧૦,૪૬,૩૦૪ કરોડ છે. આ રિઝર્વ Total Assetsના કેટલાં ટકા થાય છે તે જોઈએ. યુપીએ વન એટલે કે ૨૦૦૪-૦૫થી ૨૦૦૮-૦૯ના પાંચ વર્ષ દરમિયાન Total Reserves Total Assetsના લગભગ ૩૦%ની આસપાસ રહી હતી. યુપીએ ટુ એટલે કે ૨૦૦૯-૧૦થી ૨૦૧૩-૧૪ના પાંચ વર્ષ દરમિયાન Total Reserves Total Assetsના લગભગ ૩૫%ની આસપાસ રહી હતી. પરંતુ શ્રી વાય. એચ. માલેગામના અધ્યક્ષપદ હેઠળ ટેકનિકલ સમિતિની ભલામણ “Since the balances in the Contingency Reserve (CR) and the Asset Development Reserve (ADR) are currently in excess of the buffers needed, there was no need to make any further transfers to CR and ADR” બાદ તેમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળ્યો. ૨૦૧૪-૧૫માં Total Reserves Total Assetsના ૩૦.૮%, ૨૦૧૫-૧૬માં વધીને ૩૧.૫%, ૨૦૧૬-૧૭માં ઘટીને ૨૭.૧% અને ૨૦૧૭-૧માં ફરી વખત વધીને ૨૮.૯% હતી.
ત્રીજો મુદ્દો
સમગ્ર વિશ્વના અર્થતંત્રના ડેટા જોઈએ તો આ Total Reserves ખુબ જ વધુ પડતી છે. આદર્શ રીતે Total Reserves Total Assetsના ૧૫%થી વધારે ન હોવી જોઈએ. આપણા અર્થતંત્રમાં તે લગભગ ડબલ છે. યુકે (૦૪.૫%), યુરોપ (૦૨.૫%), કેનેડા (૦.૫%) અને અમેરિકા (૦૩%)માં તેઓની મધ્યસ્થ બેંકમાં Total Reserves Total Assetsના ૦૫%થી પણ ઓછી છે. મધ્યસ્થ બેંકમાં Total Reserves Total Assetsના રશિયામાં ૧૪%, જાપાનમાં ૦૩% અને ચીનમાં ૧૫% છે. ભારતમાં તે લગભગ ૩૦%ની આસપાસ છે. એટલે તે અંગે પુનર્વિચારણા અનિવાર્ય છે.
ભારતમાં Total Reserves Total Assetsના કેટલા ટકા હોવી જોઈએ તે અંગેની પોલિસી રીવ્યુ થવી જોઈએ. ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓ હોય તેવી એક ટેકનિકલ સમિતિની રચના થવી જોઈએ. આ ટેકનિકલ સમિતિ વિશ્વના ભારતની સમકક્ષ હોય તેવા અર્થતંત્રોને ચકાસે અને તેને આધારે ભારતના અર્થતંત્ર માટે ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની Total Reserves Total Assetsના કેટલા ટકા રાખવી જોઈએ તે અંગે વિસ્તૃત ભલામણો કરવી જોઈએ અને તે ભલામણોના આધારે ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્ણયો લેવા જોઈએ.
વ્યક્તિગત રીતે મારું અંગત રીતે માનવું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના Economic Capital Frameworkનું પુન:નિર્ધારણ અતિ આવશ્યક છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની Total Reserves તેની Total Assetsના આધારે નહીં પરંતુ દેશના GDPના કેટલા ટકા રાખવી તે અંગે વિચારણા થવી જોઈએ કે જેથી આ પ્રશ્નનો કાયમી હલ આવી શકે.
ચોથો મુદ્દો
ભૂતપૂર્વ નાણાં મંત્રી શ્રી પી. ચિદમ્બરમ એવું કહે છે કે ભારત સરકાર “ફિસ્કલ ડેફીસીટ” કાબુ બહાર ન જાય તેના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી ૩.૬ લાખ કરોડ રૂપિયાની માંગ કરી રહી છે. આમ કરીને ભૂતપૂર્વ નાણાં મંત્રી શ્રી પી. ચિદમ્બરમ ભારતની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સત્ય હકીકત એ છે કે યુપીએના શાસન દરમિયાન “ફિસ્કલ ડેફીસીટ” દેશની જીડીપીના ૨૦૦૯માં ૦૬.૫%, ૨૦૧૦માં ૦૪.૮%, ૨૦૧૧માં ૦૫.૯%, ૨૦૧૨માં ૦૪.૯%, ૨૦૧૩માં ૦૪.૫% અને ૨૦૧૪માં ૦૪.૧% હતી જયારે એનડીએના શાસન દરમિયાન ૨૦૧૫માં ૦૩.૯%, ૨૦૧૬માં ૦૩.૫%, ૨૦૧૭માં ૦૩.૫% અને ૨૦૧૮માં ૦૩.૨% રહી છે. એનડીએના શાસનમાં નાણાકીય ખાધ કાબુમાં છે. નાણાકીય ખાધ કાબુમાં લેવા માટે ભારત સરકારે કોઈ વધારાની આવક કે વધારાની રકમની જરૂર નથી. એવી અનિવાર્યતા હજુ ઉભી થઈ નથી.
આટલી વિગતો જોયા પછી અને તથ્યો આધારિત હકીકતો જોયા પછી હવે એક પ્રશ્ન એ થાય છે કે શું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત સરકારને પણ ન ગાંઠે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્વાયત્ત સંસ્થા ખરી પરંતુ તે સ્વચ્છંદ બને અને સ્વતંત્ર રીતે ભારતીય અર્થતંત્રને નુકશાન થાય તેવા નિર્ણયો લેવાના શરુ કરે તે સમયે ભારત સરકાર કેમ તેના કાન ન આમળી શકે? આવું વિચાર્યા વગર “લેફ્ટ-લિબરલ” વિદ્વાનો કેમ એકતરફી લેખ લખી રહ્યા છે? આવી સાચી હકીકતો પ્રજાથી કેમ છુપાવવામાં આવી રહી છે? સંશોધક ડો. જયેશ શાહ. સંકલન-દિલીપ ઠાકર. મો 9825722820

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply