*રંગ દે બસંતી…ચાર ગાંધીપુત્રો..ઓરિજનલ ગાંધીને રાજકારણમાં ભાવ ન મળ્યો, ડુપ્લીકેટ સતાનાં કેન્દ્ર સ્થાને છે..!* ( ભાગ -૧૧) રમેશ ગોસ્વામી “સારથિ”

ગાંધીજીના ચારે ચાર પુત્રોએ પિતા સાથે યથાયોગ્ય યોગદાન આપ્યું હતું.
હરિલાલ ગાંધી નાસીપાસ થઇ ગયા હતા એમ કહી શકાય. ઇંગ્લેન્ડ ભણવા જવા નું સપનું પિતા એ વિદેશી શિક્ષણ શું કામનું કહી ને તોડી નાખ્યું હતું.( ગાંધી ખુદ વિદેશી શિક્ષણ મેળવી ને વકીલ બન્યા હતા.!) , બીજો ઓપ્શન હતો પિતા સાથે દેશ સેવા માં જોડાઈ જવું. એમ પણ કર્યું. અંગ્રેજો સામે ઝઝૂમ્યા. જેલ થઈ. પણ એક સમયે આવી ને લાગ્યું કે ઇનફ. ગરીબી દેખાડવા માટે નું ઘણું મોંઘુ પડી રહ્યું હતું! આ પણ અજબ ગજબ હતું.ગરીબાઈ દેખાડવા માટે મોટો ખર્ચ થઈ રહ્યો હતો. જાહેર જીવન માં ધોતડી- પોતડી પહેરીને ફરતા ગાંધીજી ની બકરને પાળવી મોંઘી પડતી. જ્યાં જાય ત્યાં બકરીને લઈ જવા માં આવતી. બકરી ગાડીઓ માં ઘૂમતી. આ સાદાઈ નાં પ્રચાર માટે થઈ રહ્યું હતું. પણ સાદાઈ દેખાડવા નું અતિ મોંઘુ પડી રહ્યું હતું. ચરખો કાંતવા ની પ્રેરણા આપવા માં આવતી. પણ ચરખો કાંતવા થી ન આઝાદી મળે, ન દાળદર દુર થાય. હા, થોડી કસરત થાય. પણ રોજગાર મેળવવા માટે એ જમાના માં શું કે આજે શું, ચરખો કાંતવા થી દી વળે નહીં. એના માટે ઉદ્યમ કરવો પડે. રેંટિયો કોઈ પરિવાર ની આજીવિકા હોઈ શકે એવું જવલ્લેજ જોવા મળે. ફોટાઓ માં બધું જ સારું લાગતું હોય છે.આ પ્રતિક રૂપે સારું લાગે. પ્રેક્ટીકલ લાઈફ માં રેંટિયો કંઈ કામ આવે નહીં.
સાદાઈ નું જીવન જીવવું, ચરિત્રવાન જીવન જીવવું, છુઆછુત અને અન્ય અભિયાનો ખુબ સરસ હતાં. નો ડાઉટ. પણ.. અનેક બાબતે મતભેદો મનભેદ માં પરિણમ્યા હતા. કુ- પ્રથા નાબૂદી, વ્યસન મુક્તિ અભિયાન… ઘણું એવું હતું જે મોહનદાસ ને “ગાંધી” બનાવતું હતું. સામાજિક ઉત્થાન માટે જ મહેનત કરી હોત તો નામ ની દ્રષ્ટિ એ ભલે આટલું મોટું નામ ન હોત, પણ ગાંધી આજે પણ એટલા જ પ્રસ્તુત હોત. સામાજિક ઉત્થાન ની વાત એક તરફા જ કેમ હતી? હિંદુઓ નું એક મોટું ટોળું ગાંધીને અને ગાંધી નું માનવા તૈયાર બેઠું હતું. પણ મુસ્લિમ ટોળું અલગ દેશ ની માંગણી લઈ ને બેઠું હતું. આ ટોળું નાનું સુનું નહોતું. વોટિંગ કરવા માં આવ્યું હતું, જેમાં મોટા ભાગના મુસ્લિમો એ પાકિસ્તાન તરફી વોટિંગ કર્યું હતું.
આપણે વાત કરતા હતા ગાંધીનાં ચાર એક્કા જેવા પુત્રો ની. ચારેય વિલક્ષણ પ્રતિભા હતી. પણ પિતાની પ્રતિમા નીચે દબાઈ ગયા હતા.
સૌ થી નાના પુત્ર દેવદાસ ગાંધીનો જન્મ દક્ષિણ આફ્રિકા માં તારીખ ૨૨ મે ૧૯૯૦ નાં ડર્બન માં થયો. પિતા સાથે જોડાઈને ક્રાંતિકારી બન્યા. જેલ હવાલે પણ થયા. હિન્દુસ્તાન ટાઈમ્સ માં જોડાઈ ને સંપાદક – પત્રકાર બન્યા.૩ ઓગસ્ટ,૧૯૫૭ માં મુંબઈ માં મૃત્યુ થયું. તેઓ લક્ષ્મી નામની સ્ત્રી , જેઓ સી. રાજગોપાાલાચારી નાં પુત્રી હતાં, સાથે પરણ્યા હતા. ચાર સંતાનો રાજમોહન, રામચંદ્ર, ગોપાલકૃષ્ણ, તારા ગાંધી ( ભટ્ટાચાર્ય). રાજગોપાલાચારી ગાંધી નાં સહયોગી હતા. દેવદાસ ગાંધીને એમની પુત્રી લક્ષ્મી સાથે પ્રેમ થઇ ગયો. ત્યારે લક્ષ્મી ની ઉંમર ૧૫ વર્ષ હતી, દેવદાસ ૨૮ વર્ષ ના હતા. ઉંમર લગ્ન માટે બાધા બની. આથી વડીલોનાં કહ્યા પ્રમાણે બંનેએ પાંચેક વર્ષ રાહ જોયા બાદ ૧૯૩૩ માં લગ્ન કર્યાં.
આજે તમે જામિયા મિલિયા ઇસ્લામિયા શૈક્ષણીક સંકુલ નું નામ સાંભળો છો, એની સ્થાપના માં અન્યો સાથે ગાંધી અને દેવદાસ પણ હતા.૧૯૧૮ માં તમિલનાડુ માં મોહનદાસ ગાંધી દ્વારા સ્થાપિત ” દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભા ” ના પ્રચારકનાં રૂપ માં કામ કર્યું. અસહકાર ની ચળવળ, બીજી ગોળમેજી પરિષદ સહિતની કામગીરી બજાવી. મોતીલાલ નહેરુ ના ” ઇન્ડિપેડન્ટ ” માં તંત્રી વિભાગ માં જોડાયા (૧૯૨૦-૧૯૨૧- ) ,આગળનાં વર્ષો માં ૧૯૨૩-૧૯૨૪ માં ગાંધીજી નાં ‘યંગ ઇન્ડિયા” ( જેનો વિવાદ હાલ ચાલી રહ્યો છે . હેરાલ્ડ મામલો ) તથા “નવજીવન” માં જોડાયા.૧૯૩૩ થી હિન્દુસ્તાન ટાઈમ્સ માં જોડાયા બાદ હિન્દી આવૃતિ પણ શરૂ કરેલ. ઓલ ઇન્ડિયા ન્યુઝ એડિટર્સ કોન્ફરન્સ ના પ્રમુખ તરીકે, પ્રેસ સ્ટેટ ઓફ ઇન્ડિયા ( PTI) ના અધ્યક્ષ, યુનાઈટેડ નેશન્સ કમીશન ઓન ફ્રીડમ ઑફ થોટ એન્ડ ધ પ્રેસ ના સભ્ય જેવાં ઉચ્ચ પત્રકાર સ્થાનો માં જોડાયા અને પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન આપ્યું. પત્રકાર ક્ષેત્રે આટલી ઊંચાઈ અને આટલું વૈવિધ્ય અન્ય કોઈ માં ઓછું જોવા મળે. આ ક્દાચ એટલા માટે પણ સંભવ બન્યું હોવું જોઈએ કે એમની કલમ સેક્યુલર હતી. પક્ષપાત રાખ્યા વગર લખતા. ગાંધી પુત્ર હોવા નો લાભ પણ મળ્યો જ.
બીજા નંબર ના પુત્ર મણિલાલ ગાંધી નો રાજકોટ માં તારીખ ૨૮ ઓકટોબર ૧૮૯૨ માં જન્મ. જીવનનું મોટા ભાગનું કામ દક્ષિણ આફ્રિકા માં કર્યું.૧૮૯૭ માં આફ્રિકા ગયા બાદ ત્યાં ના ડર્બન નજીક ફિનિક્સ આશ્રમ નું કામ સંભાળ્યું. સાથે લેખન કાર્ય પણ કરતા રહ્યા.૧૯૧૭ માં ઇન્ડિયન ઓપીનિયન નામના સાપ્તાહિક જે ગુજરાતી – અંગ્રેજી માં પ્રકાશિત કરવામાં આવ્યું,ના પ્રકાશન ના કામકાજ અર્થે ભારત ટુંકી મુલાકાતે આવ્યા. તેમણે પણ અંગ્રેજો વિરૂદ્ધ અવાજ કરવા નાં ગુન્હા સબબ જેલ ભોગવી.૧૯૨૦ થી સંપાદન નું કાર્ય સંભાળ્યું જે મરતાં સુધી ચાલું રાખ્યું. મણિલાલનાં લગ્ન ૧૯૨૭ માં સુશીલા મશરૂવાલા સાથે થયેલ.( સુશીલા – જન્મ ૨૪ ઓગસ્ટ ,૧૯૦૭. મૃત્યુ -૧૯૮૮). આ દંપતિ ને ત્રણ સંતાન થયાં. સીતા (૧૯૨૮),
અરુણ (૧૯૩૪ ), અને ઇલા ( ૧૯૪૦). અરુણ ગાંધી કાર્યકર્તા જરૂર બન્યા, પણ દાદા મોહનદાસ ગાંધી ની જીવનશૈલિ થી દુર રહ્યા. ઇલાબહેન પણ યથાશક્તિ સમાજ સેવા કરતાં. સીતાબહેન નાં પુત્રી ઉમા બહેને નાના મણિલાલ ગાંધી ના જીવન ચરિત્ર પર પુસ્તક લખ્યું હતું. મણિલાલ ગાંધી નું અવસાન ૫ એપ્રિલ,૧૯૫૬ ના રોજ સેરેબ્રલ થ્રોબાસિસ નામ ની તકલીફ નાં કારણે આવેલ સ્ટ્રોક થી થયું. મોટા ગાંધી પરિવાર માં આજે સૌ થી વધુ સક્રિય છે તુષાર ગાંધી. મણિલાલ ગાંધીના પૌત્ર તુષાર ગાંધી અનેક વિધ પ્રવૃત્તિઓ કરતા રહે છે. રાજકારણ માં પણ નસીબ અજમાવ્યું.૧૯૯૮ માં સમાજવાદી પાર્ટી માં જોડાયા , પણ લોકસભા ની ચૂંટણી હારી ગયા. ત્યાર બાદ ૨૦૦૧ માં કોંગ્રેસ સાથે જોડાયા. પણ ગજ ન વાગ્યો એટલે રાજકારણ ને ટાટા બાય બાય કરી ને અન્ય પ્રવૃતિઓ માં લાગી ગયા. આ પણ એક અજબ ગજબ છે. અસલી ગાંધીને ઠેર ઠેર થી જાકારો મળ્યો અને નકલી ગાંધી સતા નાં કેન્દ્ર સ્થાને છે. કોંગ્રેસ દ્વારા, જો સાચ્ચે જ ગાંધીને માનતી હોત તો તુષાર ગાંધીનું સ્વાગત કરવું જોઈતું હતું. મોટા પદ પર બેસાડવા જોઈતા હતા. પણ એને બદલે દુર્લક્ષ સેવવામાં આવ્યું. કોંગ્રેસ માં અસલ ગાંધી ની જગ્યા કરવા માં આવી હોત તો કદાચ નવલું નજરાણું ભળત. સરનેમ પણ ગાંધી જ હતી. આથી વધુ લાભ ઉઠાવી શકાયો હોત. પણ નહેરુ અને ઇન્દિરા નાં વંશજો ગાંધી અટક ધારણ કરી ને બેઠા છે, અસલી ગાંધીને પેશવા ન દીધા. ભારતીય રાજનીતિ માં ગાંધી અટક એટલી બંધ બેસતી થઈ ગઈ છે કે માત્ર ગાંધી જોઈ ને જ લોકો વોટ નો વરસાદ વરસાવતા રહ્યા. પણ અસલી ગાંધી મેદાન માં આવ્યા તો સમજાવી ન શક્યા કે હું અસલી છું. ક્દાચ એમાં તુષાર ગાંધી ની રાજકિય ભુખ પણ જવાબદાર છે. કોંગ્રેસ વિરુદ્ધ માં ખુલ્લી ને પ્રચાર કર્યો નહીં. અસલી- નકલી નાં બખેડા માં પડ્યા નહીં. ભાજપા વાળાઓ ની નજર પણ ગાંધી પરિવાર પર પડી નથી. અન્યથા કોઈક પદ આપી ને હંગામો મચાવે કે જુઓ જુઓ, આ છે અસલી ગાંધી. રાજકારણ માં બધું જાયઝ હોય છે…!
તુષાર ભાઈ ભારતીય રાજનીતિ ને સમજી શક્યા નથી એમ કહું તો પણ ચાલે. અરવિંદ કેજરીવાલો ફાવી જાય છે.તુષાર ભાઈ પાસે ઘણાં ઓપ્શન હતા, છે અને રહેશે.કોંગ્રેસે જાકારો આપ્યો ત્યારે ભાજપાનાં દરવાજા ખખડાવ્યા હોત તો? અથવા અન્ય પાર્ટીઓ માં મનપસંદ પદ પામી શકે.નહીં તો પોતાની અલગ પાર્ટી સ્થાપી ને ભારતીય રાજકારણ માં ઉથલ પાથલ મચાવી શકે. એમની પાસે ગાંધી નું છોગું છે જે વટાવી શકાય.
પણ આગળ ઉપર કહ્યું એમ, એમની રાજકિય ભુખ ઘણી ઓછી છે. મિંઢા રાજનેતા થતાં નથી આવડ્યું.
ગજ વાગ્યો નહીં એમાં ખુદ તુષાર ભાઈ જ જવાબદાર છે. એમણે ગુજરાતનાં વડોદરામાં મહાત્મા ગાંધી ફાઉન્ડેશન ૧૯૯૮ માં સ્થાપ્યું હતું, જે વિવિધ પ્રવૃતિઓ કરે છે. કમલ હસન ની ૨૦૦૨ માં હે રામ! નામની ફિલ્મ આવી હતી, એમાં ભૂમિકા પણ ભજવી હતી. રોડ ટુ સંગમ જેવી અન્ય ફિલ્મો માં પણ નાની મોટી ભૂમિકા ભજવી ચુક્યા છે. એમનું લેટ્સ કિલ ગાંધી નામનું ૨૦૦૭ માં પુસ્તક પ્રગટ થયું હતું, જે ખુબ જ ચર્ચિત રહ્યું હતું. ગૌ ભક્તો બાબતે વિવાદ માં આવ્યા હતા. એમનાં દ્વારા કથન થયું હતું કે ગાંધી ની હત્યા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ. આવી વિવાદિત ટિપ્પણી બાદ અલબત, એમણે સુધારો કરીને જણાવ્યું હતું કે એમનો કહેવા નું તાત્પર્ય એ હતું કે પુણે નું બ્રાહ્મણ નું જુથ ગાંધી હત્યા માટે જવાબદાર હતું. એમની પાસે ભારત નાં રાજકારણ ને અનુરૂપ કથિત સેકુલર કાર્ડ પણ છે, વિવાદો ઊભા કરી જાણે છે.બહુ સંખ્યકો વિરૂદ્ધ બોલી જાણે છે.ગાંધીજી નો ફોટો વિશ્વ વ્યાપી ક્રેડિટ કાર્ડ માં આવે એ બાબતે વાટાઘાટો ચલાવી હતી. પણ અંતે કંઈ જામ્યું નહોતું. મુંબઈ – કોલકતા ટ્રેન માં જન્મેલા તુષાર ગાંધી પત્ની સોનલ દેસાઈ, સંતાનો વિવાન અને કસ્તુરી સાથે મુંબઈ માં રહે છે. પુત્રી નું નામ કસ્તુરબા ગાંધી પર થી પાડયું છે.
અન્ય પાત્રો ની જેમ કસ્તુરબા ગાંધી ને પણ જોઈએ એટલો ન્યાય મળ્યો નથી. આ સ્ત્રીએ મૂંગા મોઢે જીવન ખર્ચી નાખ્યું. ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી. કોઈ અસંતોષ વ્યક્ત નથી કર્યો. કોઈ અપેક્ષા નથી કરી. મૃત્યુ થયું ત્યારે ( જેલ માં) ગાંધી ને કોઈ આંચકો, આઘાત લાગતો નથી.
રામદાસ ગાંધી.
મોહનદાસ ના ત્રીજા નંબર ના પુત્ર રામદાસ ગાંધી નો જન્મ ૨ જાન્યુઆરી,૧૮૯૭ નાં નાતાલ કોલોની, દક્ષિણ આફ્રિકા માં થયો. નિર્મલા બહેન સાથે લગ્ન થયેલ. સુમિત્રા, કનુ અને ઉષા નામનાં ત્રણ સંતાન થયાં. કનુભાઈ ગાંધી ( જન્મ ૧૯૨૮ ) મેસેચ્યુસેટસ્ પ્રોધોગિક સંસ્થાન માં અભ્યાસ કર્યા બાદ આગળ જતાં ભારતીય વૈજ્ઞાનિક બન્યા હતા. નાસા માં વિમાનની ડિઝાઇન વિભાગ માં ફરજ બજાવી. બાદ માં સંયુક્ત રાજ્ય અમેરિકા માં રક્ષા વિભાગ માં કામ કર્યું. તેમનાં પત્ની શિવલક્ષ્મી બહેન બોસ્ટન બાયોમેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માં પ્રોફેસર હતાં. ખુબ ભણેલાં અને ઉંચા હોદ્દા પર કામ કરનાર આ ગાંધી દંપતિ ને કોઈ સંતાન નહોતું.૨૦૧૪ માં ભારત પરત ફર્યા બાદ સુરત ની હોસ્પિટલ માં તારીખ ૭ નવેમ્બર,૨૦૧૬ ના નિધન થયું. રામદાસ ને પણ ગાંધીજી સાથે મતભેદ થતા. ચળવળ માં સક્રિય રીતે ભૂમિકા ભજવતા. અનેક વાર જેલ હવાલે પણ થયા. આદર્શવાદી ગરીબી જેવા મુદ્દાઓ પર ગાંધીજી સાથે મતભેદ થતા. પણ તેઓ પિતા ની સૌ થી નજીક હતા. પિતાની અંતિમક્રિયા વખતે મુખાગ્નિ રામદાસ આપે એવી ગાંધીજીએ ઈચ્છા વ્યક્ત કરેલી. અને એમ જ કરવા માં આવ્યું. અગ્નિસંસ્કાર દેવદાસ ગાંધી સાથે મળી ને કરવા માં આવ્યા. વારેઘડીએ જેલ થતી રહેતી હોવા થી તબિયત લથડતી રહેતી.૧૪ એપ્રિલ,૧૯૬૯ ના ૭૨ વર્ષ ની ઉંમરે પુણે માં મૃત્યુ પામ્યા.
ગાંધીજી નાં ચાર પુત્રો માં સૌ થી વધુ અવ્યવસ્થિત અને માનસિક સંતાપ સાથે હરિલાલ ગાંધી જીવ્યા. ગાઈડ લાઈન નો અભાવ અથવા વધુ પડતા સ્વછંદ બની જવું એ અચાનક કેમ થઈ શકે? ૪૮ વર્ષ ની ઉંમરે મે ૧૯૩૬ માં ઇસ્લામ સ્વીકારી લીધો હતો. ઇસ્લામ, કે સનાતન સ્વીકારવો એ વ્યક્તિગત આઝાદી હોઈ શકે, પણ આ માણસ નાસીપાસ થઈ ગયા હતા. ગાંધી પરિવારનો અમુક અપવાદ બાદ કરતાં હિન્દુત્વ તરફ મંદિર જવા જેટલો પણ સંબધ ક્યારેય રહ્યો નથી એમ કહી શકાય. હરિ માં થી અબ્દુલા ગાંધી બન્યા.અમુક મહિના ઇસ્લામમાં રહ્યા બાદ કસ્તુરબા ચિંતિત થઈ ગયાં હતાં. આ બાબતે અનેક વાર ગાંધીજી ને કહ્યું અને અન્યો દ્વારા કહેવડાવ્યું. પણ ગાંધીજીની દ્રષ્ટિએ આ કોઈ મોટી વાત નહોતી આથી દુર્લક્ષ્ય સેવ્યું. આર્ય સમાજે વચ્ચે પડી ને ઘર વાપસી કરાવી અને હરિલાલ અબ્દુલા બન્યા હતા, એમાં થી હીરાલાલ બનાવ્યા. ગાંધી વિરુદ્ધ ગાંધી એ જમાના માં ખુબ ચાલ્યું હતું.
મોહનદાસ ગાંધીનો હિંદુ મહાસભા તરફ જેટલો પક્ષપાત હતો એટલો મુસ્લિમ લીગ તરફ જણાયો નથી. ગાંધીજી ખુબ વિરાટતા સાથે મહાન મિશન પર નીકળ્યા હતા એમાં કોઈ બે મત નથી. હિંદુ – મુસ્લિમ વૈમનસ્ય ને ખતમ કરવા નું ભગીરથ કાર્ય આદર્યું હતું. માનવતા સૌ થી મોટો ધર્મ છે એ વાત કહેતાં કહેતાં રાજનીતિ માં આવી ગયા અને એમનો ફાયદો ઉપાડવા માં આવ્યો એમ પણ જણાય છે. હિંદુઓ ને સમજાવવા માં કંઇક અંશે સફળ રહ્યા હતા, પણ આ અંતિમ સત્ય નથી. હિંદુઓ માં એક વર્ગ એવો હતો, જે ત્યારે પણ ગાંધીજી નો વિરોધ કરતો જ હતો. ક્રાંતિકારીઓ માં ગોડસે તરફી લોકો પણ હતા જ. પણ શું ગાંધીજી માનવતા નો સંદેશ પહોંચાડી શક્યા હતા? સાવ સાચું એ છે કે ના. અમુક ઘટનાઓ અટકી હતી, પણ મોટાભાગ નાઓ પર અહિંસા નો પ્રભાવ પાકિસ્તાન તરફી લોકો માં જોવા નહોતો મળ્યો. એક તરફ અહિંસા ની વાતો થતી હતી, બીજી તરફ લાશો થી ભરેલી ટ્રેન આવતી હતી. દંગા થતા રહ્યા હતા,બંને પક્ષો માં. હિંદુ – મુસ્લિમ ની ખાઈ ભાગલા બાદ વધુ મોટી બની ગઈ હતી. આ ટાળી શકવા માં અહિંસા એન્ડ ઓલ ધેટ સરેઆમ નિષ્ફળ ગયું હતું. અહિંસા ની વાતો માત્ર પુસ્તક નાં પાને સારી લાગે, એવું સાબિત થઈ ગયું હતું.અન્યથા અહિંસા એટલી જ કારગત નીવડી હોત તો ભાગલા શાંતિ થી થઈ શક્યા હોત. અહિંસા માત્ર પ્રાથનાઓ, સ્તવનો, પ્રવચનો માં શોભે. રણભૂમિ માં હિંસા વગર ઇતિહાસ ન બને. ભાગલાની ચર્ચા નાં ટેબલ પર ભીમરાવ આંબેડકરે રોકડું પરખાવ્યું હતું કે ભાગલા પાડવા જ હોય તો સરખા ભાગે પાડો. મુસલમાનો ને પાકિસ્તાન આપો છો તો હિંદુઓ ને પણ ભારત આપો. કોઈ મુસ્લિમ ભારત માં ન રહે, કોઈ હિંદુ પાકિસ્તાન માં ન રહે…. સાત કરોડ મુસ્લિમો ને પાકિસ્તાન આપી દીધું. પણ ત્રીસ કરોડ હિંદુઓ ને ભારત ન આપ્યું. આજે પણ જો કોઈ હિંદુરાષ્ટ્ર ની માંગણી કરે કે વાત કરે તો ઉહાપોહ મચી જાય છે. હિંદુરાષ્ટ્ર ની માંગણી ૭૦ વર્ષ પહેલાં પણ ઉઠી હતી. ત્યારે પણ સેક્યુલર ગેંગ ને આ નહોતું ગમ્યું. અલબત, ભારત હિંદુ રાષ્ટ્ર જ છે. છતાં, જાહેરાત પણ જરૂરી બની જાય છે. જેમ પાકિસ્તાન ની રચના કરવામાં આવી ત્યારે સૌ થી પહેલું કામ થયું હતું પાકિસ્તાન ને ઇસ્લામિક મુલ્ક ઘોષિત કરવા નું. આજે ૫૬ મુલ્ક ની શેખી મારતા લોકો ને કહેવા નું પહેલો ઇસ્લામિક મુલ્ક ભારત માં થી ટુકડા થયા એમાં થી બન્યો હતો. ભારત માં મુસ્લિમો ની જનસંખ્યા ૧૯૪૭ માં ૩ કરોડ હતી, જે આજે અંદાજન ત્રીસ કરોડ પર પહોંચી છે. હજી હમણાં સુધી હિંદુઓ નું પણ કોઈ હિત હોઈ શકે એ વાત કોઈ માનવા જ તૈયાર નહોતું. એક તરફા નરેટિવ સેટ કરવા માં આવ્યો હતો. જે ૨૦૧૪ બાદ ભાંગ્યો.
ગાંધી પરિવાર માં કંઈ કેટલાંય નામો થઈ ગયાં, પણ આજે એ નામો ને કોઈ યાદ નથી કરતું. યાદ છે તો માત્ર ગાંધી.
એક સવાલ એ થાય કે શું ગાંધી સેક્યુલર ન હોત તો આટલી પ્રચંડ નામના મળી હોત…? જવાબ છે ના. જો હિંદુ ધર્મ નો પ્રચાર -પ્રસાર કર્યો હોત તો કદાચ ગાંધી આજે મહાત્મા ન હોત. હિંદુ ધર્મ નો પ્રચાર – પ્રસાર કરવો એનો અર્થ એ નથી કે ઇસ્લામ નું કે મુસ્લિમો નો વિરોધ કરવો. ધર્મ વ્યક્તિગત બાબત છે, પણ જ્યારે પ્રદશન કરવા માં આવે ત્યારે એ સાર્વજનિક થઈ જાય છે. ભારત સેક્યુલર દેશ છે તો મુસ્લિમ લીગ ન હોવી જોઈએ અને હિંદુ મહાસભા પણ ન હોવી જોઈએ. પણ સવાલ એ છે કે ધર્મ નિરપેક્ષ શા માટે થવું જોઈએ? શું ધર્મ નિરપેક્ષ એટલા માટે થવું જોઈએ કે અન્ય ધર્મ નાં લોકો ની લાગણી ન દુભાય? આ પણ અજબ ગજબ છે. જો આવું હોય તો બંને પક્ષે હોવું જોઈએ.
ધર્મહિત નહીં રાષ્ટ્રહિત સર્વોપરી એ વાત તમામ ધર્મનાં લોકો સ્વીકારે તો વાત બને..!

*અવતરણ*

અહિંસા માત્ર વાતો માં જ ખપ લાગે એવું ખુદ ગાંધીજી એ સાબિત કરી બતાવ્યું હતું. વર્લ્ડ વૉર માં અંગ્રેજો તરફથી ભારતીય સેનાને યુદ્ધ ના મોરચે મોકલાયા હતા, એમાં ગાંધીજી નું પણ સમર્થન હતું.!!
ચરખાઓ ચલાવવા થી આઝાદી મળે નહીં એવું ખુદ ગાંધી એ સાબિત કરી બતાવ્યું હતું..!
( ક્રમશ:)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *