Daily News: બુધવાર, માર્ચ 12, 2025. નવીન દેસાઈ – અમદાવાદ / ન્યુ જર્સી
+1(201)699-8042 +91 7096563116
Sources : ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, અલ ઝઝીરા, બીબીસી and X etc. 🙏🏻
1. પાકિસ્તાનની ફજેતી: અમેરિકાએ રાજદૂતને ઘૂસવા પણ ન દીધા, એરપોર્ટથી જ કર્યા ડિપોર્ટ. તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે. અહેસાન વાગનને અમેરિકામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. તેમજ એરપોર્ટ પરથી જ તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની રાજદૂત વાગન પાસે અમેરિકાના માન્ય વિઝા અને તમામ જરૂરી ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ હતા અને તેઓ અંગત મુલાકાત માટે લોસ એન્જલસ જઈ રહ્યા હતા
2. ટનલમાંથી પસાર થતી હતી ટ્રેન અને થયો મોટો ધડાકો… પાકિસ્તાનમાં કેવી રીતે હાઇજેક કરવામાં આવી ટ્રેન? બલુચ લિબરેશન આર્મી (BLA) દ્વારા એક ટ્રેન હાઇજેક કરવામાં આવી છે. જેમાં 450થી વધારે મુસાફરો હતાં.
3. અમેરિકાના શેર માર્કેટમાં હાહાકાર: મંદીની આશંકાથી નેસડેકમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો. ટ્રેડિંગ દરમિયાન તેમાં 1100 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, અને 2.08%ના ઘટાડા સાથે 41,911.71 પર બંધ થયો હતો.
4. સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટીને 73,700ની નીચે ગયો: નિફ્ટી 100 પોઈન્ટ ડાઉન, ટ્રમ્પના ટેરિફ વોરથી US માર્કેટમાં 4%નો ઘટાડો; માર્કેટ વેલ્યૂ 350 લાખ કરોડથી વધારે ઘટી. ઈન્ડેક્સ : આજે ઈન્ડેક્સ 73743.88 થી શરૂ થઇ નીચે 73663.60 થયો અને ઉપરમાં 74195.17 થયા પછી બંધ 74102.32 રહ્યો.
5. ટેસ્લાનો ફુગ્ગો ફૂટી ગયો : મસ્કની સંપત્તિમાં 125 અબજ ડોલરનો કડાકો- ટ્રમ્પના વિજયથી મસ્કની સંપત્તિમાં તેજી આવી હતી – ટેસ્લાની કારનું વેચાણ અમેરિકા, યુરોપ, ચીનમાં ઘટયું : સાત સપ્તાહથી શેરમાં અવિરત ઘટાડો
6. Twitter Down : વિશ્વભરમાં ઈલોન મસ્કનું X પ્લેટફૉર્મ ડાઉન, હજારો યુઝર્સ પરેશાન. એક દિવસમાં ‘X’ ત્રણ વખત ડાઉન થયું, સાયબર હુમલો યુક્રેનથી થયાનો આરોપ
7. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બોલાચાલી પછી સાઉદી અરેબિયા પહોંચ્યા ઝેલેન્સ્કી, ક્રાઉન પ્રિન્સ સાથે કરી બેઠક
8. યુએસ વિદેશ મંત્રીએ કહ્યું – યુક્રેને પોતાની જમીન છોડવી પડશે: કહ્યું- કડક નિર્ણયો લેવા તૈયાર રહો; રુબિયો વાટાઘાટો માટે સાઉદી અરેબિયા પહોંચ્યા
9. પંકજ ત્રિવેદીના માથા પર ફટકો પડ્યો ને લોહીના ફુવારા ઊડ્યા: સ્વાધ્યાય પરિવાર સામે પડનાર NRIની હત્યાથી ગુજરાત સ્તબ્ધ, પોલીસને કારમાંથી શું મળ્યું? તારીખ: 15-6-2006 સમય: સાંજના 8.15 વાગ્યા, સ્થળ: એલિસબ્રિજ જિમખાના, અમદાવાદ
10. ”એ રડતો રડતો મોડીરાત્રે મારી દુકાને આવતો”: કુમળી વયે કાળા કામથી શર્મશાર ગુજરાત, સરકારી હોસ્ટેલના સંચાલકનો પુત્ર ‘ઓનપેપર’ સિક્યોરિટી ગાર્ડ – ધંધુકાના પચ્છમ ગામે આવેલા સરકારી સરસ્વતી કુમાર છાત્રાલયમાં આ રીતે બાળકો રહે છે.
11. રાતોરાત એશિયાના સૌથી ધનિક બિઝનેસ વુમન બન્યાં રોશની નાદર: અંબાણી-અદાણી પછી ત્રીજા ક્રમે આવતા આ મહિલા કોણ છે? HCLના ફાઉન્ડર શિવ નાદરે HCL કોર્પ અને વામા દિલ્હીમાં તેમનો 47% હિસ્સો પુત્રી રોશની નાદર મલ્હોત્રાને ભેટમાં આપ્યો છે.
12. સિરિયામાં નવું યુદ્ધ, 1000 મોત, રસ્તાઓ પર લાશોનો ઢગલો: લઘુમતી અલાવીઓ નિશાના પર, કહ્યું- HTS આતંકીઓ અમને વીણી-વીણીને મારી રહ્યા છે
13. ભૂવાનું અર્ધ મુંડન કરી મોઢામાં ચંપલ મુકાવી માફી મંગાવી, VIDEO: સુરતમાં વિધિના બહાને પિતરાઈ ભાઈની પત્ની પર તેના જ ઘરમાં દુષ્કર્મ આચર્યું; ધારીના ભૂવાની ધરપકડ
14. વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 13 ભારતના: મેઘાલયનું બર્નીહાટ ટોપ પર, દિલ્હી સૌથી પ્રદૂષિત રાજધાની; સૌથી સ્વચ્છ ઓશિનિયા
15. બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં આઝાદ કાશ્મીર, ફ્રી પેલેસ્ટાઇનનું પેન્ટિંગ: TMCએ કહ્યું- આખા કેમ્પસમાં આવી તસવીરો લગાવાઈ, ડાબેરી વિદ્યાર્થી સંગઠનો હાથ; FIR
16. અમદાવાદમાં પાર્કિંગની નવી સિસ્ટમ: વાહન ઓટોમેટિક ફ્લેપ લૉક થઈ જશે, સેફ્ટી વધશે-ટ્રાફિક નહીં થાય, કયાં વાહનનો કેટલો ચાર્જ? જાણો એ બધું જે તમે જાણવા માગો છો
17. હાથરસમાં ભાગદોડ, પીડિતોએ કહ્યું- સૂરજપાલને ક્લીનચીટ કેવી રીતે મળી?: બાબાનો હજુ સુધી કોઈ પત્તો નથી, આરોપી સેવાદારની પત્નીએ કહ્યું- અમને ફસાવવામાં આવ્યા. ‘હાથરાસમાં થયેલી ભાગદોડ પછી, એવું માનવામાં આવતું હતું કે લોકોની સંખ્યા ઓછી થશે, પરંતુ એવું થયું નહીં.’ હવે લોકો બહારથી પણ આવવા લાગ્યા છે. દેશનો કોઈ ખૂણો એવો નથી જ્યાંથી ભક્તો ન આવતા હોય. બાબા સૂરજપાલને પણ ક્લીનચીટ મળી ગઈ
18. પોઝિટિવ સ્ટોરી: ઘર વેચીને ફેશન બ્રાન્ડની શરૂઆત કરી: ભણવાનું છોડી દીધું તો લોકો મજાક ઉડાવી કહેતા- ‘રખડુ’ છે, આગળ શું કરશે; 12 ભણેલા યુવકનો આજે 7 કરોડનો બિઝનેસ –
19. 22 મિનિટમાં તનિષ્કનો આખો શોરૂમ સાફ, VIDEO: બિહારમાં ધોળા દિવસે 25 કરોડના દાગીના લૂંટાયા, 6 લોકો બંદૂક લઈ ઘૂસ્યા; પોલીસે ગોળી મારીને 2ને પકડ્યા
20. ફાયર વિભાગમાં હજુ 236 જગ્યા ખાલી છે: 10 ચોરસ કિલોમીટરમાં એક ફાયર સ્ટેશનની જોગવાઈ સામે સરેરાશ 29 ચોરસ કિલોમીટરે એક છે, 29ની ઘટ
21. ઔરંગઝેબની કબર હટાવવાની માંગને ફડણવીસનું સમર્થન: તેમણે કહ્યું- આ કાયદાના દાયરામાં થવું જોઈએ, કોંગ્રેસના શાસન દરમિયાન તેને ASI સુરક્ષામાં રાખવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ખુલ્દાબાદમાંથી મુઘલ સમ્રાટ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગને સમર્થન આપ્યું છે.
22. ટ્રાય-લેંગ્વેજ પોલિસીનો સંસદમાં બીજા દિવસે પણ વિરોધ: DMK સાંસદોનું કાળા કપડામાં શિક્ષણ મંત્રી સામે પ્રદર્શન, કહ્યું- પ્રધાન માફી માંગે
23. ભારતીય મૂળની અમેરિકન વિદ્યાર્થિની ડોમિનિકન રિપબ્લિકથી ગુમ: દરિયામાં ડૂબી જવાની આશંકા; પિટ્સબર્ગ યુનિવર્સિટીમાંથી સ્નાતક કરી રહી હતી
24. જર્મનીમાં કર્મચારીઓની હડતાળ, 13 એરપોર્ટ પર 3400 ફ્લાઇટ્સ રદ: 5 લાખ મુસાફરો પ્રભાવિત; 25 લાખ કામદારો પગાર વધારાની માગ કરી રહ્યા છે
25. નોર્થ કોરિયા ન્યુક્લિયર સબમરીન બનાવી રહ્યું છે: સાઉથ કોરિયા અને અમેરિકા માટે જોખમી; એક્સપર્ટે કહ્યું- રશિયાએ મદદ કરી
26. ફુગાવાનો દર 4%થી નીચે રહી શકે છે: લોનના હપ્તા ઘટવાની શક્યતા; દેશી અને વિદેશી એજન્સીઓના અંદાજ- સસ્તું કરિયાણું અને લોનનો યુગ આવી રહ્યો છે
27. ઓલા ઇલેક્ટ્રિકના શેર 5.61% ઘટ્યા: તે 3 રૂપિયા ઘટીને 53.36 રૂપિયા પર બંધ થયો. શેર તેની ટોચની કિંમત રૂ. 157.53થી 65% ઘટી ગયો છે. કંપનીના શોરૂમ પર દરોડા, પરિવહન અધિકારીઓએ વાહનો જપ્ત કર્યા. કંપનીના 95%થી વધુ શોરૂમ પાસે નોંધણી વગરના ટુ-વ્હીલર્સના પ્રદર્શન, વેચાણ અને ટેસ્ટ રાઇડ્સ ઓફર કરવા માટે જરૂરી મૂળભૂત પ્રમાણપત્ર નથી.
28. મુંબઇ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ શો બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા હવે દુબઇમાં 13મીથી 16મી માર્ચ સુધી આઇકોનિક દુબઇ ઓપેરા ખાતે દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
29. ફિલિપાઈન્સના પૂર્વ રાષ્ટ્રપતિ દુતેર્તેની ધરપકડ: ICCએ વોરંટ જાહેર કર્યું હતું, મનીલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે કરી ધરપકડ
30. ગેંગસ્ટર અમન સાહુનું યુપીના વિકાસ દુબે જેવું ગેંગસ્ટર: પોલીસે કહ્યું- સાથીઓએ બોમ્બ ફેંકીને તેને છોડાવવાની કોશિશ કરી; રાઇફલ છીનવીને ભાગ્યો તો માર્યો ગયો
31. ઇન્ડસઇન્ડ બેંકના શેર 22% ઘટ્યા: ડેરિવેટિવ એકાઉન્ટમાં ગડબડી મુખ્ય કારણ, ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકની સંપત્તિ 2.35% ઘટી શકે
32. મહારાષ્ટ્રમાં NDA સરકારને રેવડી વહેંચવી ભારે પડી! વાહનો મોંઘા થશે- જનતાને રેવડી વહેંચવી ભારે પડી – લાડકી બહિણ યોજના માટે 46ને બદલે હવે 36 હજાર કરોડની ફાળવણી : મહિને 1500થી વધારીને 2100 રૂપિયા કરવાના ચૂંટણી વચનનો છેદ ઉડાડી દેવાયો
33. ભારત વિરુદ્ધ ચીનનું ‘ગુપ્ત યુદ્ધ’, જાણો પાકિસ્તાન-બાંગ્લાદેશનો કેવી રીતે કરી રહ્યો છે ઉપયોગ
34. કોંગોમાં હોડી પલટી, 25ના મોત, મૃતકોમાં સૌથી વધુ ફૂટબોલ ખેલાડીઓ
35. ગુલમર્ગમાં અર્ધ-નગ્ન ફેશન શો પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં તડાફડી- દિલ્હીના ડિઝાઈનર્સે માફી માંગી- મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તપાસના આદેશ આપ્યા, ભાજપે વિવાદને બિનજરૂરી ગણાવી બચાવ કર્યો
36. કેનેડાના નવા PM ભારત સાથે સંબંધ સુધારવા તત્પર, અમેરિકા સામે બાંયો ચડાવી- લિબરલ પાર્ટીના નવા વડાની ટ્રુડોથી વિપરીત નીતિ – ટ્રમ્પના અન્યાયી ટેરિફની ઝાટકણી કાઢી, અમેરિકનો ભૂલ ના કરે, ટ્રેડ વોરમાં કેનેડા જીતી જશે : કર્નીનો દાવો
37. વૃંદાવનની કુંજ ગલીઓમાં ૨૦૦૦ વિધવાઓ એક સાથે મનાવશે હોળી, તુટશે સદીઓ જુની પરંપરા. હોળી ઉજવવા માટે શુધ્ધ કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવશે. વિધવાઓની હોળી -૨૦૨૫નું આયોજન વિશ્વ રેકોર્ડ પણ સર્જાશે.
38. રિવરફ્રન્ટના ફેઝ-3થી ફેઝ-7ની કામગીરી આગામી 3 વર્ષમાં પૂર્ણ કરાશે, 100 કરોડની જોગવાઈ કરાઈ
39. યુક્રેનની સુરક્ષા કરવા માટે ફ્રાન્સ-બ્રિટનનો પ્લાન તૈયાર, 30થી વધુ દેશોના સેના પ્રમુખોની બેઠક યોજી માંગશે મદદ
40. છત્તીસગઢમાં EDની ટીમ પર હુમલો, ભૂપેશ બઘેલના ઘરમાંથી બહાર નીકળી વખતે સમર્થકોએ કર્યો પથ્થરમારો. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રીના દીકરાના ઘરે ED ત્રાટકી, 15 લોકેશન પર તપાસ
41. BOIમાં સરકારી નોકરી કરવાની તક, ગુજરાત સહિત દેશભરમાં 400 ખાલી હોદ્દા માટે ભરતી
42. લોકસભામાં ત્રણ ભાષા અને શિક્ષણ નીતિ મુદ્દે હંગામો, રૅકોર્ડમાંથી હટાવવું પડ્યું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું નિવેદન
43. બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વનતારાના કર્યા વખાણ, વીડિયો શેર કર્યો
44. ચીને અમેરિકાના કૃષિ ઉત્પાદનો પર ૧૦ થી ૨૦ ટકા વધારાનું ટેરિફ લગાવ્યું. ચિકન, ઘઉં અને મકાઇ જેવા કૃષિ ઉત્પાદનો પર ૧૫ ટકા ટેરિફ વસૂલશે.. બે આર્થિક મહાસત્તાઓ વચ્ચે વકરતુ જતું ટેરિફ વૉર
45. બ્રિટનમાં મોટી દરિયાઈ દુર્ઘટના, ઓઈલ ટેન્કર અને કાર્ગો શિપ વચ્ચે અથડામણ બાદ લાગી આગ, બચાવ કામગીરી શરૂ
46. યુક્રેનના બદલે ફક્ત મારી સામે ફાઈટ કરો, રશિયન પ્રમુખ પુતિનને મસ્કનો ખુલ્લેઆમ પડકાર
47. ICC ચેમ્પિયન ટ્રોફીની બેસ્ટ ટીમમાં 5 ભારતીય ખેલાડીની એન્ટ્રી, પાકિસ્તાનનો એક પણ નહીં
48. સામંથા અને દિગ્દર્શક રાજ વચ્ચે અફેરની અફવા ચગી- સામંથા ફરી રાજ નિદિમારુ સાથે દેખાઈ – નાગા ચૈતન્યનાં શોભિતા સાથે મેરેજ બાદ સામંથાએ નવો સાથી શોધી લીધો
49. ડાઉ જોન્સની તુલનાએ સેન્સેક્સનું પ્રીમિયમ ઘટયું- વિદેશી રોકાણકારોની વેચવાલીથી શેરબજારને આંચકો – છેલ્લા 20 વર્ષથી, સેન્સેક્સ ડાઉ જોન્સના સરેરાશ મૂલ્યાંકન કરતાં લગભગ 25 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થતો હતો
50. હોળી-ધૂળેટીમાં રૂ. 60,000 કરોડનું ટર્ન ઓવર- દિલ્હીમાં 3000 જેટલા હોળી રંગોત્સવના પ્રોગ્રામ બુક – નાના દુકાનદારો, કલર વેચનારા, તૈયાર કપડાં વેચનારા, રમકડાં વેચનારા, ધાણી-ખજૂર વગેરેના બિઝનેસમાં લગભગ બમણો વધારો થવાની આશા
51. સોમવાર : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ધબડકો, સેન્સેક્સ વધ્યા મથાળેથી 626 પોઈન્ટ તૂટી 74115- ટેરિફ ઘટાડા મામલે ભારતની અમેરિકા સાથે સિક્રેટ ટ્રેડ ડીલ ? – નિફટીએ 22500ની સપાટી ગુમાવી : કન્ઝયુમર, મેટલ, ઓટો શેરોમાં વેચવાલી, વિદેશીં રોકાણકારોનું રૂ.485 કરોડનું નેટ સેલિંગ
52. 2027 સુધીમાં ભારતના AI ક્ષેત્ર સામે 10 લાખ સ્કીલ્ડ વ્યવસાયિકોની અછતની વકી- એઆઈ ટેલેન્ટની ઉપલબ્ધતા સામે જોબ ઓપનિંગની માત્રા વધુ
53. ચીનમાં ડિફ્લેશનનું જોખમ : 13 મહિનામાં પ્રથમ વખત રિટેલ ફુગાવો શૂન્યથી નીચે ઉતર્યો- વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં સતત નબળી માંગ અને લૂનર નવ વર્ષની વહેલી રજાના કારણે સ્થિતિ વણસી
54. સરકારી કર્મચારીઓ નિવૃત્તિ બાદ રહી શકે છે ટેન્શન ફ્રી, મેળવો દર મહિને એક લાખ સુધીનું પેન્શન.UPS હેઠળ સરકાર બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના 18.5 ટકા યોગદાન આપશે, જ્યારે કર્મચારીએ 10 ટકા યોગદાન આપવાનું રહેશે. UPS ઓછા જોખમની યોજના
55. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશ ખબર, હોળી પહેલાં જ પગારમાં થઈ શકે છે વધારો. 7th Pay Commission
56. સુનિતા વિલિયમ્સ 16 માર્ચે આવશે: છેલ્લી ફ્લાઇટ હોવાની ચાલી રહી છે અટકળો
57. એરપોડ્સમાં પણ આવશે કેમેરા: આસપાસ શું છે એ ચકાસી AI જવાબ આપશે યુઝર્સને
58. સીમાંકન મુદ્દે ડીએમકેના સાંસદો બજેટસત્રમાં આર-પારના મૂડમાં
59. દુબઈથી કરોડો રૂપિયાનું સોનું દાણચોરીથી લાવવા માટેની આરોપી કન્નડ અભિનેત્રી રાન્યા રાવને અગાઉની સરકારે ૨૦૨૩માં સ્ટીલ પ્લાન્ટ નાખવા માટે જમીનની ખેરાત કરી હતી. ૨૦૨૩ના ફેબ્રુઆરી મહિનામાં ભાજપની સરકાર હતી અને એ જ વર્ષે મે મહિનામાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવી હતી. રાન્યાને ૨૦૨૩માં ૧૨ એકર જમીન આપવામાં આવી હતી
60. ટ્રમ્પને વિલન માનતા કાર્નીના કારણે કેનેડા-અમેરિકા જંગ ઉગ્ર બનશે- કેનેડાનું અર્થતંત્ર નિકાસલક્ષી છે પણ વધારે પડતું અમેરિકા પર નિર્ભર છે, વિકાસશીલ દેશો સાથે આર્થિક સંબંધો ગાઢ બનાવવાની તરફેણ કરતા રહ્યા છે – ટ્રમ્પને હેરી પોટર સીરિઝના મુખ્ય વિલન લોર્ડ વોલ્ડમોર્ટ સાથે સરખાવનારા માર્ક અમેરિકા સામે શરણાગતિ સ્વીકારવાના બદલે અમેરિકા સામે લડી લેવાનો મત ધરાવે છે. કાર્ની માને છે કે, આર્થિક રીતે કેનેડા અમેરિકા પર નિર્ભર નથી પણ અમેરિકા કેનેડા ર્પર નિર્ભર છે તેથી અમેરિકા કેનેડાના માલ પર જેટલો ટેરિફ લાદે એટલો જ ટેરિફ કેનેડાએ અમેરિકાના માલ પર લાદવો જોઈએ. લિબરલ પાર્ટીના કાર્યકરોને કાર્નીનો મર્દાના મિજાજ પસંદ આવ્યો તેથી વડાપ્રધાનપદનો કળશ ઢોળી દીધો છે. માર્ક ક્રેની અમેરિકા સામે લડવાની વાતો કરે છે ત્યારે ખાલી થૂંક નથી ઉડાડતા પણ કાર્ની પાસે અમેરિકા સામે લડવાની વ્યૂહરચના પહેલેથી તૈયાર છે. કેનેડાનું અર્થતંત્ર નિકાસલક્ષી છે પણ વધારે પડતું અમેરિકા પર નિર્ભર છે. કાર્ની પહેલેથી અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને દુનિયાના બીજા દેશો સાથે અને ખાસ તો વિકાસશીલ દેશો સાથે આર્થિક સંબંધો ગાઢ બનાવવાની તરફેણ કરતા રહ્યા છે.
61. તમિળનાડુના હિન્દી વિરોધી આંદોલન પાછળનો હેતુ કેન્દ્રને ભીંસમાં લેવાનો છે- દક્ષિણનાં રાજ્યોમાં હિન્દીનો વિરોધ નવી વાત નથી – 1967માં તમિળનાડુમાં ડીએમકે સરકાર આવી ત્યારે તમિળ-અંગ્રેજી એમ દ્વિ-ભાષી પોલિસી અમલમાં મૂકી હતી
61. અમેરિકાની સૌથી ખતરનાક ગેંગ ખૂબ જ સક્રિય છે અને ન્યુ જર્સી, ન્યુ યોર્ક અને પેન્સિલવેનિયા પર કબજો કરી રહી છે. MS-13
62. રશિયાએ ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી છે કે જો કેનબેરા યુક્રેનમાં “જમીન પર બુટ” મૂકે તો તેને “ગંભીર પરિણામો” ભોગવવા પડશે. ચીન ના યુદ્ધ જહાજો ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ ને ઘેરી લીધા છે.
63. વોરેન બફેટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ટેરિફની અસર વિશે કડક ચેતવણી આપી છે. આનાથી વધુ સ્પષ્ટ કંઈ ન હોઈ શકે.
64. 25 વર્ષીય કન્ટેન્ટ સર્જક, વેલેરી ચેપમેન, તેણીના વ્યક્તિગત બ્રાન્ડને વધારીને અને અન્ય લોકોની સલાહ લઈને જીવનનિર્વાહ કરવા માટે AI ટ્યુટરનો ઉપયોગ કરે છે. આ સાધનોએ તેણીને આત્મનિર્ભર અને પોતાના બોસ બનવાની મંજૂરી આપી. મોર્ડી ગોલ્ડિંગ, એક ગ્રાફિક ડિઝાઇનર જેણે Adobe અને LinkedIn માં કામ કર્યું છે, કહે છે કે AI એક “બુદ્ધિશાળી કોચ” છે,
65. બંધ દરવાજા પાછળ, સચિવો માર્કો રુબિયો અને સીન ડફીએ મસ્ક દ્વારા તેમના વિભાગોમાં કાપ મૂકવાના પ્રયાસ સામે લડત આપી, જેના પરિણામે મસ્કે તેમના પર ફેડરલ સિવિલ સર્વિસના વધુ સભ્યોને કાઢી મૂકવા માટે વધુ ન કરવાનો આરોપ લગાવ્યો.
66. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સરહદી ઝારે સોમવારે જાહેરાત કરી કે યુ.એસ.માં કાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને “સંપૂર્ણપણે” દેશમાંથી કાઢી મૂકી શકાય છે – ભલે તેમની પાસે ગ્રીન કાર્ડ હોય. કોલંબિયા યુનિવર્સિટીમાં પેલેસ્ટિનિયન તરફી વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનારા અને શનિવારે રાત્રે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ દ્વારા ધરપકડ કરાયેલા મહમૂદ ખલીલને ગ્રીન કાર્ડ હોવા છતાં અને દેશમાં કાયદેસર રીતે રહેતા હોવા છતાં દેશનિકાલ કરી શકાય છે.
67. મસ્ક સ્વીકારે છે કે DOGE ની દેખરેખ રાખતી વખતે તેમને પોતાનો વ્યવસાય ચલાવવામાં ‘મહાન મુશ્કેલી’ પડી રહી છે – ટેસ્લા સ્ટોક સંદર્ભ માં
68. શિક્ષણ વિભાગે 60 કોલેજો અને યુનિવર્સિટીઓને કેમ્પસમાં યહૂદી વિરોધીતાને રોકવા માટે ‘વધુ સારું’ કરવા ચેતવણી આપી છે
69. ટ્રમ્પના ન્યાય વિભાગે બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ યુએસ નાગરિકો કરતા ઓછા ગુના કરે છે તે દર્શાવતા અભ્યાસની લિંક કાઢી નાખી
70. ન્યાયાધીશ ટ્રમ્પ વહીવટીતંત્રને રદ કરાયેલ વિદેશી સહાય કરારોને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપશે નહીં
71. જર્મની, ઓસ્ટ્રેલિયા, ચીન અને અન્યત્ર નવા ટેસ્લા વેચાણમાં ઘટાડો થયો છે. યુ.એસ.માં વપરાયેલ મોડેલ 3 અને મોડેલ Y ના ભાવમાં પણ ઘટાડો થયો છે. વપરાયેલ ઇલેક્ટ્રિક વાહનો માટે વેબ શોધ પણ ટેસ્લાથી દૂર થઈ રહી છે.
72. સોમવારે મિસિસિપીના ઉત્તરી જિલ્લા માટે યુ.એસ. એટર્નીની ઓફિસે જાહેરાત કરી હતી કે ભારતમાંથી એક બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટને વાયર છેતરપિંડી માટે પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને $104,000 થી વધુ વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
73. ઇમેઇલ ડેટા સિસ્ટમની ઍક્સેસ માટે OPM ઇન્સ્પેક્ટર જનરલ દ્વારા DOGE તપાસ હેઠળ છે
74. કેલિફોર્નિયાએ 42 નકલી ક્રિપ્ટોકરન્સી વેબસાઇટ્સ બંધ કરી દીધી છે જેણે પીડિતોને $6.5 મિલિયનમાંથી છેતરપિંડી કરી હતી.
75. આ એક ચમત્કાર છે! ઇથોપિયામાં 76 વર્ષીય મહિલાએ તેના પહેલા બાળકને જન્મ આપ્યો
76. ટ્રમ્પ ગુનાહિત નેટવર્ક્સનો પીછો કરવા માંગે છે. પ્રતિબંધો માટે એક નવો અભિગમ જરૂરી છે.
77. સોમવારે એક શાળા જૂથ અને પોલિટિકોના અહેવાલ મુજબ, યુ.એસ. કૃષિ વિભાગે બે ફેડરલ કાર્યક્રમોમાં ઘટાડો કર્યો છે જે શાળાઓ અને ફૂડ બેંકોને સ્થાનિક ખેતરો અને ખેતરોમાંથી ખોરાક ખરીદવામાં મદદ કરવા માટે વાર્ષિક $1 બિલિયનથી વધુ ખર્ચ કરે છે.
78. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળના પહેલા મહિના પર દેશ ગાયક જેસન એલ્ડીયને પોતાનો ચુકાદો આપતા કહ્યું છે કે રાષ્ટ્રપતિ “મને લાગે છે કે, આપણામાંથી ઘણાને જે આશા હતી તે કરી રહ્યા છે.”
79. કમલા હેરિસની ભત્રીજીએ એલોન મસ્કની ક્રૂર મજાક ઉડાવી હતી, જેમાં તેમણે MAGA પ્રભાવક સાથે ગુપ્ત રીતે 13મા બાળકના પિતા હોવાના દાવા પર ક્રૂર પ્રતિક્રિયા આપી હતી.
80. ગોથેઇમરે ન્યૂ જર્સીના વરિષ્ઠ નાગરિકોને સામાજિક સુરક્ષા, મેડિકેડ અને મેડિકેરમાં કાપથી બચાવવા માટે નવી કાર્યવાહીની જાહેરાત કરી હતી.
81. તે વિશ્વાસઘાત છે’: સેંકડો લોકો NYU ને સસ્પેન્શનની નવીનતમ શ્રેણી રદ કરવાની માંગ કરે છે. NYU ના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી સંઘની અરજી અનુસાર, તાજેતરમાં સસ્પેન્ડ કરાયેલા ત્રણ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી કામદારોમાંનો એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી, ડિસેમ્બરમાં પેલેસ્ટિનિયન તરફી પ્રદર્શનમાં ભાગ લીધા બાદ તેમના વિઝા ગુમાવવાનો ભય હોવાનું કહેવાય છે.
82. યુ.એસ. માટે વધુ ઘાતક રોગચાળો આવવાનો ભય છે – અને નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે. અમેરિકનોએ ભવિષ્યમાં વધુ રોગચાળાની ‘આશરો લેવો જોઈએ’ તેવી ચેતવણી
83. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અનિયમિત આર્થિક નીતિ વિદેશી રોકાણકારોને ગભરાવી રહી છે, અને તેના કારણે અમેરિકન બજારોમાંથી યુરોપિયન નાણાં મોટા પાયે પાછા ખેંચાઈ શકે છે.
84. એલોન મસ્કનું DOGE એક AI ચેટબોટ સાથે સરકારી કાર્યોને સ્વચાલિત કરી રહ્યું છે કારણ કે તે ફેડરલ કાર્યબળમાં ઘટાડો કરવાનું ચાલુ રાખે છે.
85. યુક્રેન દ્વારા સુપરસોનિક ફાઇટર જેટ પર હુમલો કર્યા પછી રશિયન લશ્કર કટોકટીનો સામનો કરી રહ્યું છે.
86. ડેમોક્રેટ્સે ટ્રમ્પ વહીવટીતંત્રને બરતરફ કરાયેલા વેટેરાન્સને ફરીથી નોકરી પર રાખવા માટે દબાણ કરતું બિલ રજૂ કર્યું
87. ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, ફ્લોરિડાની એક મહિલાએ સોમવારે લાખો ડોલરના અઘોષિત વિદેશી ખાતા છુપાવીને, ખોટા ટેક્સ રિટર્ન ફાઇલ કરીને અને કરચોરી કરીને યુનાઇટેડ સ્ટેટ્સને છેતરપિંડી કરવાના કાવતરા માટે દોષી ઠેરવ્યો.
88. કેનેડાના સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંતના નેતા, ઓન્ટારિયોના પ્રીમિયરે જાહેરાત કરી કે સોમવારથી તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર યુદ્ધના પ્રતિભાવમાં ૧.૫ મિલિયન અમેરિકનોને વીજળી માટે ૨૫% વધુ ચાર્જ કરી રહ્યા છે.
89. એક ફેડરલ ન્યાયાધીશે ચુકાદો આપ્યો છે કે એલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી પાસે એટલી બધી શક્તિ છે કે ફેડરલ કાયદા હેઠળ તેના રેકોર્ડ જાહેર જનતા માટે ખુલ્લા રાખવા પડશે.
90. એક ભૂતપૂર્વ બોર્ડર પેટ્રોલ એજન્ટે સ્વીકાર્યું કે તેણે મહિલાઓને યુ.એસ.માં પ્રવેશવા માટે તેમના સ્તનો બતાવવાનો આદેશ આપ્યો હતો. 53 વર્ષીય શેન મિલને શુક્રવારે કાયદાના રંગ હેઠળ અધિકારોથી વંચિત રાખવાના બે ગુનામાં દોષી ઠેરવ્યો હતો, અને કબૂલાત કરી હતી કે જ્યારે તેઓ વર્ચ્યુઅલ પ્રોસેસિંગ માટે વેબકેમ પર દેખાયા ત્યારે તેમણે ઘણી સ્ત્રીઓને તેમના શર્ટ અને બ્રા ઉંચા કરવા કહ્યું હતું.
91. એરિક શ્મિટ હમણાં જ રિલેટિવિટી સ્પેસના સીઈઓ બન્યા છે. સ્ટાર્ટઅપનો હેતુ મંગળ પર ફરીથી વાપરી શકાય તેવા રોકેટ અને ઔદ્યોગિક આધાર બનાવવાનો છે. કંપનીની કેટલીક મહત્વાકાંક્ષાઓ એલોન મસ્કના સ્પેસએક્સ અને જેફ બેઝોસના બ્લુ ઓરિજિન જેવી જ છે.
92. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપક વેપાર યુદ્ધોના પરિણામે સોમવારે શેરબજારમાં ઘટાડો થયો ત્યારે રોકાણકારો ભયાનક રીતે જોઈ રહ્યા હતા, તે ટ્રુથ સોશિયલ પર તેમના વહીવટની પ્રશંસા ફરીથી પોસ્ટ કરવામાં વ્યસ્ત હતા.
93. રુબિયો કહે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર USAID ના 83% કાર્યક્રમો રદ કરી રહ્યું છે અને બાકીના કાર્યક્રમોને વિદેશ વિભાગમાં ખસેડવાનો ઇરાદો ધરાવે છે.
94. કતાર અને જોર્ડન કહે છે કે ઇઝરાયલ ગાઝા પર “ભૂખમરો લાદવાનો” હેતુ ધરાવે છે, તેનો ઘેરો કડક કરીને અને ગાઝા પટ્ટીને ડિસેલિનેશન પ્લાન્ટ ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી એકમાત્ર બાકી રહેલી પાવર લાઇન કાપીને.. હમાસ કહે છે કે ઇઝરાયલી સૈનિકો હજુ પણ ગાઝા અને ઇજિપ્ત વચ્ચેના સરહદી વિસ્તાર પર કબજો કરી રહ્યા છે, બહારની મદદ ગાઝા સુધી પહોંચતી અટકાવી રહ્યા છે, તેમ છતાં ઇઝરાયલે કહ્યું હતું કે તે યુદ્ધવિરામ કરાર હેઠળ ફિલાડેલ્ફી કોરિડોર છોડી દેશે.
95. યુક્રેન યુએસ સાથે યુદ્ધવિરામ વાટાઘાટો પહેલા મોસ્કોને નિશાન બનાવે છે. 90 થી વધુ યુક્રેનિયન ડ્રોન દ્વારા રશિયાની રાજધાની શહેરને નિશાન બનાવવામાં આવતા ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને ત્રણ ઘાયલ થયા છે.
96. ઇઝરાયલી યુદ્ધવિમાનોએ સીરિયાના દક્ષિણ ડેરા પ્રાંતમાં લશ્કરી સ્થળો પર હુમલો કર્યો. સીરિયન અને ઇઝરાયલી મીડિયાએ ભૂતપૂર્વ બશર અલ-અસદ શાસનના લશ્કરી સ્થળોને નિશાન બનાવતા દક્ષિણ ડેરા પ્રાંત પર હવાઈ હુમલાઓનો અહેવાલ આપ્યો છે.
97. The most corrupt countries in the world:
1.🇸🇸 South Sudan
2.🇸🇾 Syria
3.🇻🇪 Venezuela
4.🇸🇴 Somalia
5.🇹🇲 Turkmenistan
6.🇾🇪 Yemen
7.🇰🇵 North Korea
8.🇭🇹 Haiti
9.🇬🇼 Guinea-Bissau
10.🇪🇷 Eritrea