માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ “પીએમ સૂર્ય ઘર યોજના” અંતર્ગત કોબા ગામના લોકોને સરકારી યોજના અંગે માહિતી આપવામાં આવી.
આ અભિયાનમાં ૧૦૦ ઘરમાં સોલાર પેનલ લગાડવાનું લક્ષ્યાંક આપવામાં હતું. આ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે મીટિંગ યોજવામાં આવી હતી. મિટિંગમાં કુડાસણ ઉત્તર ગુજરાત વીજ કંપનીના નાયબ ઇજનેર શ્રી કે. એન. ડાભી સાહેબ અને સ્ટાફ સહિત, ગામના પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ નાયી અને આગેવાન ગ્રામ્યજનો હાજર રહ્યા હતા અને તેમણે યોજના વિશે લોકો સાથે સંપર્ક કરી માર્ગદર્શન આપવામાં આવ્યું