*દરેક માં-બાપને નમ્ર નિવેદન, સાદર બાબતે આત્મ નિરીક્ષણ કરે.*
..
તાજેતરમાં ૧૦ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મૃત્યુ થયું. જેનાં માટે ડોક્ટરોએ કેટલાંક સૂચન આપ્યાં.
*1.* બાળકને સવાર સુધીમાં ઊંઘ પુરી કરવા દયો
*2.* સવારે નાસ્તો કરાવ્યાં વિના સ્કુલે ના મોકલો
*3.* બાળકના વજન કરતાં સ્કૂલ બેગનું વજન વધારે ના હોવું જોઈએ
*4.* સ્કૂલ હોમવર્ક પૂરું કરવા અયોગ્ય પ્રેશર ના કરો
*5.* ઠંડો થઈ ગયેલો ખોરાક ના આપો
*6.* સ્કુલેથી આવતાંવેંત જબરજસ્તી ના જમાડો
*7.* બાળકને આરામ કરાવ્યાં વિના હોમવર્ક ના કરાવો
વાલીઓ 4-6 વર્ષનાં બાળકોને કલેક્ટર IPS IIM IIT ના બનાવો.
પહેલાં આપણે એ જોવું જોઈએ કે આપણે કઈ ઉમરે શાળાએ જતાં? શું ભણતા? કેટલો બોજ હતો? આપણે ખોટી રીતે બાળકોની પાછળ શા માટે પડીએ છીએ ? શા માટે બાળકો વચ્ચે અયોગ્ય સ્પર્ધા કરાવીએ છીએ?? શા માટે આપણા બાળકનાં બચપણને મારી નાખીએ છીએ? આપણે તેની પાછળ શા માટે આદુ ખાઇને પાણીએ છીએ?
તમે જવાન છો, સવારે પાંચ વાગે ઊઠી જાવ, દોઢ વાગા સુધી સતત કામ કરો ઠંડા શાક-રોટલી ખાય આરામ કર્યાં વગર તરતજ કામે લાગી જાવ.
નાના ભૂલકાઓ સાથે આટલો અન્યાય કેમ ? ક્રૂરતા કેમ? હ્રદય ઉપર હાથ મૂકી વિચારો આપણે જાણ્યે-અજાણ્યે, પોતાનાજ બાળકને કુદરતી વિકાસ પ્રક્રિયાથી વંચિત કરીએ છીએ. દરેક બાળકમાં બચપણ હોય છે, બચપણમાં નચપણ હોય છે.
દરેક માં-બાપ અને વાલીઓને બે હાથ જોડીને નમ્ર અરજ; દરેક બાળક ઉપર દયાભાવ રાખો, આરામ કરવા દ્યો, રમવા દ્યો, ખીલવા દ્યો…..
🇮🇳🙏🇮🇳🙏👏🇮🇳भूषण rao
🪀